રેડ / સુરતમાં આંગડિયાને ત્યાંના આઇટી દરોડા પૂર્ણ, ડોક્યુમેન્ટ જપ્ત

Surat Aangadiya Pedhi It Survey Over Document Kept By Officers

  • 60 લાખનો કોયડો ઉકેલાયો નથી
  • 137ટકાનો ટેક્સ કર્તાધર્તા પર આવી પડે

DivyaBhaskar.com

Apr 17, 2019, 07:42 PM IST

સુરતઃએક અઠવાડિયા અગાઉ આવકવેરા વિભાગ દ્વારા મહિધપુરા અને વરાછાની બે આંગડિયા પેઢી પર હાથ ધરવામાં આવેલા દરોડા પૂર્ણ થયા છે અને અધિકારીઓએ સ્થળ પરથી જપ્ત કરેલાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કર્યું છે. અલબત્ત, દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલાં રૂપિયા 60 લાખ કોના હતા એનો કોયડો અધિકારીઓ ઉકેલી શક્યા નથી. આથી 137 ટકા સુધીનો ટેક્સ ભરવાની જવાબદારી આંગડિયા પેઢીના કર્તાધર્તા પર આવી પડી છે.

ઘરે તપાસ થઈ શકે

ઇલેકશનની આચારસંહિતા વચ્ચે રૂપિયા 10 લાખથી વધુની રોકડની હેરફેર પર પોલીસ અને આઇટી વિભાગે વોચ ગોઠવી છે. એ દરમિયાન ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગને મળેલી બાતમીના આધારે નવટર ચીનુ અને અંબેલાલ હરગોવન નામની આંગડિયા પેઢી પર સરવે શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓને રૂપયિા 60 લાખની રકમ મળી આવતા નિયમ મુજબ સરવે સર્ચ ઓપરેશનમાં તબદીલ થયો હતો. નોંધનીય છે કે દસ લાખની ઉપર રોકડ મળે એટલે સરવે દરોડામાં આપોઆપ તબદીલ થઈ જાય છે. ત્યારબાદ અધિકારીઓ જે તે કરદાતાના ઘરે પણ તપાસ કરી શકે છે. આઇટી સૂત્રોએ કહ્યુ કે તપાસ દરમિયાન રૂપિયા 60 લાખ કોના હતા, ઇલેકશન ફડિંગ હતુ કે કોઇ વેપારીના રૂપિયા હતા એનો જવાબ મળી શક્યો નહતો. એટલે રકમ સીઝ કરવામાં આવી હતી અને ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સ્થળ તપાસ પુરી થયા બાદ હવે જપ્ત ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

X
Surat Aangadiya Pedhi It Survey Over Document Kept By Officers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી