દિકરાના જન્મની વાત વ્યઢંળો ખબર પડતા / સુરતનો પ્રથમ કિસ્સો/ 28 વર્ષના દીકરાના મોત બાદ 62 વર્ષની મહિલા IVFથી માતા બની

DivyaBhaskar.com

Dec 08, 2018, 11:26 AM IST
62 વર્ષે ફરી પારણું બંધાતા ગેહલોત પરિવારમાં ખુશી ફેલાઈ હતી(જમણે પુત્રને જન્મ આપનાર 62 વર્ષીય મધુબેન)
62 વર્ષે ફરી પારણું બંધાતા ગેહલોત પરિવારમાં ખુશી ફેલાઈ હતી(જમણે પુત્રને જન્મ આપનાર 62 વર્ષીય મધુબેન)
મોટી ઉંમરે બાળક જન્મનો સંભવિત પ્રથમ કિસ્સો
મોટી ઉંમરે બાળક જન્મનો સંભવિત પ્રથમ કિસ્સો
દીકરીના કહેવાથી આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવીને મોટી ઉંમરે માતા બની (જમણે માતા)
દીકરીના કહેવાથી આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવીને મોટી ઉંમરે માતા બની (જમણે માતા)
દીકરીએ હિંમત આપી એટલે હું નિર્ણય કરી શક્યોઃ પિતા
દીકરીએ હિંમત આપી એટલે હું નિર્ણય કરી શક્યોઃ પિતા

* અકસ્માતમાં 28 વર્ષના પુત્રની સાથે ઘરના આઠ સભ્યો ગુમાવ્યા
* મધુબેનની 24 વર્ષની દીકરીએ IVF વિશે સાંભળ્યું અને ઘરે આવીને કહ્યું કે ‘ભાઇ ફરીથી આવશે.’

સુરતઃ હાલમાં જ એક ફિલ્મ આવી, ‘બધાઇ હો’. આ ફિલ્મથી ઓલ્ડ એજ પ્રેગ્નેન્સી વાતો સમાજમાં ફરી વહેતી થઇ. જો કે એ તો ફિલ્મ હતી. પણ રિયલ લાઇફમાં આ પ્રકારની ઘટના સામાન્ય રીતે ઓછી સાંભળવા મળે. 6 નવેમ્બર 2016ના રોજ કરજણ ટોલ નાકાની આગળ રાત્રે 08.30 કલાકે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં સુરતના 9 વ્યક્તિઓનુંઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં માતાએ 28 વર્ષનો છોકરો અને 26 વર્ષની પુત્રવધુ ગુમાવ્યાં હતાં. માતા અંદરથી સાવ તૂટી ગઇ હતી. ઘટનાના માત્ર છ મહિના બાદ દીકરીએ IVF વિશે જાણ્યું અને કંઇ પણ વિચાર કર્યાં વગર ઘરમાં જઇને માતા-પિતાને કહી દીધું કે ‘આ ઘરમાં ભાઇ ફરીથી આવશે.’ બસ, પછી તો ગેહલોત પરિવારમાં ફરીથી આશાનો જન્મ થયો.

- કોલેજના સેમિનારમાં દીકરી મનીષાએ આઈવીએફ ટ્રીટમેન્ટ વિષે જાણ્યું
- દીકરીની વાત સાંભળી માતાએ શક્યતા નકારી કાઢી હતી
- માતાએ નકારતા પિતાએ હિંમત આપીને પ્રયત્ન કરવા કહ્યું
-‘ક્યો સમાજ.? એ સમાજ જે દિકરીઓને ભણવાની ના પાડે છે, એની ચિંતા હું શું કામ કરું.? : મનિષા
- ડોક્ટરની ટ્રીટમેન્ટથી પ્રથમ પ્રયત્ને જ મળી સફળતા

દીકરીએ હિંમત આપી એટલે હું નિર્ણય કરી શક્યોઃ પિતા

મારી દિકરીએ મને ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળકને જન્મ આપવાની વાત કરી ત્યારે મેં પહેલાં તો ના પાડી. વિચાર્યું કે ‘લોકો શું કહેશે, પરંતુ મારી પત્ની અને દિકરીએ કહ્યું કે, ‘લોકો જે કહે એ, લોકો ભલે કહે, કહેવાવાળા તો કહેશે જ. સમાજની ચિંતા કર્યાં વગર અમે ટ્રીટમેન્ટ કરાવવાનો નિર્ણય લીધો અને આજે અમારે ત્યાં દિકરાનો જન્મ થયો.’-
શ્યામભાઈ ગેહલોત, મધુબેનના પતિ, ઉંમર 66 વર્ષ

ગેહતોલ પરિવારનો નિર્ણય સાંભળી હું પણ ચોંકી ગઇઃ ડોક્ટર

સામાન્ય રીતે 50 વર્ષથી નાની મહિલાઓ ટેસ્ટ ટ્યુબની સારવાર માટે આવતી હોય છે. જ્યારે મધુબેન અમારી પાસે આવ્યા ત્યારે મને પણ થોડું આશ્ચર્ય થયું. એમની વાત સાંભળીને મેં પણ નક્કી કર્યું કે હું આ કેસમાં મારા 100 ટકા પ્રયાસ કરી. મધુબેનનું હૃદય, બી.પી, ડાયાબિટિસ બધુ જ નોર્મલ હતું, ત્યાર બાદ ટ્રીટમેન્ટ શરૂ કરી અને પહેલી ટ્રાયે સફળતા મળી.- ડો.પુજા નાડકર્ણી, ગાયનેકોલોજીસ્ટ

X
62 વર્ષે ફરી પારણું બંધાતા ગેહલોત પરિવારમાં ખુશી ફેલાઈ હતી(જમણે પુત્રને જન્મ આપનાર 62 વર્ષીય મધુબેન)62 વર્ષે ફરી પારણું બંધાતા ગેહલોત પરિવારમાં ખુશી ફેલાઈ હતી(જમણે પુત્રને જન્મ આપનાર 62 વર્ષીય મધુબેન)
મોટી ઉંમરે બાળક જન્મનો સંભવિત પ્રથમ કિસ્સોમોટી ઉંમરે બાળક જન્મનો સંભવિત પ્રથમ કિસ્સો
દીકરીના કહેવાથી આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવીને મોટી ઉંમરે માતા બની (જમણે માતા)દીકરીના કહેવાથી આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવીને મોટી ઉંમરે માતા બની (જમણે માતા)
દીકરીએ હિંમત આપી એટલે હું નિર્ણય કરી શક્યોઃ પિતાદીકરીએ હિંમત આપી એટલે હું નિર્ણય કરી શક્યોઃ પિતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી