Home » Daxin Gujarat » Latest News » Surat City » Police wants help of in confusing cases of cyber security Ethical Hacker jay gangani in surat

સુરતના હેકરની નાની ઉંમરે મોટી સફળતા, સાયબર સિક્યોરિટીના ગૂંચવાયેલા કેસોમાં પોલીસ માંગે છે મદદ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 10:07 AM

અઘરા કેસને ચપટીની વારમાં સુલજાવી અપરાધીઓને જેલ ભેગા કરાવનાર જય ગાંગાણી એથિકલ હેકર તરીકે સેવા આપે છે

 • Police wants help of in confusing cases of cyber security Ethical Hacker jay gangani in surat
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  જય ગાંગાણીની મદદથી અનેક પરિવારના માળા વિખેરાતાં અટક્યાં છે

  સુરતઃ સિધ્ધાંતો પર ચાલનારાને આજના યુગમાં સફળતા મળવી મુશ્કેલ હોવાનું કહેવાય છે. ત્યારે પોતાના સિધ્ધાંતો પર સામા પ્રવાહે ચાલીને નાની ઉંમરે સફળતા મેળવવી અને તેને ટકાવી રાખવી ભલભલા માટે મુશ્કેલ હોય છે. પરંતુ દરેક મુશ્કેલીઓમાં મહામહેનતથી મહારથ મેળવનારા બહુ ઓછા હોય છે. ગૂંચવાયેલા કેસમાં પોલીસને પણ મદદ કરીને ક્રાઈમના કરોળીયાના જાળાને ઉકેલી નાખીને ઓનલાઈન સેક્સ રેકેટ જેવા અઘરા કેસને ચપટીની વારમાં સુલજાવી અપરાધીઓને જેલ ભેગા કરાવનાર જય ગાંગાણી એથિકલ હેકર તરીકે સેવા આપે છે. સિધ્ધાંતોને નેવે મુક્યા વગર જાત તપાસ કરીને જરૂરી લાગે તો જ જાસૂસીના સોફ્ટવેર આપે છે. જેથી અનેક પરિવારના માળા વિખેરાતાં અટક્યાં છે.  તોફાની રહ્યું બાળપણ

  આપણે ત્યાં કહેવત છે કે, પુત્રના પારણાં..કદાચ આ કહેવત અશોકભાઈ અને ગીતાબેન ગાંગાણીના પરિવારમાં 13મી ઓગસ્ટ 1992ના રોજ જન્મેલા જય માટે ચરિતાર્થ થઈ હતી. પરિવારના એકના એક સંતાન જયે જણાવ્યું હતું કે, પિતા ત્યારે હીરાના વ્યવસાયમાં હતાં. મોસાળ તળાજામાં તેનો જન્મ થયો હતો. પરિવારમાં સૌથી મોટા હોવાથી ભારે લાડકોડથી તેમનો ઉછેર થયો હતો. અને બાળપણ તોફાન મસ્તીમાં પસાર થયું હતું. જેથી નાની ઉંમરે જ પરિવારને કઠોર નિર્ણય લઈને હોસ્ટેલમાં અભ્યાસ માટે મોકલ્યો હતો.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો, ભણતરની સાથે થયું ઘડતર
 • Police wants help of in confusing cases of cyber security Ethical Hacker jay gangani in surat
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભણતરની સાથે થયું ઘડતર

  ભણતરની સાથે થયું ઘડતર
    
  વરાછા વિસ્તારની પોશ સોસાયટી ગણાતી મમતા પાર્કમાં રહેતા ગાંગાણી પરિવારના જયએ જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણમાં વાલ્મિકી વિદ્યાલયમાં હોસ્ટેલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેમનામાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. ત્યાં એક લાયબ્રેરી હતી. જેમાં મન લાગી ગયું હતું. પુસ્તકો સાથેના લગાવને જોતા સમય જતાં તેનો ઈન્ચાર્જ જ બનાવી દેવામાં આવ્યો હતો. જ્યાં અનેક વિધ પુસ્તકોએ અને માહોલે બરાબર ઘડતર કર્યું હતું.
   
  લંડનથી મેળવી ડિગ્રી
    
  સુરતમાં 12 સાયન્સના અભ્યાસ બાદ એક્સર્ટનલમાં અભ્યાસ કરનારા જય ગાંગાણીએ લંડનથી એક્સટર્નલમાં બીએસસી આઈટીનો અભ્યાસ કરવાની સાથે સાથે યુએસની યુનિવર્સિટીના વિવિધ ડિગ્રી કોર્ષ ઈન્ટરનેટના માધ્યમથી સુરત બેઠા બેઠાં જ કર્યા હતાં. જે કોર્ષના કારણે જ આજે તેમને એથિકલ હેકીંગ, કોમ્પ્યુટર ફોરેન્સિક, સિક્યુરિટી, એનાલિસિસ વગેરેમાં માસ્ટરી છે. અને કોઈપણ આંટીઘૂંટીવાળો કેસ હોય તો આસાનીથી ઉકેલવામાં મદદ મળી રહે છે. 
    
  આગળની સ્લાઈડ્સમાં વાંચો, છઠ્ઠા ધોરણથી જ કોમ્પ્યુટર મળ્યું

 • Police wants help of in confusing cases of cyber security Ethical Hacker jay gangani in surat
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  છઠ્ઠા ધોરણથી જ કોમ્પ્યુટર મળ્યું

  છઠ્ઠા ધોરણથી જ કોમ્પ્યુટર મળ્યું
    
  મેઈક ઈન ઈન્ડિયાનો નારા અને જીઓના ઈન્ટરનેટમાં હવે લોકો કમ્પ્યુટર લેપટોપ, ઈન્ટરનેટની દુનિયામાં પ્રવેશ્યા છે. પરંતુ એ બાબતે હું સદનસીબ રહ્યાનું કહેતા જયે જણાવ્યું હતું કે, મારા મામાના ઘરે કમ્પ્યુટર હતું. જેથી મેં પણ જીદ કરી કે કોમ્પ્યુટર જોઈએ અને મારી દરેક જીદ કે માંગણી પુરી કરતાં પિતાએ છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે કોમ્પ્યુટર લઈ આપ્યું હતું. અને પહેલેથી જ રિસ્ક લેવાની આદત હોવાથી ઘરે જ કોમ્પ્યુટર ખોલીને ફીટ કરી દેતો હતો. જેથી એક સમય એવો આવ્યો કે શાળામાં કોમ્પ્યુટર ખરાબ થાય તો રિપેર પણ હું જ કરી દેતો હતો.
    
  ઓનલાઈન સેક્સ રેકેટ ઝડપી પાડ્યું
    
  વર્ષ 2010ની આસપાસ જ્યારે પોલીસમાં સાયબર સિક્યુરિટીમાં સેવા આપવાની શરૂઆત કરનારા જયએ જણાવ્યું હતું કે, ત્યારથી પોલીસને સાયબર સિક્યુરિટીના સેમિનારોની સાથે સાથે ઘણા કેસમાં મદદ પણ કરી હતી. સુરતમાં ધમધમી રહેલા ઓનલાઈન સેક્સ એસ્કોર્ટના નેટવર્કને ઝડપી પાડવામાં પોલીસે તેમની મદદ માંગી હતી. અને ગણતરીના સમયમાં જ પોલીસને નેટવર્ક ચલાવનારના આઈપી એડ્રેસથી લઈને એડમીન સુધી પહોંચવામાં મદદ કરી હતી. એટીએમ ફ્રોડ હોય કે અન્ય કેસમાં પોલીસ પાસેથી એક રૂપિયો લીધા વગર સહાયતા કરીને શક્ય તેટલી મદદ કરી હોવાથી પોલીસ બેડા દ્વારા પણ ઘણીવાર સન્માન કરવામાં આવ્યાં છે.
    
  આગળની સ્લાઈડ્સમાં વાંચો, પરિવારના માળા વિખેરાતાં બચાવ્યાં

 • Police wants help of in confusing cases of cyber security Ethical Hacker jay gangani in surat
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પરિવારના માળા વિખેરાતાં બચાવ્યાં

  પરિવારના માળા વિખેરાતાં બચાવ્યાં
    
  હાલ સોશિયલ મીડિયાના યુગમાં શંકાનું ઝેર વાવાઝોડા કરતાં વધુ સ્પીડે આગળ વધી રહ્યું છે. ત્યારે ઘણા પરિવારના માળા બચાવ્યા હોવાનું જયે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એક અધિકારીની દીકરીને કોઈએ અસામાજિક તત્વે સોશિયલ મીડિયાની ઝાળમાં ફસાવી હતી. તેના પિતાએ મદદ માંગી તો યોગ્ય ખાતરી કરીને તેમને સોફ્ટવેરની મદદ કરી. જેથી તેમની દીકરીની જીંદગી સલામત રહી. તો એક કેસમાં અગ્રણી વેપારીની પત્ની અવળાં રસ્તે હોવાની પતિને શંકા જતાં તેમને મદદ કરતાં પતિને પોતાની ભૂલ સમજાય અને બાળકો સાથે સલામત છે. લોકો બહુ શંકા કુશંકા સાથે તેમની પાસે આવે છે પરંતુ તે લોકોને શા માટે આ પ્રકારના સોફ્ટવેર જોઈએ છે તેની ખાતરી અને લખાણ લીધા પછી જ તેમની મદદ કરતાં હોવાનું જયે વધુમાં જણાવ્યું હતું.
    
  પરિવાર સાથે કરે છે રોજની ચર્ચા
    
  આજે પરિવાર તૂટતા જાય છે. ત્યારે જયે જણાવ્યું હતું કે, તમે ભલે અત્યારે મળો છો પરંતુ તે વાતની કાલે મારા પરિવારને ખબર હશે. 2014માં ડિસેમ્બરમાં ધારા સાથે લગ્ન કર્યા બાદ અમે પરિવારના ચારેય સભ્યો ઓછામાં ઓછી 15 મિનિટ સાથે બેસીને દિવસ દરમિયાનની ચર્ચાઓ કરી લઈએ છીએ. જેથી હું ખોટી દિશામાં હોય કે મને કોઈ પ્રશ્ન હોય તો પરિવારનું માર્ગદર્શન મળે છે. અને મન હળવું થઈ જાય છે.
    
  આગળની સ્લાઈડ્સમાં વાંચો, તરતા ન આવડતું હોવાનો વસવસો

 • Police wants help of in confusing cases of cyber security Ethical Hacker jay gangani in surat
  તરતા ન આવડતું હોવાનો વસવસો

  તરતા ન આવડતું હોવાનો વસવસો
    
  પરિવાર સાથે જ હરવા ફરવા દેશ પરદેશ જતાં જયે જણાવ્યું હતું કે, મને તરતાં નથી આવડતું. પણ શિખવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ ન જ શિખી શક્યો. જેથી પ્લેનમાં બેઠો હોય તો પણ પાણીનો ડર લાગ્યા કરે. પરંતુ પરિવાર સાથે ફુકેટની ટૂરમાં મામાએ ભારે ફોર્સ કરતાં સ્કૂબા ડાઈવીંગ કર્યુ હતું. જે અહેસાસ આજે પણ ભૂલી શક્યા નથી. પાણીમાં રંગબેરંગી માછલીઓની વચ્ચેથી પસાર થયા પછી જે કલર જોવા મળ્યાં તે આજે પણ ન ભૂલાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
    
  જે સ્વપ્ન જોયા તે પુરાં થયાં
   
  સંદેશ આપવાનું કહ્યું તો જયે નિખાલસતાથી કહ્યું કે, હું કોઈને શું કહી શકું. પરંતુ એકવાત ચોક્કસ કહીશ કે, બારમા ધોરણની પરીક્ષા બાદ 25 સ્વપ્ન સેવ્યાં હતાં. જેને એક કાગળમાં લખ્યા હતાં. જે થોડા સમય અગાઉ એ કાગળ હાથમાં આવ્યો તો અવાક રહી ગયો હતો. મોટાભાગના સ્વપ્ન એમાંથી પૂર્ણ થઈ ગયા છે. જેમાં એક યુનિવર્સિટીનો વિચાર હતો જે આગળના સમયમાં સાયબર યુનિવર્સિટી બનાવીને રહીશે. વળી ત્યારે પોલીટિક્સમાં જવાનું લખેલું તો હમણા એક્સટર્નલમાં પોલીટિકલ સાયન્સમાં અભ્યાસ ચાલુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ