ઉત્સાહ / સુરતમાં નમો અગેઈન કુર્તીઓની મહિલાઓમાં ડિમાન્ડ વધી

DivyaBhaskar.com | Updated - Feb 12, 2019, 09:28 AM
અલગ-અલગ કુર્તીઓ પર નમો અગેઈન લ
અલગ-અલગ કુર્તીઓ પર નમો અગેઈન લ
X
અલગ-અલગ કુર્તીઓ પર નમો અગેઈન લઅલગ-અલગ કુર્તીઓ પર નમો અગેઈન લ

  • કુર્તીઓ ટપોટપ વેચાઈ ગઈ
  • ફેશન ડિઝાઈનરે કુર્તી બનાવી

સુરતઃ લોકસભા 2019 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષનો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. પણ આ પહેલી એવી ચૂંટણી હશે જેમાં લોકો પણ પોતાના મનપસંદ નેતાઓના પ્રચાર માટે કપડાઓ પર તેમનો ફોટો કે નામ લખાવી પ્રચાર કરી રહ્યા છે. જેનું જીવતું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં દેખાય રહી છે. સુરતની એક ફેશન ડિઝાઈનરે નમો અગેઈન કુર્તીઓ પર લખાવતા મહિલાઓમાં લોકપ્રિય બની છે.

ભાજપના કેમ્પેઈનને સમર્થન
1.ખાસ કરીને આ વખતે પીએમ મોદીને ફરી વિજયી બનાવવા ભાજપના કાર્યકરોએ નમો અગેઇન કેમ્પઈન શરૂ કર્યું છે. મોદીને પસંદ કરતાં લોકોએ પણ નમો અગેઇનની ટી શર્ટ પહેરીને મોદીને પોતાનું સમર્થન આપ્યું છે. ત્યારે એક ફેશન ડિઝાઇનરે કુર્તીઓ પર નમો અગેઇન સાથે મોદીજીના ફોટો વાળો લોગો બનાવી વેચાણમાં મુકતા તમામ કુર્તીઓ ટપોટપ વેચાઈ ગયા છે. 
કુર્તીઓની ડિમાન્ડ વધી
2.નમો અગેઇન લખેલી કુર્તીઓની હજી પણ ડિમાન્ડ આવી રહી હોવાનું આ ડિઝાઇનરે જણાવ્યું છે. આ ફેશન ડિઝાઇનરે તાજેતરમાં જ શરૂ કરેલ બ્યૂટીકમાં આ નમો કુર્તા વેચાઈ રહ્યા છે. જેમાં મહિલાઓ આ કુર્તી ખરીદવા માટે ડિમાન્ડ કરી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App