મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપે ઈન્દોરની 16 બેઠકોની જવાબદારી નવસારીના સાંસદને સોંપી

બિહાર, કર્ણાટકની ચૂંટણીમાં જવાબદારી સાથે પ્રભારી બનેલા સી.આર.પાટીલ ગજવશે એમપી
બિહાર, કર્ણાટકની ચૂંટણીમાં જવાબદારી સાથે પ્રભારી બનેલા સી.આર.પાટીલ ગજવશે એમપી

DivyaBhaskar.com

Nov 10, 2018, 11:25 AM IST

સુરતઃ હાલ ત્રણ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સભાઓ સંબોધી રહ્યાં છે. મધ્યપ્રદેશમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની જીત થાય તે માટે એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરની 16 બેઠકોની જવાબદારી નવસારીના સાંસદ સી.આર. પાટીલને સોંપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસો અગાઉ વડાપ્રધાને ટ્વિટ કરીને સીઆર પાટીલની કામગીરીને વખાણી હતી.

બિહાર,કર્ણાટક બાદ મધ્યપ્રદેશની જવાબદારી

બિહાર, કર્ણાટક બાદ હવે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ સી.આર. પાટીલને મધ્યપ્રદેશમાં ઇન્દોર ક્ષેત્રમાં આવતી લોકસભાની 16 બેઠકો પર પ્રચાર પ્રસારની જવાબદારી સાથે પ્રભારી બનાવ્યા છે. એક વખત સી.આર. પાટીલ આ ક્ષેત્રની મુલાકાત લઇ આવ્યા છે અને હવે આગામી સપ્તાહમાં પોતાની ટીમ સાથે મધ્યપ્રદેશમાં તેમને સોંપાયેલી કામગીરી કરવા માટે પ્રયાણ કરશે.

આ બેઠકોની સોંપાઈ જવાબદારી

સી.આર. પાટીલને ઇન્દોર ક્ષેત્રમાં આવતા બડવાની જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠકો, ખંડવા જિલ્લામાં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો, બુહરાનપુર જિલ્લામાં આવતી કુલ 2 બેઠકો અને ખરગોણ જિલ્લામાં આવતી કુલ 6 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય બીજીપી કાર્યકારણની બેઠકમાં તેમને આ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી હતી.

સીઆર કરે છે માઈક્રો પ્લાનિંગ

સી.આર. પાટીલને ઇલેકશન સ્પેશ્યલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમકે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ ભાજપા ક્યારેય જીત્યું ન હતું એવા ક્ષેત્રની વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડીને સી.આર. પાટીલે ભાજપાના ઉમેદવારો વિજયી બને તે માટેનું નેટવર્ક ગોઠવ્યું હતું. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે.

બિહારમાં મળી હતી પછડાટ

બિહારમાં સીઆર પાટીલને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, તેમને સોંપાયેલી જવાબદારી વાળી મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો ભૂંડી રીતે હારી ગયા હતાં. ત્યારબાદની ચૂંટણીઓમાં સીઆરને ભૂલી જઈને કર્ણાટકમાં જવાબદારી સોંપાઈ હતી.

X
બિહાર, કર્ણાટકની ચૂંટણીમાં જવાબદારી સાથે પ્રભારી બનેલા સી.આર.પાટીલ ગજવશે એમપીબિહાર, કર્ણાટકની ચૂંટણીમાં જવાબદારી સાથે પ્રભારી બનેલા સી.આર.પાટીલ ગજવશે એમપી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી