સુરતના વરાછામાં પાટીદારો દ્વારા હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ, હવન બાદ શરૂ થઈ રામધૂન

હાર્દિકના ઉપવાસના આઠમાં દિવસે પાટીદારો દ્વારા સરકારના કાન ખૂલે તે માટે રામધૂન યોજાઈ

DivyaBhaskar.com | Updated - Sep 01, 2018, 11:22 AM
હાર્દિકના ઉપવાસના આઠમાં દિવસ
હાર્દિકના ઉપવાસના આઠમાં દિવસ

સુરતઃ પાટીદાર અનામત આંદોલનના પાસના કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદમાં તેના ઘરે થઈ રહેલા ઉપવાસનો આઠમો દિવસ છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ, હવન બાદ રામધૂનના આયોજન કરવામાં આવ્યાં છે.

રામધૂનથી સરકારના કાન ખોલવા પ્રયાસ

પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફ અને અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવાની માંગ સાથે સુરતમાં પાટીદારો દ્વારા છેલ્લા છ દિવસથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટીદારો દ્વારા પોતાની સોસાયટીઓમાં જ વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. રોજે રોજ અલગ અલગ સોસાયટીઓમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો આપીને સરકારના કાન ખોલવા માટેના પ્રયાસો થઈ રહ્યાનું જણાવવામાં આવી રહ્યું છે.

સરકારને સદબુધ્ધિ મળે તે માટે પ્રયાસઃ ધાર્મિક

સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, સરકારની બુધ્ધિ બહેર મારી ગઈ છે. ઘોર નિંદ્રામાં સૂતેલી સરકાર કોઈનું સાંભળતી નથી. જેના માટે પ્રતિક ઉપવાસ બાદ હવન અને ત્યારબાદ રામધૂનના કાર્યક્રમો આપવામાં આવ્યાં છે. જેથી ખેડૂતો, પાટીદારો અને યુવાનોની પીડા સમજાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

રામધૂન આ ત્રણ જગ્યાએ


- શાંતિ નિકેતન સોસાયટી પુણા ગામ

- અજમલધામ સોસાયટી સિમાડા

- યોગી નગર સોસાયટી યોગીચોક

X
હાર્દિકના ઉપવાસના આઠમાં દિવસહાર્દિકના ઉપવાસના આઠમાં દિવસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App