સફળ સર્જરી / સુરતમાં યુવાનના પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલી હેર પિન બહાર કઢાઈ

DivyaBhaskar.com

Mar 15, 2019, 12:58 PM IST
એક્સ રેમાં પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલી હેયર પિન અને સર્જરી કરી બહાર કાઢવામાં આવી
એક્સ રેમાં પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલી હેયર પિન અને સર્જરી કરી બહાર કાઢવામાં આવી
X
એક્સ રેમાં પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલી હેયર પિન અને સર્જરી કરી બહાર કાઢવામાં આવીએક્સ રેમાં પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલી હેયર પિન અને સર્જરી કરી બહાર કાઢવામાં આવી

  • રેર કિસ્સાને લઈ ડોક્ટરોએ યુવાનોમાં જાગૃતતા સમાન કેસ ગણાવ્યો
  • ઘટના બનવા પાછળનું યુવાન કોઈ પણ કારણ કહીં શક્યો નહોતો

સુરતઃ સાહેબ અંદર હેર પિન ચલા ગયા હે, બહુત દર્દ હો રહા હે, કુછ કરો મહેરબાની હોગી, એવું કહેતા એક યુવાનના પ્રાઇવેટ પાર્ટમાંથી હેર પિન કાઢી તેને દર્દમુક્ત કરવાની સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરાઈ છે. ખૂબ જ અજીબો ગરીબ કિસ્સાને લઈ ડોક્ટરો પણ ચોંકી ગયા છે.
એક્સ રેમાં હકીકત બહાર આવી
1.સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, 3 દિવસ પહેલા એક દર્દી પોતાના પ્રાઇવેટ પાર્ટમાં કંઈ નાખીને દર્દ સાથે સિવિલ આવ્યો હતો. હકીકત જણાવતા શરમાતા આ યુવાનને તાત્કાલિક સર્જરી વિભાગમાં રીફર કરાયો હતો. જ્યાં એક્સ રેમાં તેના ગુપ્તાંગમાં એક લાંબી હેર પિન ફસાઈ હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આવી અજીબો ગરીબ ઘટના બનવા પાછળનું યુવાન કોઈ કારણ કહીં શક્યો નહોતો. પણ ખૂબ ગભરાયેલી હાલતમાં આવ્યો હતો.
દર્દીને દર્દ મુક્ત કર્યો
2.ડો. વર્મા (સર્જરી વિભાગ, સુરત સિવિલ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, હા આવો કેસ આવ્યો હતો મારા OPDમાં, જોકે એ સમયે હું રજા પર હતો. મારા વિભાગના ડોક્ટરોએ તમામ પરીક્ષણ એટલે કે એક્સ રે જેવી નોર્મલ પ્રોસેસ કર્યા બાદ યુરોલોજીસ્ટનો અભિપ્રાય લઈ માઇનર ઓટી કરી હતી. ગણતરીના સમયમાં અને યુરોલોજીસ્ટની હાજરીમાં વડે પ્રાઇવેટ પાર્ટમાંથી મહિલાઓના વાળમાં નાખવાની હેર પિન બહાર કાઢી દર્દીને દર્દમુક્ત કર્યો હતો. ત્યારબાદ દર્દીને એક દિવસ દાખલ રખાયો હતો. પછી તેને રજા આપી દેવાય હતી. દર્દીની વિનંતીને લઈ તેનું નામ અને સરનામું કહી શકાય એમ નથી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી