આક્ષેપ / સુરતના ચોકબજાર પોલીસે યુવકને માર મારી ધમકી આપ્યાનો આરોપ મુક્યો

Surat Chowck Bazar Police Heat Young man Say Collegian Boy In Civil Hospital
X
Surat Chowck Bazar Police Heat Young man Say Collegian Boy In Civil Hospital

  • દાદીની ફરિયાદ બાદ પોલીસ ઉઠાવી ગઈ
  • માર મારી પોલીસે ધમકી આપ્યાનો આક્ષેપ

DivyaBhaskar.com

Feb 14, 2019, 04:58 PM IST
સુરતઃચોકબજાર પોલીસે કોલેજના એક વિદ્યાર્થીને ચામડાના બેટથી માર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. યુવકના દાદીની ફરિયાદ બાદ પોલીસ યુવકને ઘરેથી લઈ ગયા બાદ પીઆઇએ ચેમ્બરમાં બોલાવી ફટકાર્યા હોવાનું અને ધમકી આપી છોડી મુક્યો હોવાનો વિદ્યાર્થીએ આરોપ લગાડ્યો છે. એટલું જ નહીં પણ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીના નિવેદન લેવા આવેલી પોલીસે ફરિયાદ કરી છે તો 186ની કલમમાં ફીટ કરી દેવાની ધમકી પણ આપી હોવાનું પીડિત મિતે જણાવ્યું હતું.
1. ત્રણ મહિનાથી દાદી અરજી કરે છે
મિતએ જણાવ્યું હતું કે, તેઓ સિંગણપોરની વિષ્ણુનગરના રહેવાસી અને ડીઆરબી કોલેજના બીબીએના બીજા વર્ષના વિદ્યાર્થી છે. છેલ્લા કેટલાક સમયથી તેમના દાદી કર્મકાંડી કરતા કાકા જીજ્ઞેશનું ઘર છોડી તેમના ઘરે રહે છે. તેમ છતાં 3 મહિનામાં દાદીએ પોલીસ સ્ટેશનમાં અનેક અરજીઓ કરી મને હેરાન કરતા હોવાનું અને ઘરે ન રહેવા દેતા હોવાની અરજી કરી છે. જેને લઈ ગત રોજ પીસીઆર વાન તેમને ઘરેથી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પી આઈ એ ચેમ્બરમાં લઈ જઈ ઢોરની જેમ માર મારી ધમકાવી છોડી દીધો હતો. અગાઉ પોલીસ તેમના મુકબધિર માતા-પિતાને દાદીની ફરિયાદ પર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ પોલીસની એક તરફી કામગીરી અને વગર ગુન્હાએ માર મારવાને લઈ તેઓ પોલીસ કમિશનર અને કોર્ટમાં ફરિયાદ કરવાનું વિચારી રહ્યો હોવાનું સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી