વાઈરલ / સુરત પાલિકાની કચરાની ગાડીના ગીત પર વરઘોડામાં જાનૈયાઓ ઝૂમ્યા

પાલિકાની કચરાની ગાડીના ગીત પર વરઘોડામાં જાનૈયાઓ નાચતા નજરે પડ્યા
પાલિકાની કચરાની ગાડીના ગીત પર વરઘોડામાં જાનૈયાઓ નાચતા નજરે પડ્યા
X
પાલિકાની કચરાની ગાડીના ગીત પર વરઘોડામાં જાનૈયાઓ નાચતા નજરે પડ્યાપાલિકાની કચરાની ગાડીના ગીત પર વરઘોડામાં જાનૈયાઓ નાચતા નજરે પડ્યા

  • ગાડી વાલા આયા કચરા નિકાલ ગીત ફેમસ થયું
  • ગીતને વરઘોડામાં વગાડી નાચવાનું વધારે પસંદ

DivyaBhaskar.com

Feb 12, 2019, 06:29 PM IST
સુરતઃ લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં જાનૈયાઓ સાથે નીકળતો વરઘોડો રસ્તા પર જોવા મળી રહ્યા છે. પણ અત્યાર સુધી ફિલ્મી ગીતો પર ઝૂમતા જાનૈયાઓનો મૂડ પણ અલગ જોવા મળી રહ્યો છે. લૈલા મેં લૈલા કે પછી આજ મેરે યાર કી શાદી હૈ જેવા ટિપિકલ ફિલ્મી ગીતોને ભૂલીને આજકાલ લગ્નના વરઘોડામાં સુરત પાલિકાની કચરાની ગાડીનું ગીત ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
1. કચરા માટે જાગૃત્તિ લાવવા ગીત બનાવ્યું
સુરત મ્યુનિસિપ તંત્રએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે લોક જાગૃત્તિ થાય તે માટે કચરા ગાડી પર ‘ગાડી વાલા આયા કચરા નિકાલ’નું ગીત મુક્યું છે. જોકે, મ્યુનિસિપલ તંત્રએ કચરો ઉલેચવા માટે મુકેલું આ ગીત લોકોમાં કચરા માટે જાગૃત્તિ લાવવા સાથે સાથે સુરતના ડીજેમાં જાનૈયાઓના ડાન્સ માટે ફેમસ થઈ રહ્યું છે.
 અને સ્વચ્છતાનો એક સારો સંદેશો જાય. પણ હવે એક કદમ આગળ વધીને માત્ર સફાઈ કામદારો જ નહીં પણ જાનૈયાઓ પણ આ ગીતને વરઘોડામાં વગાડી તેની ધૂન પર નાચવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી