અકસ્માત / કામરેજ નજીક વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો ઝાડ સાથે અથડાયો, 40 ઈજાગ્રસ્ત

DivyaBhaskar.com | Updated - Feb 14, 2019, 09:41 AM
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા
X
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયાઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા

  • ટેમ્પોમાં 55 વિદ્યાર્થીઓ સવાર હતા
  • સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

સુરતઃ બારડોલીના ભૂવાસણની ઉત્તર બુનિયાદી શાળાના 55 વિદ્યાર્થીઓ અને આચાર્ય સહિત 3 શિક્ષકો કીમ ખાતે સવારે ગાંધી મેળવામાં જવા  માટે ટેમ્પોમાં નીકળ્યાં હતા. દરમિયાન સેવણી ગામે ટેમ્પોના ચાલકે રિક્ષાને ઓવરટેક કરવાની લાયમાં સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો ને રસ્તા પરથી નીચે ઉતરી ટેમ્પો ઝાડ સાથે અથડાવ્યો હતો. આ અકસ્માતને કારણે 31 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોને ઈજા થતાં તેઓને સારવાર લેવાની નોબત આવી હતી.

રિક્ષાને ઓવરટેક કરવા જતાં અકસ્માત
1.બારડોલીના ભુવાસણની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના 55 વિદ્યાર્થીઓ અને આચાર્ય સહિત 3 શિક્ષકો ગાંધીમેળામાં જવા માટે ટેમ્પો ભાડે કર્યો હતો. સવારે ટેમ્પો જીજે 19 ટી 0712 માં કીમ ખાતે ગાંધીમેળામાં જવા નીક્ળ્યા હતા. સેવણી ગામની હદમાં ટેમ્પો ચાલક અંદર વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોવા છતાં રીક્ષાને સાઇડ મારવાની લ્હાયમાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. રોંગ સાઇડમાં ઝાડ સાથે અથડાવતાં અકસ્માત થયો હતો. જેમાં 40થી વધુને ઇજા થઈ હતી. વિદ્યાર્થીઓ સ્થળ પર જ ઇજાથી કલ્પાંત કરતા હતા.
બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો
2.નજીકમાં ઓરણા ગામના ગામલોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર 31 બાળકોને અને આચાર્ય સહિત 3 શિક્ષકોને ઈજા થતાં  હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ ઘટનાથી ટેમ્પો ચાલક તેમજ સંચાલકોની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ડાંગમાં વિદ્યાર્થીઓ સાથે અકસ્માતની ઘટના બની હતી. જાનવરોની હેરફેર માટે વપરાતા ટેમ્પોમાં 55 વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા હતા. તેમજ ટેમ્પો ભાડેથી કરવામાં આવ્યો હતો. આથી લોકોના માનસપટ પરથી ભૂંસાઈ નથી, ત્યાં ફરી વિદ્યાર્થીઓ સાથે અકસ્માતની ઘટના બનતાં લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.
વિદ્યાર્થીઓ પાસેથી 100 ઉઘરાવાયા
3.ભુવાસણ ઉ.બુ.આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને કીમ ગાંધી મેળામાં જવા માટે વિદ્યાર્થીઓ દીઠ 100 રૂપિયા આશ્રમશાળાના સંચાલકોએ ઉઘરાવ્યા હોવાનું ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું. સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવા બાબત પણ તપાસનો વિષય છે. 
એનઆરઆઈ મહિલા મદદે આવી
4.ઓરણા ગામના મૂળ અને લંડનમાં રહેતા ભાનુબહેન પટેલ બારડોલી ખરીદી કરવા માટે આવતા હતાં,ત્યારે ટેમ્પો ઝાડ સાથે અથડાયેલું જોતા જ ભાનુબહેન ગાડી ઊભી રાખી વિદ્યાર્થીની મદદે લાગી ગયા હતાં. પહેલા ગામમાં ફોન કરી મદદ માટે બોલાવ્યા હતાં. ભાનુબેન પોતાની ગાડીમાં પણ ઈજાગ્રસ્તોને સારવાર માટે બારડોલી લઈને આવ્યા હતાં.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App