સાયણ-સુરત રોડ પર દેલાડ ગામ પાસે સાઈકલ ચાલકનું કાર અકસ્માતમાં મોત થયું CCTVમાં કેદ

દેલાડ ગામની સીમમાં ચીકુવાડીમાં રહી મજૂરી કામેથી  ઘરે પરત થતી વખતે જીવલેણ અકસ્માત સર્જાયો
દેલાડ ગામની સીમમાં ચીકુવાડીમાં રહી મજૂરી કામેથી ઘરે પરત થતી વખતે જીવલેણ અકસ્માત સર્જાયો
Dilip Chavda

Dilip Chavda

Nov 10, 2018, 08:54 PM IST

સુરતઃ સાયણ સુરત રોડ પર દેલાડ ગામ નજીકથી સાઈકલ હંકારીને જતા આધેડને એક નંબર વગરની ઇકો કારના ચાલકે પોતાના કબ્જાની કાર પૂર ઝડપભેર અને ગફલતભરી રીતે હંકારી સાઈકલ સાથે ચાલકને અડફટે લઈને દૂર સુધી ઘસડી જતા થયેલા અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત થયું હતું. મોતનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો.

ખેત મજૂરી કરી ઘરે આવતાં આધેડનું મોત

વિગતવાર માહિતી મુજબ ઓલપાડ તાલુકાના દેલાડ ગામે સાયણ સુરત રોડ પર દેલાડ ગામની સીમમાં આવેલ અમરતભાઈ પટેલની ચીકુ વાડીમાં રહીને ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વધાભાઇ ઝવેરભાઈ રાઠોડ ઉ.વ આ 57 એ ગત તારીખ 6 નવેમ્બર ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈ કામ અર્થે સાઈકલ હંકારીને દેલાડ ગામ તરફ આવતા હતા ત્યારે સાયણ સુરત રોડ પર દેલાડ ગામ પાસે આવેલ એસ.એન પેટ્રોલ પંપ નજીકથી પ્રસાર થતી વખતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલ નંબર વગરની નવી ખરીદેલી મારૂતિ ઇકો કારના ચાલકે પેટ્રોલ ભરાવી પંપથી સાયણ સુરત મેઈન રોડ તરફ આવતી વખતે અચાનક પોતાના કબ્જાની મારૂતિ ઇકો કારને પૂર ઝડપભેર અને ગફલતભરી રીતે હંકારી સામેથી પ્રસાર થતા સાઈકલ સવાર વધાભાઇ ઝવેરભાઈ રાઠોડને અડફટે લઈને સાયકલ સાથે રોડની એક બાજુથી દૂર સુધી બીજી બાજુ ઘસડી જઈને અકસ્માત કરતા વધાભાઇ રાઠોડને ગંભીર ઇજા થતા તેમનું સારવાર દરમિયાન મોત થયેલું, જયારે અકસ્માત મોતમાં સાયણ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

X
દેલાડ ગામની સીમમાં ચીકુવાડીમાં રહી મજૂરી કામેથી  ઘરે પરત થતી વખતે જીવલેણ અકસ્માત સર્જાયોદેલાડ ગામની સીમમાં ચીકુવાડીમાં રહી મજૂરી કામેથી ઘરે પરત થતી વખતે જીવલેણ અકસ્માત સર્જાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી