પરિવારના શોખને આગળ વધારી રહ્યા છે

નવાબ ફૈઝલ ખાન પરિવારના શોખને આગળ વધારી રહ્યા છે (વિલી MB વોર મોડેલ 1945ની તસવીર)
નવાબ ફૈઝલ ખાન પરિવારના શોખને આગળ વધારી રહ્યા છે (વિલી MB વોર મોડેલ 1945ની તસવીર)

Sunil Paladiya

Aug 10, 2018, 09:21 AM IST

સુરતઃ વર્ષો પહેલા સચીન એક સ્વતંત્ર રાજ્ય હતું, એ સમયે એચએચ સીદી મોહમ્મદ હૈદરખાન સચીનના નવાબ હતાં. એ સમયે એમણે કાર રિસ્ટોર કરવાની શરૂઆત કરી હતી અને આજે એમની આગળની પેઢી તરીકે નવાબ ફૈઝલ ખાન પરિવારના શોખને આગળ વધારી રહ્યા છે. આમ તો ફૈઝલભાઇ માર્કેટિંગ ગ્રેજ્યુએટ છે, પણ લોહીમાં જ જૂની ગાડીઓને સંગ્રહ કરવાના શોખને કારણે એમના પાર્કિંગમાં 35 વિન્ટેજ કારનો કાફલો રહે છે. 60ના દાયકાની તમામ ગાડીઓ એ સમયે માત્ર 25 હજારથી 30 હજારની કિંમતમાં ખરીદી હતી.150 વિન્ટેજ કારના મિનિએચર મોડેલ્સ પણ છે

ફૈઝલભાઇ માત્ર વિન્ટેજ કારનું કલેક્શન જ નથી કરતાં, તેઓ બહારની કોઇ પણ વ્યક્તિની ફક્ત વિન્ટેજ કારને રિસ્ટોર કરી આપે છે. જો એમાં કોઇ ખરાબી જણાય તો એને બરાબર પણ કરી આપે છે. તેઓ જ્યારે ધોરણ 7માં ભણતા ત્યારે વેકેશન દરમિયાન કારનું ટેકનિકલ નોલેજ મેળવવા માટે વિવિધ ગેરેજમાં જતાં અને રિપેરિંગ કામ પણ શીખતા. આવી રીતે તેઓ કાર રિપેર કરતા શીખ્યા. ફૈઝલભાઇ પાસે આજની તારીખમાં વિન્ટેજ કારના 150 મિનિએચર મોડેલ્સ છે.

કારથી લઇને બાઇકનો શોખ

-1957ની બ્રિટીશ રોયલ એનફિલ્ડ બાઈક
- 1954ની AJSની કાર
- ગીબ્ઝન કંપનીનું મીની મિકેનિકલ ટ્રેક્ટર
- ડીટી65નું રશિયન મોડેલનું ટ્રેક્ટર
- હમ્બર
- પેકાર્ડ સ્ટ્રેટ 8
- ડોજ કિંગ્સવે 1957
- વીલી જીપ 1949
- ફોર્ડ જીપ 1943
- વિલી MB વોર મોડેલ 1945
- મોરીસ બુલડોગ 1949
- ફોર્ડ ટોરર 1937
- પ્લે મોર્ટ
- વુલ્સ લી
- ડોર્જ વુડીસ
- વોક ઝોલ
- ઓસ્ટીન

પેકાર્ડ સ્ટ્રેટ 8

આ સીડાન હવે ક્લાસિક કેટેગરીમાં આવે છે. આ કાર 120 હોર્સપાવરની છે. ઈન લાઈન 8 સિલેન્ડર અને 282 સીઆઈડીનું એન્જિન હોય છે અને 3 સ્પીડ મેન્યુઅલનું ગીઅર બોક્સ હોય છે.

ડોજ કિંગ્સવે 1957

પ્લેમાઉથ પ્લાઝા ઓટોમોબાઈલ દ્વારા આ કારની સિરીઝ 1954 થી 1958 સુધી બનાવવામાં આવી હતી. આ સીડાન કારનું એન્જિન ફ્રન્ટ સાઈડ હોય છે. જે પાછલા વ્હીલને પાવર આપવાનું કામ કરે છે.

વિલી MB વોર મોડેલ 1945

વર્લ્ડ વોરના સમયની આ જીપ છે. એ સમયે એનું મેન્યુફેક્ચર કરવામાં આવેલું. 1945માં પબ્લિક માટે આ જીપના વર્ઝન બનાવવામાં આવ્યા હતાં.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
X
નવાબ ફૈઝલ ખાન પરિવારના શોખને આગળ વધારી રહ્યા છે (વિલી MB વોર મોડેલ 1945ની તસવીર)નવાબ ફૈઝલ ખાન પરિવારના શોખને આગળ વધારી રહ્યા છે (વિલી MB વોર મોડેલ 1945ની તસવીર)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી