લોકસભા / રૂપાલાના નિવેદન સામે સુરત કોંગ્રેસ પ્રમુખે અંગત આક્ષેપ કર્યા

DivyaBhaskar.com | Updated - Apr 15, 2019, 05:28 PM

  • પ્રચારમાં નેતાઓના બેફામ વાણી વિલાસ
  • કોંગ્રેસ પ્રમુખની જાહેરમાં જીભ લપસી

સુરતઃલોકસભાની ચૂંટણીમાં મુદ્દાઓની વાતો કરતાં કરતાં ભાજપ કોંગ્રેસના નેતાઓ બેફામ વાણી વિલાસ કરતાં જોવા મળી રહ્યાં છે. એકબીજા પર અંગત આક્ષેપો પણ હવે થતાં જોવા મળી રહ્યાં છે. પંચમહાલમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં પરષોતમ રૂપાલાએ કોંગ્રેસની કથળેલી હાલતનું ઉદાહરણ આપતાં કહેલું કે, કોંગ્રેસને હવે પથારીમાં જ પેશાબ થઈ રહ્યો છે. ત્યારે આ નિવેદનનો પ્રત્યુતર આપતા સુરત કોંગ્રેસના શહેર પ્રમુખ બાબુ રાયકાએ રૂપાલા પર અંગત પ્રહારો કરતાં કહેલું કે, કોંગ્રેસ પથારીમાં ભલે પેશાબ કરતી હોય પરંતુ તમારી જેમ પથારીઓ ગરમ નથી કરતી. ભાજપ કોંગ્રેસના નેતાઓ હદ વટાવતાં વાણીવિલાસ સામે ચૂંટણી પંચ હાથ પર હાથ બાંધીને બેઠું હોય તેમ કોઈ પગલાં લઈ શકતું નથી. અગાઉ જીત વાઘાણીએ કોંગ્રેસને હરામજાદા કહ્યાં હતાં. જેની ખૂબ ચર્ચા ચાલી અને ચૂંટણી પંચે ક્લિનચીટ આપ્યા બાદ કોર્ટે તપાસના આદેશ આપ્યાં હતાં.હરામજાદાના જવાબમાં કોંગ્રેસે ભાજપને હરામખોર કહ્યું હતું.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App