Home » Daxin Gujarat » Latest News » Surat City » વાળ ન કપાવતા વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નહીં દેવાતા વિવાદ | student not seat in exam for do not cut hair in surat

સુરત: વાળ ન કપાવતા વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નહીં દેવાતા વિવાદ

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 07:40 PM

રાંદેર ખાતે આવેલી એક સ્કૂલમાં વાળ ન કપાવતા સ્ટુડન્ટને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવતા વિવાદ સર્જાયો

  • રાંદેર ખાતે આવેલી એક સ્કૂલમાં વાળ ન કપાવતા સ્ટુડન્ટને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવતા વિવાદ સર્જાયો

    સુરતઃ રાંદેર ખાતે આવેલી એક સ્કૂલમાં વાળ ન કપાવતા સ્ટુડન્ટને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. ધોરણ 11માં અભ્યાસ કરતા સ્ટુડન્ટનું આજે અંગ્રેજીનું પેપર હતું. જેમાં બેસવા દેવામાં ન આવતા વાલી પણ સ્કૂલ દોડી ગયા હતા. અને વિરોધ નોંધાવ્યો હતો.



    અંગ્રેજીના પેપરમાં ન બેસવા દીધો

    રાંદેર ખાતે રામનગર સ્થિત પ્રેમ ભારત હિન્દી વિદ્યાલયમાં એક સ્ટુડન્ટને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. ધોરણ 11માં અભ્યાસ કરતા સ્ટુડન્ટનું આજે અંગ્રેજીનું પેપર હતું. જેમાં વાળ ન કપાવ્યા હોવાનું જણાવી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યો ન હતો. જેથી વાલી પણ સ્કૂલ દોડી આવ્યા હતા. અને વિરોધ નોંધાવી સંચાલકોને જાણ કરી હતી.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો, એલસી લઈ જવા કહેવાયું હોવાનો વાલીનો આક્ષેપ
  • વાળ ન કપાવતા વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નહીં દેવાતા વિવાદ | student not seat in exam for do not cut hair in surat
    એલસી લઈ જવા કહેવાયું હોવાનો વાલીનો આક્ષેપ

    વાલી સ્કૂલ દોડી આવ્યા
     
    સ્ટુડન્ટને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવતા વાલી સ્કૂલ દોડી આવ્યા હતા. પરિવારે જણાવ્યું હતું કે, સંચાલકોને રજૂઆત કરી હતી. જોકે, સ્કૂલની ફી બરાબર ભરવામાં આવી હોવા છતાં સ્કૂલમાંથી એલસી લઈ જવાનું કહેવામાં આવ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ