Home » Daxin Gujarat » Latest News » Surat City » PAAS leader hardik patel reached lajpor jail for meet alpesh but not meet alpesh

LRD પેપર લીક/ હાર્દિક પટેલે કહ્યું- ભાજપના મોટા નેતા સુધી તપાસનો રેલો પહોંચવો જોઈએ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:19 PM

જેલ મુક્તિ/ હાર્દિક પટેલની લાજપોર જેલમાં સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયા સાથે મુલાકાત ન થતા અલ્પેશના ઘરે પહોંચ્યો

  • * અલ્પેશના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં


    * આગામી રણનીતિ મીટીંગમાં નક્કી કરવામાં આવશે

    સુરતઃ
    અમદાવાદ અને સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ પાસ નેતા અલ્પેશ કથિરીયાને અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મળતાં જેલ મુક્તિનો માર્ગ મોકળો થયો છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિનો માર્ગ મોકળો થતાં સુરતના પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે પાસ નેતા હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયાના પિતા સાથે લાજપોર જેલ પહોંચ્યો હતો. જોકે, અલ્પેશ સાથે મુલાકાત ન થતા હાર્દિક અલ્પેશના ઘરે પહોંચ્યો હતો. અને પરિવારને મળ્યો હતો. દરમિયાન હાર્દિકે પેપર લીક કાંડ અંગે જણાવ્યું હતું કે, તલાટી પેપર લીક બાદ લોક રક્ષક પેપર લીક પણ ઉતર ગુજરાતમાંથી થયું છે. તપાસનો રેલો ભાજપના મોટા નેતા સુધી પહોંચવો જોઈએ.

    અલ્પેશ સાથે ન થઈ મુલાકાત

    હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અલ્પેશને તમામ કેસમાંથી જામીન મળી ગયા છે. જેથી તેની જેલમાંથી મુક્તિ થતા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલ્પેશની મુલાકાતે અલ્પેશના પિતા અને ધાર્મિક માલવિયા સાથે લાજપોર જેલ પહોંચ્યા હતા. જ્યાં મુલાકાત અંગેની અરજી કરી હતી. જોકે, જેલ પ્રશાસને જેલના કાયદા અને નિયમોને આધીન મુલાકાતની ના કહીં હતી.

    આગામી રણનીતિ ઘડવામાં આવશે

    અલ્પેશ કથીરિયાના બહાર આવ્યા બાદ પાસની રણનીતિ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, અલ્પેશ જેલમાંથી બહાર આવ્યા બાદ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને ધામધૂમપૂર્વક તેને ઘરે લઈ જવામાં આવશે. અલ્પેશ મુક્ત થતા જુસ્સો વધ્યો છે. જેથી અમરેલીમાં 20 ડિસેમ્બરના રોજ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 23મીના રોજ બાલાપરમાં વિશાળ ખેડૂત સભાનું આયોજન થશે.

    બનાસ ડેરી સુધી તપાસ પહોંચાડો તો સાચો ગુનેગાર પકડાશેઃ હાર્દિક

    અલ્પેશ કથીરિયાના ઘરે પહોંચેલા હાર્દિકે પેપર લીક કાંડ અંગે જણાવ્યું હતું કે, તલાટી પેપર લીક બાદ લોક રક્ષક પેપર લીક પણ ઉતર ગુજરાતમાંથી થયું છે. તપાસનો રેલો ભાજપના મોટા નેતા સુધી પહોંચવો જોઈએ. પેપરકાંડમાં પકડાયેલા તમામ મહોરા છે. બનાસ ડેરી સુધી તપાસ પહોંચાડો તો સાચો ગુનેગાર પકડાશે. દરેક વખતે ઉતર ગુજરાતમાંથી પેપર કાંડ થાય છે. લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. સરકારનો આંકડો અને ભેંસનો ફાંકડો કહેવત પ્રમાણે ભાજપ આંકડાઓ બતાવી સરકાર બનાવે છે. પેપર કાંડમાં શંકર ચૌધરીના નામની તપાસ કરાવો. તલાટી કાંડમાં ભુપેન્દ્રસિંહ અને શંકરસિંહ ચૌધરીનું નામ આવ્યું હતું. લોક રક્ષક પેપર લીક કાંડમાં પણ બનાસડેરીમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 9 લાખ લોકોના ભવિષ્ય પણ પાણી ફેરવી નાખ્યું છે. તલાટી, લોક રક્ષક, ટાટના કાંડ ઉતર ગુજરાતમાં થયા છે.

    મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર નિવેદન

    હાર્દિકે જણાવ્યું હતું કે, ગત વખતે બચી ગયા હતા ,પરંતુ આ વખતે બદલી જશે. મને ઘણા લોકોએ કહ્યું હતું કે, આ વખતે વિજયભાઈ રૂપાણીનું રાજીનામુ લઈ લેવામાં આવશે. ગત વખતે પણ લઈ લેવામાં આવ્યું હતું, પરતું બાદમાં પરત લઈ લેવામાં આવ્યું હતું. પેપેર લીક કાંડને રોકી શકે તેવા સીએમ જોઇએ છે.

    ત્રણ દિવસીય સંકલ્પ યાત્રા યોજાશે

    પાસ દ્વારા અલ્પેશની મુક્તિ બાદના કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અલ્પેશની મુક્તિની ખુશીમાં ત્રણ દિવસીય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ યાત્રાની મંજૂરી માગવામાં આવી છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યાત્રા અંગે વિચારણ હતી જે હાલ મુલતવી રાખવામાં આવી છે.

    સંકલ્પ યાત્રાનો રૂટ

    પહેલો દિવસ- લાજપોર જેલથી સુરતના પાટીદાર વિસ્તારમાં ફરશે
    બીજો દિવસ- સુરતથી કાગવડ ખોડલધામ જશે
    ત્રીજો દિવસ- ખોડલધામથી ઉંઝા ઉમિયાધામ જઈ સમાપન થશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ