સુરતમાં પૂરપાટ જતી બાઈકની ટક્કરે રિલાયન્સના સિક્યુરિટી ગાર્ડનું મોત, ઘટના CCTVમાં થઈ કેદ

હીટ એન્ડ રનમાં રિલાયન્સના સિક્યુરિટી ગાર્ડનું મોત, રોડ ક્રોસ કરતા આંબી ગયો કાળ

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 04:22 PM

સુરતઃ હજીરા વિસ્તારમાં રિલાયન્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડનું હીટ એન્ડ રનમાં મોત નીપજ્યું હતું. રોડ ક્રોસ કરતા પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો હતો. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બાઈક સવાર ફરાર થઈ ગયો

રિલાયન્સ કંપનીના 4 નંબર ગેટ પાસે હીટ એન્ડ રની ઘટના સામે આવી છે. રિલાયન્સના કર્મચારી કંપનીમાં આવી રહ્યાં હતા. દરમિયાન ગેટ નંબર 4 પાસે એક બાઈક પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. બાઇક સવારે એક સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. આ અકસ્માત બાદ બાઈક સવાર ફરાર થઈ ગયો હતો. કંપનીમાંથી દોડી આવેલા અન્ય કર્મચારીઓએ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App