સુરત: ડિંડોલીમાં એક સાથે બે દુકાનોના તાળા તોડી એક લાખથી વધુની ચોરી, CCTV

ડિંડોલીમાં એક સાથે બે દુકાનોના તાળા તોડીને એક લાખથી ‌વધુની ચોરી કરી ચોરે સીસીટીવી કેમેરાને નુકશાન કર્યું

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 08:41 PM

સુરતઃ ડિંડોલીમાં એક સાથે બે દુકાનોના તાળા તોડીને એક લાખથી ‌વધુની ચોરી કરી ચોરે સીસીટીવી કેમેરાને નુકશાન કર્યું છે. સીસીટીવી કેમેરામાં એક શખ્સ ચોરી કરતો નજરે ચડે છે. આ ફુટેજના આધારે ડિંડોલી પોલીસે ચોરને શોધવા કવાયત હાથ ધરી છે.બે દુકાનમાં ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ

ડિંડોલી નવાગામ અશ્વીની પાર્ક રહેતા અને ડિંડોલી શ્રી રેસીડન્સીમાં ઓટો કન્સલન્ટની દુકાન ચલાવતા ચંદ્વાકાંત રામરતન મોર્યાની દુકાનમાં 15મી તારીખે વહેલી સવારે ચોરી થઈ હતી. ધારદાર કટર વડે શટરની કડીઓ કાપી દુકાનમાં પ્રવેશીને લેપટોપ, રોકડ, ડિવીઆર મળી 98 હજારની ચોરી કરી હતી. ઉપરાંત ચોરે દુકાન નં-4 માં પણ ચોરી કરી હતી. જેમાંથી ચોરે 4 હજારની રોકડ ચોરી કરી હતી. 1 લાખથી વધુની ચોરી કરવા દુકાનમાં ઘુસેલો ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. સીસીટીવીમાં ચોરનો ચહેરો પણ ખુલ્લો નજરે પડે છે. જેથી પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App