વેપલો / નવસારીના બીલીમોરા નજીક 3.50 કરોડની જૂની નોટ સાથે 4 પકડાયા

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 10:19 AM
500 અને 1000ના દરની નોટ સાથે 4ની પોલ
500 અને 1000ના દરની નોટ સાથે 4ની પોલ
X
500 અને 1000ના દરની નોટ સાથે 4ની પોલ500 અને 1000ના દરની નોટ સાથે 4ની પોલ

  • નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી
  • રાજ્યમાં જૂની ચલણી નોટ ઝડપાવાની પ્રથા યથાવત

સુરતઃ બીલીમોરા પાસે ઉંડાચ ગામ નજીકથી કારમાં લઇ જવાતી રૂપિયા 3.50 કરોડની કિંમતની જૂની ચલણી નોટ સાથે ચાર ઝડપાયા હતા.  નવસારી એલસીબીએ મોડી રાત્રે 11.30 કલાકે જૂની નોટ સાથે ચારને દબોચી લીધા હતા. 

500 અને 1000ના દરની નોટ મળી
1.નવસારીમાં એલસીબી પીઆઇ ગૌસ્વામી તથા તેમની ટીમ બીલીમોરા વિસ્તારમાં રાત્રે 11.30 કલાકે પેટ્રોલિંગમાં હતા, ત્યારે એક કાર નંબર (MH 04 K 8398 )માં જૂની ચલણી નોટ લઈને ચારેક જણા પસાર થઈ રહ્યા છે.  પોલીસને મળેલી બાતમી મુજબની આ કારની તપાસ કરતા તેમાંથી રદ્દ જૂની ચલણી નોટ રૂપિયા 2,16,50,000ની 500ના દરની 43,400 અને 1,34,32,000ની કિંમતની 1000ના દરની 13,432 મળી કુલ રૂ. 3,50,82,000ની કિંમતની નોટ મળી હતી. 
ચારની અટકાયત
2.પોલીસે કારનો અને રદ્દ થયેલી જૂની ચલણી નોટનો કબજો લઇ કારમાં જૂની ચલણી નોટની હેરાફેરી કરનાર જીતેન્દ્ર પાણીગ્રહી, મહમદ મોબીન(મુંબઈ), ફકીર મોટરવાલા(જલાલપોર) અને અલતાફ શેખ(વલસાડ)ની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી નોટ ક્યાથી લાવ્યા હતા? અને કોને આપનાર હતા એ રેકેટને શોધવા માટે કવાયત હાથ ધરી છે.
નોટબંધીના 2 વર્ષે જૂની નોટ ઝડપાઈ
3.નોટબંધી બાદ જુની ચલણી નોટો મોટી સંખ્યામાં રાખવીએ નાણામંત્રાલયે ગુનાહિત કૃત્ય જાહેર કર્યુ છે. જૂની 500 અને 1 હજારની નોટો બદલવા માટે સમય આપવામા આવ્યો હતો એ પુર્ણ થઈ ગયો છે અને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતા પ્રતિબંધિત ગણાતી જૂની 500 અને1 હજારની નોટો પકડવાના કિસ્સાઓ બની રહ્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App