દિવ્યાંગ ટી-20 મેચ / ભારતે નેપાળને હરાવી ઐતિહાસિક જીત મેળવી, સુરતનો દિવ્યાંગ બેસ્ટ બોલર બન્યો

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 09:28 AM
વિજેતા બનેલી ભારતની ટીમ અને ઈનસેટમાં સુરતનો પ્રવિણ વાનખેડે
વિજેતા બનેલી ભારતની ટીમ અને ઈનસેટમાં સુરતનો પ્રવિણ વાનખેડે
X
વિજેતા બનેલી ભારતની ટીમ અને ઈનસેટમાં સુરતનો પ્રવિણ વાનખેડેવિજેતા બનેલી ભારતની ટીમ અને ઈનસેટમાં સુરતનો પ્રવિણ વાનખેડે

  • સુરત પાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનું કામ કરતો દિવ્યાંગ બેસ્ટ બોલર બન્યો
  • ત્રણ ટી-20 મેચમાં ત્રણેય મેચ ભારતે નેપાળને હરાવી જીત મેળવતા ખુશીનો માહોલ

સુરતઃ 12 માર્ચથી શરૂ થયેલી ભારત-નેપાળ દિવ્યાંગ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ભારતે નેપાળને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે. ત્રણ ટી-20 મેચમાં ત્રણેય મેચ ભારતે જીતી હતી. જેમાં સુરતનો દિવ્યાંગ બેસ્ટ બોલર બન્યો હતો. જ્યારે મહેમુદ પટેલ બેસ્ટ ખેલાડી બન્યો હતો.

ભવ્ય સ્વાગત કરવામાં આવશે
1.ઉતર પ્રદેશના આગ્રા ખાતે ભારત અને નેપાળ વચ્ચે દિવ્યાંગ ઈન્ટરનેશનલ ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 માર્ચથી શરૂ થયેલી આ ટી-20માં સુરતના દિવ્યાંગ અને સુરત મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનું કામ કરતા પ્રવિણ વાનખેડેની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાં પસંદગી થઇ હતી. પ્રવિણ 40 ટકા વિકલાંગ હોવા છતા ઓલરાઉન્ડરનો ખિતાબ ધરાવે છે. ભારત અને નેપાળ વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી. જેમાં ભારતે ત્રણેય મેચમાં નેપાળને હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી. પ્રવિણ વાનખેડેનું આવતીકાલે(શનિવાર) સાંજે સુરત રેલ્વે સ્ટેશન પર પહોંચશે. જ્યાં દિવ્યાંગ ક્રિકેટ એસો. દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પ્રવિણ વાનખેડેની સફર
2.પ્રવિણ વાનખેડેએ જણાવ્યું હતું કે, નાનો હતો ત્યારે ખુબ ક્રિકેટ રમતો હતો. ત્યારે સપનું પણ જોયુ કે, મારે ક્રિકેટર બનવું છે, પરંતુ ગરીબીએ ક્રિકેટની સ્પિચ સુધી પહોંચવા જ ન દીધો. પપ્પા અને મમ્મી મજૂરી કરે એટલે ઘરમાં રૂપિયા ક્યાંથી હોય. અરે બેટ અને બોલ લેવાના પણ રૂપિયા ન હતાં. કપડાં ધોવાના ધોકાથી પ્રેક્ટિસ કરતો હતો. માત્ર ધોરણ 6 સુધી જ અભ્યાસ કરી શક્યો છું. લોકો કહેતાં 'ગરીબ ફેમિલીમાં જન્મ થયો છે...! સપના ઊંચા ન રાખ. છાનો માનો કામે લાગી જા.' ભણવાનું પણ જેના નસીબમાં ન હોય તે ક્રિકેટર બની શકે..? આવો સવાલ મારી જાતને અનેક ‌વખતો પુછતો હતો.
અકસ્માતમાં 40 ટકા વિકલાંગ થઈ ગયો
3.વધુમાં જણાવ્યું હતું કે, એક કંપનીમાં ડિલિવરીમેન તરીકે જોબ લાગી. એક દિવસ ટેમ્પોમાં બેસીને અમે સામાનની ડિલિવરી કરવા માટે જતાં હતાં ત્યારે ટેમ્પો પલ્ટી ગયો હતો. જ્યારે હું જાગ્યો ત્યારે મને ખબર પડી કે હું હોસ્પિટલમાં છું. મને ખબર ન હતી કે, મારી સાથે શું ઘટના બની છે. ડોક્ટરે કહ્યું કે, તમે 40 ટકા વિકલાંગ થઈ ગયા છો. મારા એક પગની એડી કપાઈ ગઈ હતી. અત્યંત દુ:ખ થયું હતું. રડવાથી જિંદગીમાં કંઈ થશે નહીં એ મને ખબર હતી. ગેસની કંપનીમાં રિક્ષામાં ગેસની બોટલો ડિલેવરીનું કામ શરૂ કર્યું. ત્યારબાદ મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનું કામ કરતો હતો.
ગુજરાતની ટીમમાં 25થી વધારે મેચ રમ્યો
4.વધુમાં જણાવ્યું હતું કે, મને ક્રિકેટ રમવાનો શોખ હતો એટલે ક્રિકેટના ગ્રાઉન્ડ પર ગયો. મને લોકો કહેતાં કે, ડાન્સર આવ્યો, ડાન્સર આવ્યો. તારી પાસે પગ છે નહીં તો તું ક્રિકેટ કેવી રીતે રમી શકીશ. મેં એમને જવાબ આપવાની જગ્યાએ બેટ પકડ્યું અને એક જ ઓવરમાં ચાર સિક્સર મારી. લોકોની બોલતી બંધ થઈ અને મારી હિંમત વધી. ત્યારે જ એક હેન્ડિકેપ છોકરો મને ક્રિકેટ રમતા જોઈ ગયો અને મને કહ્યું કે, હેન્ડિકેપ લોકોની ટીમ છે તમને રસ હોય તો આ ટીમમાં તમને સ્થાન મળે. બસ ત્યાર પછી ક્યારેય પાછળ ફરીને જોયું નથી. ગુજરાતની ટીમમાં 25થી વધારે મેચ રમી ચૂક્યો છું. એક ટુર્નામેન્ટમાં મને મેન ઓફ ધ સિરિઝનો ખિતાબ મળ્યો એટલે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયો હતો. અને ભારતે નેપાળને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે. અને મને બેસ્ટ બોલરનો ખિતાબ મળ્યો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App