રોષ / લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા થવી જોઈએઃ ગણપત વસાવા

લોકસભાની ચૂંટણી રોકીને પણ પાકિસ્તાનને પાઠ ભણાવવાનું વસાવાએ કહ્યું હતું.
લોકસભાની ચૂંટણી રોકીને પણ પાકિસ્તાનને પાઠ ભણાવવાનું વસાવાએ કહ્યું હતું.
X
લોકસભાની ચૂંટણી રોકીને પણ પાકિસ્તાનને પાઠ ભણાવવાનું વસાવાએ કહ્યું હતું.લોકસભાની ચૂંટણી રોકીને પણ પાકિસ્તાનને પાઠ ભણાવવાનું વસાવાએ કહ્યું હતું.

  • પ્રવાસન કેન્દ્રના ઉદઘાટનમાં નિવેદન
  • મોદી સરકાર જરૂર બદલો લેશેઃવસાવા

DivyaBhaskar.com

Feb 16, 2019, 09:07 PM IST
સુરતઃમાંગરોળના બણભા ડુંગર ખાતે પાંચ કરોડના ખર્ચે પ્રવાસન કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં ભાષણ આપતાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કહ્યુંહતું કે, પુલવામામાં જે રીતે પાકિસ્તાને કાયરતાપૂર્ણ કાર્ય કર્યું છે તેનાથી દેશભરમાં રોષ છે. માટે લોકસભાની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં પણ એક શોકસભા થાય તેવો વળતો જવાબ આપવાની વાત ગણપત વસાવાએ કરી હતી.
1. સેના પર પુરો ભરોસોઃ વસાવા
ગણપત વસાવાએ કહ્યું હતું કે, ઉરી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ ફરી પાકિસ્તાનને કરેલા અમાનવીય કૃત્યનો બદલો મોદી સરકાર જરૂર લેશે. મોદી સરકારને સેના પર પુર્ણ ભરોસો છે એટલે તેમણે સેનાને છૂટ આપી છે. યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ એવો બદલો લો કે પાકિસ્તાન સીધું થઈ જાય. અને જરૂર હોય તો લોકસભાની ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો તેવું પણ તેમણે જણાવ્યું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી