સ્પર્ધા / પોરબંદરમાં યોજાયેલી દરિયાઈ સ્વિમિંગ કોમ્પિટિશનમાં સુરતના ચાર સ્વિમરો ઝળક્યાં

Surat 4 Swimmer Win Medal In Porbandar Swwiming Compitetion
X
Surat 4 Swimmer Win Medal In Porbandar Swwiming Compitetion

  • રાષ્ટ્રીય કક્ષાની ત્રણ સ્પર્ધા યોજાઈ હતી
  • દેશના 12 સ્વિમરોએ ભાગ લીધો હતો

DivyaBhaskar.com

Jan 12, 2019, 11:37 AM IST
સુરતઃ પોરબંદરના દરિયામાં બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ત્રણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સુરતના ચાર ખેલાડીઓએ મેડલ મેળવ્યાં હતાં. એક, બે અને પાંચ કિલોમીટરની ત્રણ સ્પર્ધાઓમાં દેશના 12 સ્વિમરોએ ભાગ લીધો હતો. જેમાંથી સુરતના ચાર સ્વિમરો ઝળક્યાં હતાં. અનિકેત પટેલ, મોનીકા નાગપુરે, દર્શના સેલર અને મિત સારંગને મેડલ મળ્યાં હતાં. 
1. અલગ અલગ કેટેગરીમાં મેડલ મેળવ્યા
પોરબંદરમાં દર શિયાળામાં યોજાતી આ સ્પર્ધાને જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતાં. 14 થી 40 વર્ષ યુવાનોની 1 KM ની તરણ સ્પર્ધામાં મિત બીજા ક્રમે આવ્યો હતો અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. 5 કિલો મીટરની ઓપન કેટેગરીમાં અનિકેત પટેલ ત્રીજા ક્રમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 5 KM ગલ્સમાં મોનિકાએ પ્રથમ કર્મ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાથે જ 2 કિલોમીટરની સ્પર્ધામાં મિત 26 મિનિટ 46 સેકન્ડ સ્કોર સાથે બીજા ક્રમે રહ્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી