વિરોધ / RKTની 4000 દુકાનો બંધ, આજે પણ માર્કેટ નહીં ખૂલે, ચોરેલા તાકા વેચી ચોકીદાર 20 લાખ કમાયો

DivyaBhaskar.com | Updated - Jan 11, 2019, 01:56 AM
radhakrishna textile market traders close shop protest after theft in surat
X
radhakrishna textile market traders close shop protest after theft in surat

  • માર્કેટની સિક્યોરીટી એજન્સીને બદલવાની માંગ
  • માર્કેટ મેનેજમેન્ટના કર્મચારીઓની પણ સંડોવણી હોવાનો આક્ષેપ
  • બિલ્ડર્સની જગ્યાએ માર્કેટના સભ્યોને મેનેજમેન્ટ આપવા તેમજ પોલીસ કાર્યવાહીની માંગણી

સુરતઃ ડુપ્લિકેટ ચાવીથી રિંગરોડની રાધાકૃષ્ણ(આરકેટી)માં સિક્યુરિટી ગાર્ડે કરેલી ચોરીના મુદ્દે ગુરૂવારે પણ 4000 દુકાનો બંધ રહી હતી. આરોપીએ રિમાન્ડ દરમિયાન કબુલ્યું હતું કે ચોરીનો માલ વેચી 20 લાખ રૂપિયા કમાયો છે. આરોપી તરફે કોર્ટમાં નદીમ ઇસ્માઇલ ચૌધરીએ દલીલ કરી હતી. બીજી તરફ માર્કેટનું મેનેજમેન્ટ બિલ્ડર્સની જગ્યાએ માર્કેટના સભ્યોને આપવાની માંગ સાથે 2500 વેપારીઓએ હોબાળો કર્યો હતો. વેપારીઓએ શુક્રવારે પણ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આરકેટીની માધુરિયા ફેશનમાંથી 22 ડિસે.થી 7 જાન્યુ દરમિયાન ડુપ્લિકેટ ચાવીથી 3 લાખની કિંમતના 60 તાકાની ચોરી થઇ હતી.

સિક્યોરિટી ગાર્ડ જ ચોરી કરતો હોવાના ફૂટેજ પોલીસને આપ્યા

ગિરડીહ ગેંગની સંડોવણી સામે આવી
1.તપાસમાં છત્તીસગઢની  ગિરડીહ ગેંગની સંડોવણી સામે આવી છે.આરોપી રામ મોઢવાડિયાના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મોનુ ઉર્ફે સલમાન પણ સામેલ છે. તેના ગોડાઉનથી પોલીસે 90 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. 
પોલીસની બે મોઢાંની વાત
2.રાધાકૃષ્ણ માર્કેટના વેપારી રામેશ્વર રાઠીએ જણાવ્યું કે માર્કેટમાં લગભગ 112 વેપારી એવા છે જેઓનો માલ ચોરી થયો છે. છતાં પોલીસ દ્વારા સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી. માર્કેટમાંથી માલ ચોરી કર્યા બાદ અન્ય રાજ્યોમાં ઈ-વે બિલ સાથે જ મોકલવામાં આવી રહ્યો છે. આ સાથે પોલીસ માર્કેટમાં તપાસ માટે આવે તો તેમનું વર્તન કંઇક અલગ હોઇ છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆતે જઇએ ત્યારે અલગ તેવર બતાવે છે. 
તપાસ સ્પેશિયલ બ્રાંચને આપવા માંગ
3.ફોસ્ટાએ પોલીસ કમિશનર સાથે વાત કરી ચોરીની તપાસ સ્પેશ્યિલ બ્રાંચને આપવા માંગ કરી. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે જ્ણાવ્યું હતું કે, 250 જેટલા વેપારીઓએ તેમને જ્ણાવ્યું કે પોલીસ કાર્યવાહી કરતી નથી. અમે પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે ટેલીફોનીક વાતચીત કરી આ મુદ્દે તપાસ સ્પેશિયલ બ્રાંચને સોંપવા રજૂઆત કરી છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App