LRD પેપર લીક / LRD પેપર લીક/ મુખ્ય આરોપી યશપાલસિંહ પરીક્ષા આપવા સુરત આવ્યો હતો, પરીક્ષા ખંડના CCTVમાં કેદ

DivyaBhaskar.com

Dec 06, 2018, 03:04 PM IST
યશપાલસિંહ પરીક્ષા ખંડમાં આવતા અને જતા કેદ થયો
યશપાલસિંહ પરીક્ષા ખંડમાં આવતા અને જતા કેદ થયો
આ સ્કૂલમાં યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર હતું
આ સ્કૂલમાં યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર હતું
સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો
સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો

* પેપર લીક થયું હોવાની જાણ થતા યશપાલસિંહ સુરતથી જ ફરાર થઈ ગયો હતો


સુરતઃ ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના પેપર લીક કેસમાં મુખ્ય આરોપી યશપાલસિંહની પોલીસે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર સુરતમાં અલથાણ ખાતે આવેલી સોગાયો કેળવણી મંડળ સંચાલિત શ્રી દયાળજી કસનજી ભટારકર વિદ્યાસંકુલ હતું. યશપાલસિંહ પરીક્ષા આપવા માટે સુરત પણ આવ્યો હતો. પરીક્ષા ખંડમાં હાજર યશપાલસિંહ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

મહિસાગરથી યશપાલ ઝડપાયો

લોકરક્ષક દળ ભરતી પેપર લીક કેસમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે આરોપી યશપાલસિંહ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે યશપાલસિંહને મહિસાગરના વીરપુર પાસેથી ઝડપી લીધો હતો.

સીસીટીવીમાં કેદ

યશપાલસિંહ પરીક્ષા ખંડમાં હાજર હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યશપાલસિંહ પરીક્ષા ખંડમાં પેપર શરૂ થતા પહેલા પહોંચી ગયો હતો. જ્યારે પરીક્ષા ખંડમાં પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવતા પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી જાય છે.

સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો

પરીક્ષા કેન્દ્રના રજિસ્ટરમાં યશપાલસિંહના નામ અને કેન્દ્ર નામ સાથે ફોટો પણ છે. જેમાં યશપાસસિંગે રજિસ્ટરમાં સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો. રજિસ્ટરમાં યશપાલસિંહની પરીક્ષાને લગતી તમામ માહિતી છે.
X
યશપાલસિંહ પરીક્ષા ખંડમાં આવતા અને જતા કેદ થયોયશપાલસિંહ પરીક્ષા ખંડમાં આવતા અને જતા કેદ થયો
આ સ્કૂલમાં યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર હતુંઆ સ્કૂલમાં યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર હતું
સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતોસહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી