રેપ / વધુ એક દારૂડિયાની હેવાનિયતની પરાકાષ્ઠા આઠ વર્ષની બાળકીનાં બે અંગો એક થઇ ગયાં

DivyaBhaskar.com

Mar 16, 2019, 10:26 AM IST
Surat Amaroli Area Another 8 Year Girl Child Miss Behave And Police Start Investigation
X
Surat Amaroli Area Another 8 Year Girl Child Miss Behave And Police Start Investigation

  • રેલવે ટ્રેક નજીક લઈ જઈ દુષ્કર્મ
  • શહેરમાં 4 દિવસમાં 3 બાળકી પીંખાઈ

સુરતઃ અમરોલી વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આઠ વર્ષીય બાળકી ઘરની બહાર સૂતી હતી તે દરમિયાન ઉંચકી જઈને રેલવે ટ્રેક નજીક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હાલ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અમરોલી પોલીસ, રેલવે પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં 3 બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતાં સુરત શહેરની બદસૂરતી સામે આવી રહી છે.
ગંભીર ઘટનાઃમેયર
1.શહેરના મેયર ડો.જગદિશ પટેલ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન છે. તેઓએ જણાવ્યું હતું કે ત્રણેય ઘટના ગંભીર છે. ત્રણેય ઘટના પર નજર છે. આરોપીઓએ પકડાઈ ગયા છે. તેમને જલદી અને સખ્ત સજા  થાય તે માટે પ્રયાસ કરાશે અ્ને પોલીસ વિભાગ સાથે આ વિશે વાત થાય છે.
દોઢ કલાકના ઓપરેશન બાદ 10 ટાંકા લીધા ત્યારે હાલત સ્થિર થઇ
2.નરાધમે બળાત્કાર કરવા અગાઉ બાળકીને માથુ અફાડી માર માર્યો હતો. ત્યારબાદ હેવાનિયત ગુજારતા 10 ટાંકા લેવાયા બાદ બાળકી હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહી છે.
ફર્સ્ટ પર્સન-રાત્રે દોઢ વાગે બાળકીના રડવાનો અવાજ સંભળાયો
3.અમે રાત્રે જમીને સૂઈ ગયા હતા. મારો પતિ સૂઈ ગયો હતો અને હું જાગતી હતી. 1.30 વાગ્યાના બાળક રડતું હોય એવો અવાજ સાંભળી મેં મારા પતિને વાત કરી. આથી મારો પતિ અને હું 5 મિનિટ બાદ અમે બન્ને જણા ઝૂંપડામાંથી બહાર નીકળ્યાં ત્યારે એક ઈસમ જેણે કાળો કલરનો શર્ટ પહેર્યો હતો અને બટન ખુલ્લા હતા તથા સફેદ કલરનું પેન્ટ પહેરેલો ટેકરા ચઢીને વાંકો-વાંકો ચાલીને દીવાલના ખાંચામાંથી બહાર નીકળી ગયો હતો. તેના ગળામાં લાલ કલરનું ટેટૂ હોવાનું પણ મને દેખાયું હતું. ઈસમ બહાર નીકળ્યો ત્યારે કૂતરાઓ પણ ભસતા હતા અને તે ઉત્રાણ સાંઈ મંદિર તરફ ભાગ્યો હતો.- મંજુલાબેન,પાડોશી
દુષ્કર્મ પહેલાં માર માર્યો હતો
4.નરાધમે હેવાનિયતની તમામ હદ વટાવી દીધી હતી. વાળ ખેંચી ઘસડતાં બાળકીને માથાના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી. જોકે, સૌથી કરુણ વાત તો એ છે કે બાળકી પર એ હદ સુધીની હેવાનિયત આચરવામાં આવી હતી કે બાળકીના ગુદા માર્ગ અને યોનિ માર્ગ વચ્ચેનો પડદો તૂટી જતાં બન્ને ગુપ્ત ભાગો    એક થઈ ગયા હતા. સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ બાળકી પર ડોક્ટરોએ શુક્રવારે બપોરે દોઢ કલાક સુધી ઓપરેશન કર્યું હતું અને બંને ગુપ્ત ભાગો વચ્ચેની જગ્યાએ ટાંકા લીધા હતા.બાળકીના આંતરિક અવયવોને પણ ઈજાઓ પહોંચી હતી. બાળકી પોતાની ઉપર થયેલા જાતીય હુમલાથી સૂધબૂધ ગુમાવી બેઠી છે અને આઘાતમાં સરી પડી છે. ઓપરેશન દરમ્યાન બાળકીના ગુપ્ત ભાગે અને આસપાસ 10 ટાંકા લેવામાં આવ્યા હતા.
ચપ્પુની અણીએ ઝાંઝર પણ લૂંટી ગયો
5.મારી બહેન ઝૂંપડાની બહાર દીવાલ પાસે સૂતેલી હતી ત્યાંથી અજાણ્યો મોઢું દબાવી ઊંચકી ગયો હતો. શેતાને ઝાડીમાં લઈ જઈ રેપ કરી રેલવે ટ્રેક પર તેને ફેંકી દીધી હતી. સવારે ચારેક વાગ્યાના અરસામાં મારી બહેન હોશમાં આવી ત્યારે તે રડતી -રડતી ઘરે આવી હતી. ઘરે આવી તેણે મારી મોટી બહેનને હકીકત જણાવી હતી.   શેતાન મારી બહેનનું માથું દીવાલમાં ભટકાવી દીધું હતું જેના કારણે માથામાં ઈજા થઈ છે. નરાધમે ચપ્પુ બતાવી મારી બહેને પગમાં પહેરેલા ઝાંઝર પણ લૂંટી ગયો હતો.- ભોગ બનનારનો ભાઈ
બાળકીનું નિવેદન બાકી
6.બાળકી ઝૂંપડામાં સૂતી હોવાનું તેની મોટી બહેને જણાવ્યું છે. જોકે, બાળકી કયાં સૂતી હતી તે અંગે તો તેના નિવેદનો લેવાશે ત્યારે ખબર પડશે. અત્યારે અમે મોટી બહેનની ફરિયાદ લઈને બળાત્કારનો ગુનો નોંધી ટીમો બનાવીને તપાસ કરી રહ્યા છીએ. - કે.એમ.ચૌધરી, પીઆઈ, સુરત રેલવે.પો.સ્ટે
પોલીસે બેને ઊંચકી લીધા
7.પોલીસે સ્થળ પરથી એક મોબાઈલફોન પોલીસને હાથ લાગ્યો હતો. જેની પોલીસે તપાસ કરતા આરોપીનું એડ્રેસ સહિતની વિગતો મળી ગઈ છે, આ ઘટના પછી આરોપી ભાગી ગયો છે. જેને પકડવા માટે ક્રાઈમબ્રાંચે તેના ભાઈ અને મિત્રોને મોડીરાત્રે ઉંચકી લાવી પૂછપરછ કરી છે.
પાંડેસરામાં 13 વર્ષની તરુણી પર પણ બળાત્કાર
8.પાંડેસરામાં 13 વર્ષની તરૂણી પર મકાનમાલિકના ભત્રીજાએ રેપ કરતા પાંડેસરા પોલીસે મકાનમાલિક અને તેના ભત્રીજા સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.  મૂળ યુપીના વતની અને હાલમાં પાડેસરામાં ભાડાના મકાનમાં રહેતી 34 વર્ષીય મહિલાની 13 વર્ષીય પુત્રીને મકાનમાલિકના ભત્રીજા સત્યમ પાલએ રેપ કર્યો હતો. આ તો ઠીક મકાનમાલિક બંસીલાલ ઉર્ફ બાઉપા પાલએ પણ તરૂણીની છેડતી કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિના પછી તરૂણીની માતા હવે શુકવારે પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવી હતી. જેના આધારે પોલીસે ભત્રીજા સત્યમ પાલ અને તેના કાકા બંસીલાલ ઉર્ફ બાઉપા પાલ (બન્ને રહે, બાલક્રિષ્ના સોસાયટી,પાંડેસરા)ની સામે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 
બાળ અને મહિલા કલ્યાણ વિભાગ પાસે સુરત માટે ખાસ આયોજન જ નથી!
9.સુરતમાં છેલ્લા અઢી મહિનામાં બાળકી પર બળાત્કારની પાંચ ઘટના બની છે. નિર્દોષ બાળકી સલામત રહી નથી તેવા સંજોગોમાં બાળ અને કલ્યાણ વિભાગનાં વડા લીલાબહેને જાણે કે પોતાની જવાબદારી પ્રત્યેથી હાથ ઊંચા કરી લીધા હોય તેમ કહ્યું કે અહેવાલ મગાવ્યો છે. સુરત માટે હાલ કોઇ વિશેષ આયોજન નથી!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી