દરોડા / સુરતમાં સ્ટેટ વિજિલન્સની રેડમાં 250થી વધુ પેટી દારૂ ઝડપાયો

DivyaBhaskar.com | Updated - Apr 16, 2019, 02:08 PM

  • પેટ્રોલના ટેન્કરમાં દારૂ મળી આવ્યો
  • 17 લાખનો દારૂ અને ટેન્કર કબ્જે કર્યું

સુરતઃ ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે લોકસભા ઈલેક્શન પહેલાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં 250થી વધુ દારૂની પેટીઓ મળી આવી હતી. અને બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

એક આરોપીની ધરપકડ કરી

લોકસભા ઈલેક્શન પહેલાં સુરતના ઉધના વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચવા માટે પેટ્રોલના ટેન્કરમાં દારૂ ભરી લાવવામાં આવ્યો હતો. પેટ્રોલ ટેન્કરમાંથી 250થી વધુ દારૂની પેટીઓ મળી આવી હતી. દરમિયાન સ્થાનિક અને શહેરની પોલીસ ઉંધતી ઝડપાઈ હતી. અને સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ દ્વારા 17 લાખના દારૂ અને ટેન્કરને કબ્જે કરી બે આરોપીની ધરપકડ કરી હતી. હાલ વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App