વધુ એક ઓડિયો / સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 06:31 PM
X

  • ભાજપ-કોંગ્રેસ બાદ પોલીસને ચિમકી આપવામાં આવી
  • બે ધારાસભ્યએ અલ્પેશના પરિવારની મુલાકાત લીધી

સુરતઃ અમરોલી રાજદ્રોહ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા અલ્પેશ કથીરિયાને પોલીસ શોધી રહી છે. દરમિયાન અલ્પેશ કથીરિયાની વધુ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં પોલીસને અંગત જીવનમાં ડોક્યુ ન કરવાની ચિમકી આપવામાં આવી છે.

અલ્પેશે ઓડિયોમાં શું કહ્યું
1.અલ્પેશ વાયરલ ઓડિયો ક્લિપમાં જણાવી રહ્યો છે કે, એક માસ વીતવા છતાં રાજીસ્ટ્રી ડિપાર્ટમેન્ટે કાર્યવાહી નથી કરી એનું મને દુઃખ નથી પરંતુ મારા પરિવાર, મિત્ર-મંડળ અને ખાસ કરીને મારા વ્યવસાય સાથે સંકળાયેલા વકીલ મિત્રોને કાઈમ બ્રાન્ચ હેરાન કરી રહી છે. પીએસઆઈ ત્રિવેદીને વિનંતી કરું છું સુરત શહેરની પબ્લિક-જનતા, પાસની ટીમ અને મારા પરિવારને ખાસ કરીને મારા ધંધાને અસર કરવાના એક પણ પ્રયત્ન ના કરે નહીંતર આવનારા દિવસોમાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે. અને આ મેસેજથી સુરત પોલીસને મારી વિનંતી છે કે, કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધે. કોઈના અંગત જીવનમાં જવાનો સહેજ પણ ડોક્યુ ના કરે નહીંતર તમારા અંગત જીવનમાં ડોક્યુ કરવાનું પણ મને આવડે છે.
સરદારની તસવીર દૂર કરવા અલ્ટીમેટમ
2.થોડા દિવસો પહેલા 6 ફેબ્રુઆરીના રોજ અલ્પેશની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા 70 વર્ષથી સરદાર પટેલના નામે માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ રાજકારણના રોટલા શેકી રહી છે. અટલે બંને કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં સરદાર પટેલના નામનો દૂરઉપયોગ ન કરે. અને 70 વર્ષ બાદ ગુજરાતની કોંગ્રેસ પાર્ટીએ પોતાના બેનરમાં સરદાર પટેલને સ્થાન આપ્યું છે.અને સરદાર પટેલના ફોટોનો ઉપયોગ કરી સમાજને ગેરમાર્ગે દોરી ચૂંટણી જીતવાનો નિષકલંક પ્રયાસ કરી રહી છે.મારી મીડિયાના માધ્યમથી  સમગ્ર ગુજરાતની કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસને વિનંતી છે કે 24 કલાકની અંદર તમામ બેનરમાંથી સરદાર પટેલના ફોટોને દૂર કરવામાં આવે. કેમ કે 70 વર્ષ સુધી જેમણે સરદાર પટેલના ફોટાને પોતાના ફોટામાં કે ક્યાંય સ્થાન ન આપ્યું એ માત્રને માત્ર 2019ના ઈલેક્શન જીતવા  માટે સરદાર પટેલના ફોટાનો રાજકીય દૂરઉપયોગ ન કરી શકે. 24 કલાકમાં તમામ બેનરમાંથી સરદાર પટેલના ફોટો દૂર નહીં કરવામાં આવે તો ગુજરાતભરની પાસની ટીમ ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરશે.
અલ્પેશના પરિવારની મુલાકાતે લલિત વસોયા
3.પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર અને હાલના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના ઘરે તેના માતા-પિતાની મુલાકાત પહોંચ્યા હતા. અને જણાવ્યું હતું કે, અલ્પેશન પરિવારજનોને પરેશાન કરવાનું પોલીસે શરૂ કર્યું છે. સરકારને ચેતવણી આપીએ છીએ કે, ત્રેવડ હોય તો અલ્પેશને પકડે પણ પરિવારજનો અને ભાગીદારોને હેરાન કરવાનું બંધ કરો. જે દિવસે અમે સત્તામાં હશું ત્યારે અમે વ્યાજ સાથે વસુલ કરીશું.  જ્યારે કિરીટ પટેલે જણાવ્યું હતું કે, સરકાર પોલીસનો દુરુપયોગ બંધ કરે. વિધાનસભાના સત્રમાં અલ્પેશનો મુદ્દો ઉઠાવીશું. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App