ગુણવતાભર્યું શિક્ષણ / ગુણવતાભર્યું શિક્ષણ/ સુરતની સરકારી સ્કુલમાં એડમિશન માટે વાલી-વિદ્યાર્થીઓએ લગાવી લાઈન

DivyaBhaskar.com

Dec 06, 2018, 11:20 AM IST
આચાર્ય શિક્ષકોના પુત્રો પણ સમિતિની જ સ્કુલમાં
આચાર્ય શિક્ષકોના પુત્રો પણ સમિતિની જ સ્કુલમાં

સુરતઃ ઉત્રાણમાં બનેલી નવી શાળામાં સ્ટાફ અને સિક્ષણનું સ્તર સુધારવા માટેના પ્રયાસના કારણે સ્કુલના વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ મેળવવા લાઈન લગાવી રહ્યા છે. સમિતિ માટે ગૌરવ લેવા જેવી આ સ્કુલનું ઉદાહરણ લઈ અન્ય સ્કુલમાં પણ શિક્ષણનું સ્તર સુધારવામાં આવે તેવી માંગણી પણ થઈ રહી છે.



- સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણમાં ગત વર્ષે 300 વિદ્યાર્થીની સંખ્યા સાથે સ્કુલ શરૂ કરવામાં આવી હતી, પરંતુ એક જ વર્ષમાં આઠ વર્ગના બદલે 18 વર્ગ કરી દેવાની શિક્ષણ સમિતિને ફરજ પડી છે.
- આ પાછળનું કારણ એ છે કે, સ્કુલમાં વર્ગની સંખ્યા ડબલ કરી દેવામાં આવી અને 750 જેટલા વિદ્યાર્થીની સંખ્યા થઈ ગઈ છે. આટલા વિદ્યાર્થીના સમાવેશ બાદ પણ હાલ નવા એડમીશન માટે વિદ્યાર્થીઓનો ઘસારો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અન્ય સ્કુલમાં ગણવતાભર્યું શિક્ષણ મળે તે માટે માંગ

ઉત્રાણની શાળા ક્રમાંક 334 મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં એડમીશન માટે કોર્પોરેટર, શિક્ષણ સમિતિના શાસક-વિપક્ષી સભ્યો ભલામણ ચીઠ્ઠી લખીને એડમીશન આપવા માટેની ભલામણ કરે છે. એક જ વર્ષમાં ઉત્રાણની સ્કુલના શિક્ષણના સ્તરની વાત બહાર જતાં આસપાસની ખાનગી સ્કુલમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એડમીશન મ્યુનિસિપલ સંચાલિત સ્કુલમાં લઈ રહ્યાં છે. આ સ્કુલનો આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ જે રીતે કામગીરી કરે છે. તે જોતાં આ વિસ્તારમાં મ્યુનિસિપલની આ સ્કુલની ગણના ટોપની સ્કુલમાં થઈ શકે છે. મ્યુનિસિપલની નવી શરૂ કરવામાં આવેલી ઉત્રાણ સ્કુલમાં ખાનગી સ્કુલમાંથી બાળક એડમીશન લઈ રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અન્ય સ્કુલમાં અપનાવીને ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાભર્યું શિક્ષણ મળે તેવી કામગીરી કરવી જોઈએ તેવી માંગ થઈ રહી છે.

સર-ટીચરને બદલે ગુરૂજી અને દીદીનું સંબોધન

ઉત્રાણની સ્કુલમાં શિક્ષણનું સ્તર સુધરવા પાછળનું કારણ આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કરેલી આત્મિયતા છે. શાળના આચાર્યએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આત્મીયતા હોય અને વિદ્યાર્થીઓ તેમની સમસ્યા સરળતાથી રજૂ કરી શકે તેવું વાતાવરણ સ્કુલમાં બનાવવામા આવ્યું છે. સ્કુલમાં સર અને ટીચરનું સંબોધન વિદ્યાર્થીઓ કરતાં જ નથી તેના બદલે ગુરૂજી અને દીદીનું સંબોધન કરે છે. આવા પ્રકારના સંબોધનના કારણે આત્મિયતા વધતાં ગુરૂ અને વિદ્યાર્થી વચ્ચેનો ગેપ ઘટી જતાં તેઓની સમસ્યા ઘણી સરળતાથી દૂર થઈ શકે અને તેના કારણે જ શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ લાવવાના પ્રયાસમાં સફળતા મળી રહી છે.

આચાર્ય શિક્ષકોના પુત્રો પણ સમિતિની જ સ્કુલમાં

શિક્ષણ સમિતિની ઉત્રાણ સ્કુલમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે આત્મિયતા ઉપરાંત આચાર્ય અને શિક્ષકોના બાળકો જ અભ્યાસ કરતે તે પણ છે. આ સ્કુલના આચાર્ય અને કેટલાક શિક્ષકોએ અન્ય વાલીઓમાં વિશ્વાસ વધે અને શિક્ષણ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા માટે અનોખો પ્રયોગ કર્યો છે. શાળાનાં આચાર્યના બન્ને બાળકો પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત આ સ્કુલના કેટલાક શિક્ષક અને સમિતિના કેટલાક શિક્ષકો જેઓ આ વિસ્તારમાં રહે છે તેના પણ કેટલાક બાળકો ઉત્રાણની સ્કુલમાં અભ્યાસ કરે છે. જ્યારે આચાર્ય અને શિક્ષકોના બાળકો જ શાળામાં અભ્યાસ કરતાં હોય તેવી શાળામાં વાલીઓનો વિશ્વાસ પણ વધે છે.
X
આચાર્ય શિક્ષકોના પુત્રો પણ સમિતિની જ સ્કુલમાંઆચાર્ય શિક્ષકોના પુત્રો પણ સમિતિની જ સ્કુલમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી