સુરતમાં વોહરા અગ્રણી પર હુમલો કરી ખંડણી માંગવાના ગુનામાં વસીમ બિલ્લા ઝડપાયો

પાંચ કરોડની ખંડણી માંગણી જીવલેણ હુમલો કરનાર વસીમ બિલ્લાને પોલીસે ઝડપી પાડ્યો

DivyaBhaskar.com | Updated - Nov 10, 2018, 04:27 PM
પાંચ કરોડની ખંડણી માંગણી જીવલેણ હુમલો કરનાર વસીમ બિલ્લાને પોલીસે ઝડપી પાડ્યો
પાંચ કરોડની ખંડણી માંગણી જીવલેણ હુમલો કરનાર વસીમ બિલ્લાને પોલીસે ઝડપી પાડ્યો

સુરતઃ વોહરા સમાજના અગ્રણી પર થોડા દિવસો પહેલા થયેલા હુમલા કેસમાં પોલીસને સફળતા મળી છે. સલાબતપુરા પોલીસે હુમલો કરી પાંચ કરોડની ખંડણી માગવાના ગુનામાં વસીમ બિલ્લાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પિસ્તોલ બતાવી કર્યો હતો હુમલો

વોહરા સમાજના અગ્ણી બદરી લેસવાલા પર થોડા દિવસો અગાઉ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટની જમીન મામલે ખંડણી માંગી પિસ્તોલ બચાવી હુમલો કરવામાં આવ્યો હતો. સલાબતપુરા પોલીસે પાંચ કરોડની ખંડણી માંગી હુમલો કરનારા માથાભારે ઈસમ વસીમ બિલ્લાની ધરપકડ કરી હતી. અગાઉ પોલીસે આરીફ સુરતીને વોન્ટે જાહેર કર્યો હતો. જ્યારે જહુર પહેલા પકડાઈ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે, બદરી લેસવાલાના ઘરે જઈને આરોપીઓએ હુમલો કર્યો હતો.

X
પાંચ કરોડની ખંડણી માંગણી જીવલેણ હુમલો કરનાર વસીમ બિલ્લાને પોલીસે ઝડપી પાડ્યોપાંચ કરોડની ખંડણી માંગણી જીવલેણ હુમલો કરનાર વસીમ બિલ્લાને પોલીસે ઝડપી પાડ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App