ચૂંટણી / સુરતની કોલેજોમાં GSની બીજા તબક્કાની ચૂંટણી, વિજેતા ઉમેદવાર પર રૂપિયાનો વરસાદ

વિજય સરઘસમાં રૂપિયાનો વરસાદ કરાયો
વિજય સરઘસમાં રૂપિયાનો વરસાદ કરાયો
X
વિજય સરઘસમાં રૂપિયાનો વરસાદ કરાયોવિજય સરઘસમાં રૂપિયાનો વરસાદ કરાયો

  • ચૂંટણીમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
  • પહેલાં ચરણની ચૂંટણીમાં એબીવીપી અને એનએસયુઆઇના વિજય ઉમેદવારોની સંખ્યા સરખી રહી હતી

DivyaBhaskar.com

Jan 11, 2019, 05:07 PM IST
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સુરત જિલ્લાની 50 જેટલી કોલેજોમાં જીએસ અને સીએસ માટેના બીજા ચરણનું મતદાન શાંતિ પુર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે. ચૂંટણીમાં એબીવીપી અને એનએસયુઆઈ બંને સંગઠનોનું અલગ અલગ કેમ્પસમાં વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. અલથાણમાં આવેલી ડીઆરબી કોલેજમાં એબીવીપીની જીત થતા વિજેતા ઉમેદવાર પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

કોલેજ કેમ્પસમાં વોટિંગ માટે લાઇનો લાગી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના કેમ્પસમાં આજે(શુક્રવાર) સવારથી વિદ્યાર્થીઓમાં વોટિંગ માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં વોટિંગ માટે લાઇનો લાગી છે. જ્યારે આ ચૂંટણી દરમિયાન કોઇ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પહેલા ચરણમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજોમાં વિજય થયેલા ઉમેદવારોમાં એબીવીપી અને એનએસયુઆઇના ઉમેદવારોની સંખ્યા 3-3 સરખી રહી હતી. ત્યારે આજે ચૂંટણીના પરિણામ પર નજર રાખવામાં આવી રહી છે.
2. ડીઆરબી કોલેજમાં એબીવીપીની જીતથી રૂપિયાનો વરસાદ
અલથાણ ખાતે આવેલી ડીઆરબી કોલેજમાં જીએસની ચૂંટણી માટે એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે કાંટાની ટક્કર સર્જાઈ હતી. જેમાં એબીવીપીએ જીત મેળવી હતી. જેથી વિજય સંરઘષ કાઢવામાં આવ્યું હતું. જેમાં જીત મેળવી જીએસ બનનાર ઉમેદવાર પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
3. ચૂંટણી પરિણામ
- નવયુગ આર્ટસ કોલેજ- પાર્થ રબારી- એનએસયુઆઈ
- વરીયાવ કોમર્સે કોલેજ- નારાયણ રબારી- એનએસયુઆઈ
- લો કોલેજ- મયુર ગારેકર- એનએસયુઆઈ
- વિવેકાનંદ કોલેજ- વિવેક ભુવા- એનએસયુઆઈ
- ધારુકા કોલેજ- હર્ષ ખેની- એબીવીપી
- આરવી પટેલ કોલેજ- ગોપાલ નાવડિયા- એબીવીપી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી