સુરત દુનિયામાં નંબર 1/ આ કારણે સુરત વિશ્વમાં સૌથી વિકસતું શહેર બન્યું, 8 ટકાથી વધુ જીડીપી ગ્રોથ

DivyaBhaskar.com

Dec 07, 2018, 09:41 AM IST
રિજિલિયન્સ સિટી તરીકે સુરતની પસંદગી
રિજિલિયન્સ સિટી તરીકે સુરતની પસંદગી

* યુરોપ અને સાઉથ એશિયાના શહેરો કરતાં મૂડીરોકાણ-લેબર આકર્ષવાની તાકાત વધુ


* વિશ્વના અન્ય દેશોમાં અત્યાર સુધી જેટલો મેક્સિમમ ઈકોનોમિક ગ્રોથ થવાનો હતો તે થઈ ગયો, હવે સુરતનો વારો છે

સુરતઃ
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ ગ્લોબલ સિટીઝના રિસર્ચ પ્રમાણે વર્ષ 2019થી 2035 દરમ્યાન સૌથી વધુ ગ્રોથ ધરાવતાં શહેરોમાં સુરત વિશ્વમાં નં-1 રહેશે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે સુરતમાં ઇન્ટીગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્સેપ્ટની સાથે લાંબા દરિયા કિનારાના કારણે ટ્રાન્સપોર્ટ અને વેસ્ટર્ન કોરિડોરના વિકાસ માટેની વિશાળ તકો રહેલી છે. તેવું સ્થાનિક તજજ્ઞોએ મત વ્યક્ત કર્યો છે.

સુરતને સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોમાં મોખરે સ્થાન મળ્યું

આ સાથે સાઉથ એશિયા અને યુરોપના શહેરોની સરખામણીએ લેબર અને મૂડીરોકાણ આકર્ષવાની ક્ષમતા સુરતમાં વધુ હોવાનો મત પણ ઉમેર્યો છે. વર્ષ 2017માં અર્નેસ્ટ એન્ડ યંગના એક રિપોર્ટ મુજબ સુરતને 8 ટકાથી વધુ જીડીપી ગ્રોથ સાથે દેશના સૌથી ઝડપથી વિકસિત થતાં સિટીઝની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ઓક્સફોર્ડના સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન(જીડીપી), લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરતને સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોમાં મોખરે સ્થાન મળ્યું છે.

ટેક્સટાઇલઃ ચાઇના કરતા ઉત્પાદન સસ્તું

સિન્થેટિક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન નારાયણ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જીએસટીનું અટકેલું રીફંડ અને સ્ટેટ-સેન્ટ્રલ ટેક્સિઝની કાપડ સાથે થતી એક્સપોર્ટ અસર કરે છે. આ બે પરિબળો પર સરકાર સાથે વાટાઘાટ ચાલી રહી છે. હાલ આપણે એમએમએફ પ્રોડક્શનમાં ચાઇનાની સરખામણીએ 10 ટકા છીએ પરંતુ ત્યાં પ્રોડક્શન મોંઘું છે એટલે આપણી પાસે ટેક્સટાઇલમાં તક મોટી પડી રહી છે.

ડાયમંડઃ ઉત્પાદનમાં 1000 ટકાનો ગ્રોથ છે

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના ચેરમેન દિનેશ નાવડિયાના જણાવ્યાનુસાર, ડાયમંડ બુર્સના નિર્માણ થયા બાદ 134 દેશોના બાયર્સ સીધા સુરતમાંથી ડાયમંડની ખરીદી કરશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 1.58 હજાર કરોડ છે. ઉત્પાદનમાં આપણે 1000 ટકાનો ગ્રોથ જ્યારે એક્સપોર્ટમાં પણ આપણે સારો ગ્રોથ અચીવ દર વર્ષે કરી દઇએ છીએ.

ઓક્સફોર્ડ જ નહીં બીજા ઘણાં રિપોર્ટ સુરતને ઇમર્જિંગ માર્કેટ બતાવે છે : પ્રોફેસર

નર્મદ યુનિવર્સિટીના ઇકોનોમિક્સના પ્રોફેસર ગૌરાંગ રામીએ કહ્યું કે આ એકમાત્ર રિપોર્ટ નથી જેમાં સુરતને સૌથી વધુ ગ્રોથ કરતું શહેર બતાવાયું છે. ઘણીબધી સંસ્થાઓના રિપોર્ટમાં સુરતને સૌથી વધુ આર્થિક વિકાસ કરનારું શહેર તરીકે પ્રોજેક્ટ કરાયું છે. એગ્લોમોરેશન થીયરી પ્રમાણે અન્ય શહેરોએ જેટલો વિકાસ કરવાનો હતો તે થઇ ચૂક્યો છે. સુરત પાસે ઇમર્જિંગ માર્કેટ છે.

રિજિલિયન્સ સિટી તરીકે સુરતની પસંદગી

ચેમ્બરના માજી પ્રમુખ અને રિજિલિયન્સ સિટીના પ્રોજેક્ટ પર છેલ્લાં દોઢ વર્ષથી કામ કરી રહેલા કમલેશ યાજ્ઞિકે કહ્યું હતું કે રિજિલિયન્સ પ્રોપર્ટીઓમાં વધારો કરવો તે પણ શહેરના ગ્રોથમાં ઉમેરો કરે છે. શહેરની સસ્ટેનેબિલિટી, ઇકોનોમિક્સ ગ્રોથ અને રિજિલિયન્સી જે-તે શહેરના આર્થિક ગ્રોથ માટે મહત્ત્વનું પાસું છે. સુરત રિજિલિયન્સ સિટી તરીકે મોખરે સ્થાન ધરાવે છે.

પોલિટિકલ સ્ટેબિલિટી પણ મહત્ત્વપૂર્ણ

- લેબર-મૂડીરોકાણ આકર્ષવાની શક્તિ બીજાં બધાં શહેરોમાં સેચ્યુરેશન પોઇન્ટ પર છે. તેની સામે સુરતનો ગ્રોથ રેટ સરેરાશ 8થી 10 ટકાનો રહી શકે છે.
- સ્માર્ટ સિટીની સાથે મેગા સિટી કોન્સેપ્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. ભારતમાં 5 જ્યારે ગુજરાતમાં 2 ઇમર્જિંગ સિટી અમદાવાદ અને સુરત છે.
- વેસ્ટર્ન કોરિડોર, લાંબા દરિયા કિનારાના કારણે મેગા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટની પણ સારી તક છે.
- ડાયમંડ બુર્સના કારણે કોર્પોરેટ સેક્ટરના વિકાસની પણ તક છે.
- સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટની પોલિસી બિઝનેસ ફ્રેન્ડલી છે
- ઓલ્ટરનેટિવ બિઝનેસની તક પણ વધુ છે.
- એરપોર્ટ અને મલ્ટી મોડલ રેલવે સ્ટેશન, સુરત ડાયમંડ બુર્સ જેવા ઇન્ટીગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્સેપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
- પોલિટિકલ સ્ટેબિલિટી પણ વિકાસમાં મહત્ત્વનું પરિબળ છે.
- ઇકો ટુરીઝમની ઘણી તકો છે.
X
રિજિલિયન્સ સિટી તરીકે સુરતની પસંદગીરિજિલિયન્સ સિટી તરીકે સુરતની પસંદગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી