Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat Dindoli Area Under Over Bridge Young Man Death body Kept With Murder Police Start Investigation

મુંબઈ જવાનું કહી નીકળેલા યુવકની ડીંડોલીમાં હત્યા, બ્રીજ નીચેથી મળ્યો મૃતદેહ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 12:37 PM

15 દિવસ પહેલા ઉત્તરપ્રદેશથી ધંધા રોજગાર માટે સુરત આવેલા યુવકની કરપીણ હત્યા

  • Surat Dindoli Area Under Over Bridge Young Man Death body Kept With Murder Police Start Investigation
    15 દિવસ પહેલા ઉત્તરપ્રદેશથી ધંધા રોજગાર માટે સુરત આવેલા યુવકની કરપીણ હત્યા

    સુરતઃ ડીંડોલી બ્રીજ નીચેથી એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. 15 દિવસ અગાઉ ઉત્તરપ્રદેશથી સુરતમાં ધંધા રોજગાર અર્થે આવેલા યુવકની એક હજાર રૂપિયા માટે અજાણ્યા શખ્સોએ હત્યા કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

    મુંબઈ જવાનું કહી નીકળેલા યુવકનો મળ્યો મૃતદેહ

    ડીંડોલીની અયોધ્યાનગરી ખાતે રહેતો બિપીન ઉપાધ્યાય (ઉ.વ.આ.27) પખવાડીયા અગાઉ ઉત્તરપ્રદેશથી સુરત આવ્યો હતો. અને ડીંડોલી બ્રીજ નીચે ટમેટા વેચી ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન ગત રાત્રે અજાણ્યા માથાભારે શખ્સોએ તેની પાસે હજાર રૂપિયાની માંગ કરી હતી. જે ન આપતાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્રણ વર્ષની દીકરીનો પિતા બિપીન સવારે મુંબઈ જવાનો હતો. પરંતુ આ અગાઉ જ ચાર પાંચ ઘા મારીને અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી હતી. પરિવાર તે મુંબઈ જવાનો હોવાથી મળવાં આવ્યું હતું. પરંતુ તે અગાઉ જ તેનો મૃતદેહ બ્રીજ નીચેથી મળતાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃતજાહેર કર્યો હતો. હાલ ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જો કે, રોજે રોજ સામે આવી રહેલા હત્યાના બનાવોને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ