ઓડિશા પર્વમાં સુરત આવેલા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, કોંગ્રેસની સરકારે વારસામાં આપ્યું દેવું

બે દિવસીય ઓડિશા પર્વમાં આવેલા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્રના કોંગ્રેસ પર આકરા પ્રહાર
બે દિવસીય ઓડિશા પર્વમાં આવેલા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્રના કોંગ્રેસ પર આકરા પ્રહાર

DivyaBhaskar.com

Sep 02, 2018, 12:32 PM IST

સુરત: સરસાણા કન્વેન્સન સેન્ટર ખાતે બે દિવસીય ઓડિશા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે પ્રથમ દિવસે હાજરી આપવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આવી પહોંચ્યા હતા. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ ઉપર તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ માટે વૈશ્વિક રીતે ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણે છે. સાથે જ તેમણે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરાતં જણાવ્યું કે, ગત યુપીએ સરકારે માત્ર આ સરકારને વારસામાં દેવું જ આપ્યું છે.

કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવે છેઃ પ્રધાન

કોંગ્રેસ દ્વારા પેટ્રોલ એને ડિઝલના ભાવ વધારાને લઈને સરકાર ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, યુપીએ સરકારના કારણે વર્તમાન સરકાર ઉપર દોઢ લાખ કરોડનું દેવુ થયું છે. કોંગ્રેસ જુઠાણું ન ફેલાવે, વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થયો છે. વિશ્વના બધા દેશોની કરન્સીના ભાવ તૂટ્યા છે. જેની અસર ભારતની કરન્સી ઉપર પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી દેશની અર્થવ્યવસ્થાને બગાડીને સત્તા છોડીને ગઈ છે.વળી પાડોશી દેશોને સરકાર સસ્તું પેટ્રોલ-ડિઝલ આપતી હોવાના કોંગ્રેસના આક્ષેપને પાયાવિહોણી અને જુઠ્ઠાણું કહ્યું હતું.

પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટે તેવી સ્થિતી સરકારના હાથમાં નથી

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, પેટ્રોલ ડિઝલના ભાવ વધારા ઘટાડાની આ સ્થિતિ સરકારના હાથમાં નથી. આને માટે આ બે આંતરાષ્ટ્રીય કારણો જવાબદાર છે, જેમાં એક કારણ એ કે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ન વધી શક્યું તેમજ ઈરાન દેશની સ્થિતિના કારણે તણાવ પણ છે. જેના કારણે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ અમેરિકાની જે નવી નીતિ બની છે, તેનાથી પણ ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે.

ઓડિશા પર્વ સારું આયોજનઃ ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં થયેલું આ આયોજન ખૂબ સારૂં છે. સુરતમાં સાતેક લાખ ઉડિયાવાસીઓ રહે છે. તેમને આ પર્વ થકી સારું પ્લેટફોર્મ મળી રહેશે. સાથે જ આવનારા સમયમાં સુરતની પ્રગતિમાં સહભાગી થયેલા ઓડિશાવાસીઓ દ્વારા બન્ને પ્રદેશને લાભ થઈ શકે તેમ છે. અને તે આ પ્રકારના આયોજનથી બન્ને પ્રદેશનો વિકાસ ઝડપથી થઈ શકશે.

X
બે દિવસીય ઓડિશા પર્વમાં આવેલા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્રના કોંગ્રેસ પર આકરા પ્રહારબે દિવસીય ઓડિશા પર્વમાં આવેલા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્રના કોંગ્રેસ પર આકરા પ્રહાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી