હવે બીજાની કાર પણ રસ્ટિોર કરી આપે છે

હવે બીજાની કાર પણ રસ્ટિોર કરી આપે છે

Sunil Paladiya | Updated - Aug 10, 2018, 09:20 AM
ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરી
ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરી

સુરતઃ માંગરોળ તાલુકાના કુંવરદા ગામે આવેલ ગંગા જમના મંદિરમાં રાત્રિ દીવાલ કૂંદીને આવેલા ત્રણ લૂંટારૂઓએ મુખ્ય પૂજારીને પગમાં ગોળી ધરબી દઈ 50 હજાર રૂપિયાની ધાડ પાડતાં કોસંબા કુંવરદા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાના પગલે રાત્રિના સમગ્ર સુરત જિલ્લાની પોલીસ સહિત સુરત જિલ્લા પોલીસવડા ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને વ્યાપક પ્રમાણમાં સર્ચ અભિયાન હાથ ધર્યુ હતું.આંખમાં મરચાની ભૂંકી નાંખી

માંગરોળ તાલુકાના કુંવરદા ગામે ગામની સીમમાં સ્મશાન પાસે આવેલા ગંગાજમના કુંડને કારણે પ્રસિદ્ધ થયેલા ગંગા ઓમકારેશ્વર મંદિરમાં મુખ્ય પુજારી તરીકે વર્ષોથી શંકરગીરી મૌલેશ્વર સેવા બજાવે છે. શ્રાવમમાસ દરમિયાન તેમની મદદ માટે યુપી વારાણસીથી વિરેન્દ્રકુમાર પ્રેમનારાયણ પાંડે દર વર્ષે કુંવરદા મુકામે આવે છે. રાત્રિ દરમિયાન આ બંને પુજારીઓ મંદિર પરિસરમાં આવેલ ઓરડાઓમાં જ રહે છે. ગતરોજ 10.00 વાગ્યાના સુમારે ગામમાંથી આવેલા લોકો પરત ગામમાં ફર્યા બાદ મંદિરમાં આ બે પૂજારી એકલા હતાં. મુખ્ય પુજારી શંકરગીરી પોતાના રૂમમાં આરામ કરી રહ્યાં હતાં ત્યારે અન્ય પુજારી વિરેન્દ્રકુમાર પાંડે મંદિરના પરીસરમાં આવેલ બાકડા ઉપર બેસી માળા કરી રહ્યાં હતાં. રાત્રે 10.30 વાગ્યાના અરસામાં મંદિરની કમ્પાઉન્ડ વોલ કૂડીને 3 જેટલા ઈસમો મંદિર પરીસરમાં આવ્યા હતા, અને જ્યાં વિરેન્દ્રકુમાર પાંડે બેઠા હતાં ત્યાં એક ઈસમે આવીને વિરેન્દ્ર પાંડેની આંખમાં મરચાની ભૂંકી નાંખી દીધી હતી અને લમણે બંદુક મુકી હતી.

પુજારી શંકરગીરીના ડાબા પગની જાંઘમાં ગોળી મારી

આંખમાં મરચાની ભૂકી નાંખતા વિરેન્દ્ર પાંડેએ જોરજોરથી બૂમો પાડી હતી. જેથી લાલ ટીશર્ટ પહેરેલા એક ધાડપાડુએ હિન્દી ભાષામાં ધમકાવતાં જણાવ્યું કે ‘બેઠ જા બેઠ જા ચિલ્લા મત નહીં તો જાનશે માર ડુંગા’ વિરેન્દ્ર પાંડેની બૂમ સાંભળીને ઓરડીમાં સૂતેલા શંકરગીરી ઓરડીની બહાર દોડી આવ્યા હતાં. અને દોડીને વિરેન્દ્ર પાંડેને બચાવવા આવતાં ત્રણ લૂંટારુ પૈકી કાળા કલરના શર્ટ પહેરેલા લૂંટારૂના હાથમાં દેશી તમંચા જેવું હથિયાર હોય જેના વડે એણે દોડીને આવતાં પુજારી શંકરગીરીના ડાબા પગની જાંઘમાં ગોળી મારી દીધી હતી.

રૂપિયા લઈને લૂંટારૂઓ ભાગી ગયા

લાલરંગની ટીશર્ટ પહેરેલ લૂંટારુએ પૂજારીને ડાબા ખભા ઉપર લાકડાનો સપાટો મારી દીધોહતો. જેથી ગોળી વાગતાં પૂજારી શંકરગીરી લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ફસડાઈ પડ્યા હતાં. અને પલંગ પર પડેલા પુજારી વિરેન્દ્રની કાળા કલરની બેગ લઈને તેમજ તેમની પાસે પડેલ મોબાઈલ લઈને દીવાલ કૂદીને ભાગી છૂટ્યા હતાં. આ બેગમાં વિરેન્દ્ર પાંડેના 50000 રૂપિયા હતા. ઈજાગ્રસ્ત મુખ્ય પુજારી શંકરગીરીએ પોતાના પાસે કોસંબા પોસઈ એમ. બી. તોમરનો નંબર હોય આ ઘટનાની સૌ પ્રથમ જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાની જાણ કુંવરદા ગામના આગેવાનોને કરતાં પોલીસ તેમજ ગામના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસે ગ્રામજનોએ આવતાની સાથે ઈજાગ્રસ્ત પુજારીને પહેલા કોસંબા ખાનગી હોસ્પિટલ ત્યારબાદ સુરત ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની કોસંબા પોલીસ સ્ટેશનમાં વિરેન્દ્ર પાંડેએ પૂજારી શંકરગીરી પર ફાયરિંગ કરી બેગમાં રાખેલા 50000 રૂપિયાની ત્રણ લૂંટ ચલવી હોવાની ફરિયાદ નોંધાવી છે.

X
ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરીડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App