વિરોધ/ પાર્કિંગ પોલિસીના અમલ પહેલાં જ લોકોમાં કચવાટ, કોર્પોરેટરે કરી લેખિતમાં રજૂઆત

બિલ્ડરોએ પાર્કિંગમાં કરેલા દબાણની કિંમત હવે ફ્લેટ હોલ્ડરોને ચૂકવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 12:44 PM
protest of people before parking policy Execution in surat

* પાર્કિંગ પોલિસી મામલે નારાજગી
* કોર્પોરેટરની પોલિસી રદ્દ કરવા માંગ

સુરતઃ તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલી પાર્કિંગ પોલિસીના અમલ પહેલાં જ કેટલાક વાંધાઓએ તંત્રની કામગીરી સામે મસમોટા પડકારો ઊભા કર્યા છે. પાર્કિંગ પોલિસી મુજબ ઘર આંગણે દોરેલાં પટ્ટામાં મુકાયેલા વાહન દીઠ ચૂકવણી કરવાના નિયમથી શહેરીજનોમાં નવા આર્થિક બોજાનો ભય પ્રવર્તી રહ્યો છે. સાથે જ કાપોદ્રાના કોર્પોરેટરે પાલિકા કમિશનરને લેખિતમાં પોલિસી રદ્દ કરવા અથવા તો પાર્કિંગ સુવિધા નિ:શુલ્ક આપવા રજૂઆત કરી છે.

88 TP અધ્ધરતાલ હોવાથી પાર્કિંગની જગ્યાનો અભાવ

શહેરના વિકાસ માટે 128 ટી.પી. સ્કીમની રચના કરવામાં આવી છે. જે પૈકી 40 જેટલી ટીપી ફાઇનલ થયા છે ત્યારે 88 જેટલી ટીપી સ્કીમ ઘણા વર્ષોથી અધ્ધરતાલ છે. આ સ્થિતિમાં ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 મુજબ દરેક ટીપીમાં પાર્કિંગની જગ્યા રિઝર્વ રાખવાની જોગવાઇ છે. જોકે, પાર્કિંગની સુવિધાના અભાવ વચ્ચે હવે પાર્કિંગ પોલિસીના અમલની જરૂરિયાતો ઊભી કરાઇ રહી છે. કોંગ્રેસના નગરસેવક ડી.પી.વેકરીયાએ પાર્કિંગ માટેના રિઝર્વ પ્લોટ બિલ્ડરોને ફાળવાયાનો પણ આરોપ લગાવ્યો છે.

શહેરમાં ગેરકાયદે બાંધકામોથી પાર્કિંગની સમસ્યા વકરી

વરાછા-કતારગામ સહિત શહેરમાં બેફામ થયેલા ગેરકાયદે બાંધકામોને લીધે પાર્કિંગ સમસ્યા વધુ વકરી છે. બિલ્ડરોએ મંજુર પ્લાનમાં દર્શાવેલા પાર્કિંગ પર દુકાનો અથવા ફલેટનું ગેરકાયદેસર રીતે દબાણ કરી લેતા ફ્લેટ હોલ્ડરોને રસ્તા ઉપર વાહનો પાર્ક કરવાની સ્થિતિ સર્જાઇ છે. હવે પાર્કિંગ પોલિસીના અમલથી તે ફ્લેટ હોલ્ડરો ઉપર જ ભારણ વધારનારી બનશે. આ સ્થિતિમાં પાલિકાને પોલિસીના અમલ પહેલાં ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરવી જોઇએ સાથે જ પાર્કિંગમાં થયેલાં દબાણ દૂર કરવા પણ માંગ કરાઇ છે. નવા બાંધકામોમાં થયેલું દુકાનોનું દબાણ પણ દૂર કરવા રજૂઆત કરાઇ છે.

X
protest of people before parking policy Execution in surat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App