Home » Daxin Gujarat » Latest News » Surat City » Jagdish Italiya Sung Song for Wife On Wedding Anniversary And Viral On Social Media

વેડિંગ એનિવર્સરી પર પતિએ પત્ની માટે ગાયેલા ગીતના વીડિયોને 34 લાખથી વધુ લોકોએ જોયો

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 04:57 PM

સ્વપ્ન જોઈને તેને સાકાર કરવા માટે પ્રયત્ન કરતાં મળવા જેવા માણસ જગદીશભાઈ ઈટાલીયા

 • હિમાલયને ચૂર્ણ કરવાના જુસ્સાથી નિષ્ફળતાને સફળતામાં તબદીલ કરતું ઈટાલીયા પરિવાર

  સુરતઃ શહેરના જગદીશભાઈ ટ્રાફ્રિક કેમ્પેન I-follow અને યુ ટર્ન જેવી પ્રવૃતિની સાથે સફળ સ્કૂલ સંચાલક તરીકે સ્ટુડન્ટમાં હતાશા દૂર કરી નવો જુસ્સો ભરી રહ્યાં છે. જગદીશભાઈએ પોતાની પત્ની માટે ગીત ગાયુ હતું જેને 34 લાખ લોકોએ યુટ્યુબમાં જોયું છે. ઘરની એક જ છત નીચે એકથી વધુ પ્રતિભાઓ એક સાથે રહેતી હોય ત્યારે ત્યાં રેકોર્ડ બ્રેક કામો જ થતાં હોવાનું ઈટાલીયા પરિવારે સાબિત કરી આપ્યું છે. પોતાના શોખમાં પરિવારને આગળ કરતા પત્ની અને પુત્રે પોતાની હિંમતના જોરે વિક્રમો સર્જયા છે.

  નિષ્ફળતામાંથી શીખ

  ધોરણ 12ની નિષ્ફળતામાંથી શીખ લઈને કોઈ જ ટ્રેનિંગ વગર ગાયન, ફોટોગ્રાફી, સાયક્લિંગને નવી દિશા આપનાર જગદીશ ઈટાલીયા સોશિયલ મીડિયાના બખૂબી ઉપયોગની સાથે સામાજિક ક્ષેત્રે દેશના સૌથી મોટા ટ્રાફ્રિક કેમ્પેન I-follow અને યુ ટર્ન જેવી પ્રવૃતિની સાથે સફળ સ્કૂલ સંચાલક તરીકે સ્ટુડન્ટમાં હતાશા દૂર કરી નવો જુસ્સો ભરી રહ્યાં છે.

  બાળપણથી લીધી આગેવાની

  2 ઓગસ્ટ 1974ના રોજ રામજીભાઈ ઈટાલીયાના ઘરે જન્મેલા જગદીશભાઈ પિતાના ચાર સંતાનોમાં ત્રીજો નંબર ધરાવે છે. જગદીશભાઈ ઈટાલીયા બાળપણથી પ્રતિભા સંપન્ન છે. અને સાધના સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે તેઓ વિદ્યાર્થીઓના આગેવાન પણ હતાં. બાદમાં પુનામાં ડિપ્લોમાં કેમિકલ એન્જિનિયરિંગ કરવાની સાથે મુંબઈમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. આજે હજારો લોકોની માનવમેદનીને પોતાની ગીત શબ્દોની ભૂરકીથી મંત્રમુગ્ધ કરતાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે, શાળાના દિવસોમાં સ્ટેજ ફિયર અને કોમ્પલેક્સ પણ હતો. પરંતુ ધીમે ધીમે પ્રયત્નપૂર્વક એ દૂર કરવામાં સફળતા મળી છે.

  બાળપણથી ઓટોગ્રાફ આપવાનો હતો શોખ

  જગદીશભાઈએ શાળાના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, સ્કૂલમાં ટીચર બધાને પુછતાં કે તારે શું બનવું છે ત્યારે મેં ફિલ્મમાં હીરો બનીને લોકોને ઓટોગ્રાફ આપવાની વાત કરી હતી. ત્યારથી અંદર ઓટોગ્રાફ આપવાની બહુ ઈચ્છા હતી અને આખરે ટીવી શોમાં ભાગ લઈને લોકોને ઓટોગ્રાફ આપ્યા ત્યારે એ સપનું પુરૂ થયું હતું. આજે સ્થિતિ એવી છે કે, પરિવારના દરેક સભ્ય પાસે લોકો ઓટોગ્રાફથી સેલ્ફી લે તે પ્રકારની સિધ્ધી તમામે હાંસલ કરી છે.


  દરેક કામમાં આપે છે ક્રિએટીવીટીનો ટચ

  અજીતાબેન અને જગદીશભાઈએ તેમની એનિવર્સરી દરમિયાન એકબીજા માટે જાતે ગીત બનાવી એકબીજાને ડેડિકેટ કરતાં હોય છે. ત્યારે જગદીશભાઈએ પોતાના અવાજમાં બનાવેલું આંખના અફિણી ગીતને યુ ટ્યુબ પર 20 લાખ જેટલી વાર જોવાઈ ગયું છે. જેમાં ભારો ભાર ક્રિએટીવીટી જોવા મળે છે. તો ક્રિએટીવીટીનું બીજું એક પાસું તેમના અજીલીયા બુટીકમાં પણ ખીલી ઉઠ્યું છે. બુટીકમાં પ્રવેશતા જ દરવાજે એક ઘંટડી એવી રીતે લગાવવામાં આવી છે કે, દરવાજો ખોલો કે બંધ કરતો રણકાર કરતી ઘંટડી તમારું સ્વાગત કરવાની સાથે વિદાય સૂર રેલાવે છે.

  વેડિંગ એનિવર્સરી પર ગાયું ગીત

  જગદીશભાઈએ પોતાન 17મી વેડિંગ એનિવર્સિરી પર પત્ની અજીતા ઈટાલીયાને વર્ષ 2015માં તારી આંખનો અફિણી ગીત ગાયું હતું. જેને યુ ટ્યુબ સહિત સોશિયલ મીડિયામાં ભારે પ્રોત્સાહન મળ્યું હતું. આ ગીત હાલ 34 લાખથી વધુ લોકોએ યુટ્બમાં જોયું છે. આ ગીતમાં ગાયન અને અભિનય પણ જગદીશભાઈ અને તેમની ટીમે આપ્યો છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો રિઆલીટી શો માટે નિર્જન ટાપુ પર રહ્યાં

 • Jagdish Italiya Sung Song for Wife On Wedding Anniversary And Viral On Social Media
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્વપ્ન જોઈને તેને સાકાર કરવા માટે પ્રયત્ન કરતાં મળવા જેવા માણસ જગદીશભાઈ ઈટાલીયા

  16 કિલો વજન ઉતરી જતાં હું ન ઓળખી શકીઃઅજીતાબેન

   

  અભ્યાસ બાદ પરિવારના હીરાના વ્યવસાયમાં 10 વર્ષ સુધી મુંબઈ સ્થાયી થયેલા જગદીશભાઈ વિષે અજીતાબેન જણાવ્યું હતું કે, તેમને પહેલેથી જ એડવેન્ચરનો ભારે શોખ હતો. મુંબઈના બોરવલી નેશનલ પાર્કમાં તેઓ તેમના મિત્રની સાથે ગીટાર પણ વગાડવાનો આનંદ માણતા હતાં. આ દરમિયાન 2008માં સરકાર કી દુનિયા નામનો રિયાલીટી શો કર્યો હતો. જેમાં 18 વ્યક્તિઓને નિર્જન ટાપુ પર મોકલી દેવામાં આવ્યાં હતાં. ગુજરાતી બિઝનેસમેન તરીકે શોમાં જોડાયેલા જગદીશભાઈએ કહ્યું કે, શો બાદ ખબર પડી કે બે હજાર કરતાં વધારે ગુજરાતીઓને રિજેક્ટ કરીને મારી પસંદગી કરવામાં આવી હતી. પરંતુ મારે આ શોમાં જવું નહોતું. પરંતુ પરિવાર અને મિત્રોના કહેવાથી જોડાયો અને અગવડતામાં પણ કેવી રીતે સગવડતા કરવી એ કોઠાસૂઝથી ઉકેલીને શોમાં બીજો નંબર મેળવ્યો હતો. અને અમુક લોકોના હ્રદય પરિવર્તન કરાવ્યાં તે જ મોટી ઉપલબ્ધિ હોવાનું જગદીશભાઈએ કહ્યું હતું.અજીતાબેને શો વિષે કહ્યું કે, ચારેક મહિના તો કોઈ જ વાત પણ થઈ નહોતી. શોમાંથી બહાર નીકળતા લોકો પાસેથી અને ટીવી પર તેમના વિષે જાણવા મળતું હતું. આ શો પુરો થયો ત્યારે હું તેને રિસિવ કરવા ગઈ ત્યારે ઓળખી જ ન શકી કારણ તેમનું વજન 16 કિલો ઉતરી ગયું હતું. અને ચામડીનો રંગ દરિયાકાંઠે રહેવાથી તદ્દન જુદો થઈ ગયો હતો.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો દ્રઢ વિચાર થાય છે હકીકતમાં તબદીલ

 • Jagdish Italiya Sung Song for Wife On Wedding Anniversary And Viral On Social Media
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જગદીશ ઈટાલીયા અને પરિવાર

  સ્વપ્નો સાકાર કરી શકાય

   

  જગદીશભાઈએ જણાવ્યું હતું કે, ધ સિક્રેટ બુક મુજબ જ વ્યક્તિ પોતાના સ્વપ્ન સાકાર કરી શકે છે. મને બે ઈચ્છા હતી કે, મારે આકાશમાં ઉડવું છે અને મારા ઓટોગ્રાફ લોકો લેવા આવે. આ બન્ને સફળ થયા હોવાનું કહેતા જગદીશભાઈએ કહ્યું કે, આ વિચાર મગજમાં હોવાથી તેમણે પેરાગ્લાઈડીંગ પાયલોટની ટ્રેનિંગનું હોર્ડિંગ્સ તેના ધ્યાન પર આવ્યું અને પાયલોટ બન્યા. જેના પર ડીપમાં કહ્યું કે એમ તો રોજ હજારો હોર્ડિંગ્સ આપણે જોતા હોઈએ પરંતુ જે વિચાર તમે સેવ્યો હોય તે તમારી સામે આવી જતું હોય છે. બીજું કે ઓટોગ્રાફનું સ્વપ્ન 2008માં આ શો પછી પુરુ થયું લોકો એટલે ચાહકો બની ગયા હતાં શો જોઈને કે પ્લેનમાં એરહોસ્ટેસ્ટથી લઈને 20 હજાર કરતાં વધુ લોકોને તેમણે ઓટોગ્રાફ આપ્યા હતાં.


  પત્ની-દીકરાના નામે રેકોર્ડ

   

  સવારે પાંચ વાગ્યાએ પથારી છોડી દેતા જગદીશભાઈને સાયકલીંગનો શોખ છે. સાહસ અને રોમાંચક સાયકલને સુરતમાં જ કેવી રીતે અલગ અલગ રસ્તાઓ પર ચલાવી શકાય તે જગદીશભાઈએ શરૂ કર્યું. લાઈફ સાયકલીંગ ગૃપ દ્વારા 100 દિવસની સાયકલીંગ ચેલેન્જ શરૂ કરી અને એમાં જ તેમના મોટા દીકરા યુગે સૌથી નાની 13 વર્ષની વયે મનાલીથી લદ્દાખની 515 કિલોમીટરની સાયકલીંગ કરી રેકોર્ડ સર્જ્યો હતો. તો અજીતાબહેને પુત્ર અને પતિમાંથી પ્રેરણા લઈને સ્પિટીવેલી પાર કરી જે ભારતની પ્રથમ મહિલા બન્યાનું રેકોર્ડબુકમાં અંકિત થયું છે.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો અમેરિકાની સૌથી ટફ સાયકલીંગ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા

 • Jagdish Italiya Sung Song for Wife On Wedding Anniversary And Viral On Social Media
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દરેક કામમાં આપે છે ક્રિએટીવીટીનો ટચ

  પહેલીવાર ક્વોલિફાઈ કરતાં સહેજ માટે રહી ગયા

   

  નિષ્ફળતાને સફળતામાં પરિવર્તીત કરવાની ચેલેન્જ સ્વિકારતાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે, અમેરિકામાં યોજાતી RAM વિશ્વની સૌથી ટફ સાયકલીંગ માનવામાં આવે છે. અને તેમાં મારે ભાગ લેવો છે. અગાઉ આ સ્પર્ધામાં ક્વોલીફાઈ થવા માટે પુણાથી મહાબળેશ્વરની 650 કિલોમીટરની સ્પર્ધા જીતવાની હતી પરંતુ 50 કિલોમીટર અવળા રૂટ પર ચલાવાતા ક્વોલીફાઈ થઈ શક્યા નહોતા તે હવે ફરીથી તેઓ આ સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરવાના છે. તો સાથે જ અજીતાબહેને જણાવ્યું હતું કે, કાશ્મીરથી કન્યાકુમારી સાયકલ પર સજોડે જવાની પણ ઈચ્છા હોવાનું કહ્યું હતું.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો પત્નીને વિદેશની ધરતી પર આપી સરપ્રાઈઝ

 • Jagdish Italiya Sung Song for Wife On Wedding Anniversary And Viral On Social Media
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સાયકલીંગને નવી દિશા આપનાર જગદીશ ઈટાલીયા સોશિયલ મીડિયાના બખૂબી ઉપયોગ કરે છે

  સરપ્રાઈઝ આપવામાં આવી અડચણો

   

  પોતાના કરતાં પરિવારને પ્રાધાન્ય આપતાં જગદીશભાઈ અને અજીતાબહેને એક સરપ્રાઈઝને યાદ કરતાં જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે વિદેશની ટુર પર ગયા હતાં. અને જગદીશ તેમાં નહોતા ગયાં. પરંતુ પછી જગદીશભાઈએ કહ્યું કે, આ દરમિયાન મેરેજ એનિવર્સરી આવતી હોવાથી સરપ્રાઈઝ આપવાં તેમણે જવાનું નક્કી કર્યું હતું. અને ભારતથી હવાઈ માર્ગે પહોંચી તો ગયા પરંતુ એર ઈન્ડિયાની ફ્લાઈટ ફાટતાં બે કલાક લેટ થયું. સરપ્રાઈઝ આપવા માટે તેમની પાસે છ કલાકનો સમય હતો. જેમાંથી બે કલાક બગડી તો ફ્રેન્કફર્ટથી ઈનસબર્ગ જવાની ફ્લાઈટ કેન્સલ થઈ એટલે બધો પ્લાન પાણીમાં જવાનો હતો પરંતુ એરપોર્ટમાં લોકોએ લાગણી સમજીને ચાર્ટડ પ્લેનથી મોકલી આપ્યા તો જે હોટલ પર પહોંચ્યા ત્યાંથી હોટલ ચેન્જ થઈ ગઈ હતી. અને હવે રહ્યો હતો માત્ર અડધો કલાક એટલે વળી જ્યાં અજીતાબહેન અને પરિવાર ઉતર્યુ હતું તે હોટલ પર પહોંચી રૂમનો દરવાજો ખટખટાવ્યો તો રૂમ ચેન્જ થઈ ગયો હતો. બધી જ અડચણો વચ્ચે સરપ્રાઈઝ આપતાં જે ખુશી પરિવારને અને પોતાને મળી તે અવિસ્મરણીય હોવાનું જગદીશભાઈએ જણાવ્યું હતું.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો પરિવારના દરેક સભ્યની અલગ ઓળખ હોવાનો આનંદ

 • Jagdish Italiya Sung Song for Wife On Wedding Anniversary And Viral On Social Media
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  જગદીશભાઈ ઈટાલીયાના પરિવારમાં દરેક સભ્ય છે રેકોર્ડ હોલ્ડર

  પુત્ર જીવન જીવતા શિખ્યો

   

  અજીતાબહેને જણાવ્યું હતું કે, અમે અમારા દીકરાને ભારે લાડકોડમાં ઉછેર્યો હતો. એવામાં તે નાની વયે સાયકલીંગ માટે નીકળ્યો હતો. જગદીશભાઈ કહ્યું કે સાયકલીંગના રૂટ પર હું અને મારો મિત્ર યુગને પ્રોટેક્ટ કરતાં તેમાં તેને ગુસ્સો આવ્યો અને અમારાથી દૂર સાયકલીંગ કરવા લાગ્યો આખતે તેણે રેકોર્ડ સર્જ્યો. વિકટ પરિસ્થિતિ, ઓક્સિજન પણ ઓછો અને બીજી કોઈ સગવડ નહીં તેવામાં દીકરો જીવતા શીખી ગયાનો આનંદ છે. બીજું કે, અજીતા એક સામાન્ય ગૃહિણીની જેમ ન રહેતાં તેણીએ પણ સ્પિટીવેલી પાર કરી વળી પોતાનું અનોખી રીતે બુટીક સજાવીને જે કાર્ય કરે છે તેનાથી દરેકની એક અલગ ઓળખ ઉભી થયાનો સંતોષ છે.


  નિષ્ફળતાનો ડૂમો જ પ્રેરણા આપે છે

   

  જગદીશભાઈએ જીવનની દુઃખ ક્ષણ વિષે કહ્યું કે, 12માં ધોરણમાં નાપાસ થયો હતો. રિઝલ્ટ લેવા ઉપર જવાની હિંમત નહોતી. શાળામાં જીએસ હતો અને કોલર ઉંચો હતો પરંતુ નિષ્ફળતા સ્વિકારવાની હિંમત નહોતી. પરંતુ શાળાના પરબતભાઈ નામના શિક્ષકે કહ્યું કે, આ રિઝલ્ટ તારી ઓળખ નથી. તારામાં ઠાંસી ઠાંસીને ટેલેન્ટ છે. ચિંતા ન કર. કુદી જવાનો વિચાર આ શબ્દોથી નીચે ઉતર્યો પરંતુ શાળાથી ઘરનું અંતર 15 મિનિટનું હતું છતાં ઘરે પહોંચતા પાંચેક કલાક લાગ્યા. પિતાના સ્વપ્નો પર પાણી ફેરવ્યાનું લાગ્યું. ઘરે ગયો તો માતા કે પિતાએ એક પણ શબ્દ ન કહ્યો અને આખી રાત રડતાં રહ્યાં. પિતાએ કંઈ ન કહ્યું એનો એટલો અફસોસ આજે પણ છે કે, તેમને કંઈક કરી બતાવવાની પ્રેરણા આજે પણ એ નિષ્ફળતામાંથી જ મળી રહે છે.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો શોખ જ જીંદગીની નવી પ્રેરણા આપશે

 • Jagdish Italiya Sung Song for Wife On Wedding Anniversary And Viral On Social Media
  નિષ્ફળતાનો ડૂમો જ પ્રેરણા આપે છેઃ જગદીશભાઈ

  પ્રોટેક્ટીવ કરતા પ્રિવેન્ટીવ બનો

   

  આજે નાની મોટી નિષ્ફળતામાં આત્મહત્યાના તરફ યુવાનો વધુ પ્રેરાય છે ત્યારે તે વિચારથી દૂર રહેવા જગદીશભાઈએ જણાવ્યું હતું કે, યુવાનોએ શોખ કેળવવા જોઈએ. શોખ જ જીંદગીમાં રંગો ભરી દેતા હોય છે. અમે સ્કૂલમાં પણ સ્ટુડન્ટને એ જ શીખવીએ છીએ. અને વાલીઓએ પોતાના બાળકો પ્રત્યે પ્રોટેક્ટીવ કરતાં પ્રિવેન્ટીવ બને તો દરેક સમસ્યાનું નિરાકરણ આવી જાય તેમ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ