લોકસભા ચૂંટણી / ભાજપના ત્રણ નિરીક્ષકો સુરતમાં, સેફ ગણાતી બેઠક માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 11:11 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • બે ટર્મથી જીતતા સાંસદનો સામાન્ય લોકો સાથે ઘરોબો ઓછો રહ્યો

સુરતઃ આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપે હાથ ધરી દીધી છે. લોકસભા બેઠક માટે ત્રણ ત્રણ નિરીક્ષકો પણ નિયુક્ત કરી છે. અને આજે સુરત લોકસભાની બેઠકના નિરીક્ષકો ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરત બારોટ અને ભાવનાબેન દવે ઉધનાના ભાજપ કાર્યલય ખાતે પહોંચીને દાવેદારોને સાંભળવાનું શરૂ કર્યું છે. જોકે, ભાજપ માટે સેફ ગણાતી બેઠકમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલના સાંસદની ટિકિટ કપાવાની શક્યતા
1.દર્શના જરદોષ શાસક પક્ષના હોવા છતાં તેમની સક્રિયતા જોવા મળતી નથી. સુરતના પ્રશ્નો મુદ્દે તેઓની રજૂઆત ધારદાર રહી નથી. તેઓ સુરતના સાંસદ હોવા છતાં જીએસટી, એરપોર્ટના મુદ્દે સક્રિય રહ્યાં નહોતાં. મોટા કાર્યક્રમો દેખાતા દર્શના જરદોષનો સામાન્ય લોકો સાથે ઘરોબો ઓછો રહ્યો છે. આથી આ વખતે તેમની ટિકિટ કપાશે એવી શક્યતા બળવત્તર જણાય છે.
સૌરાષ્ટ્રીયન અને સુરતી લોબી વચ્ચે હરિફાઈ
2.સુરતમાં મૂળ સુરતી અને સૌરાષ્ટ્રીય લોબી વચ્ચે તીવ્ર હરિફાઈ જોવા મળે છે. ભાજપ જો મૂળ સુરતીને આપે તો શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા,પૂર્ણેશ મોદી અને અજય ચોક્સી જ્યારે સૌરાષ્ટ્રીયન લોબીમાંથી નાનુ વાનાણી અને મહિલા નેતામાં દર્શિની કોઠીયાની શક્યતા છે. આ ઉમેદવારો સહિત સાતથી આછ ઉમેદાવારો રેસમાં દોડી રહ્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App