ભારતનું સૌપ્રથમ મોડલ વિલેજઃ શહેરને ટક્કર મારે તેવી છે સુવિધા સુરત જિલ્લાના ગામમાં

શહેરને ટક્કર મારે તેવી છે સુવિધા સુરત જિલ્લાના ગામમાં
શહેરને ટક્કર મારે તેવી છે સુવિધા સુરત જિલ્લાના ગામમાં
ચાર મહિનામાં થયું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ
ચાર મહિનામાં થયું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ
સરકારી યોજનાઓનો કરાયો સમન્વય
સરકારી યોજનાઓનો કરાયો સમન્વય
માળખાગત સુવિધા સાથે લોકોમાં આવ્યું પરિવર્તન
માળખાગત સુવિધા સાથે લોકોમાં આવ્યું પરિવર્તન

DivyaBhaskar.com

Nov 10, 2018, 02:13 PM IST

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીની ઝુંબેશ શરૂ કરાઈ છે. ત્યારે સુરત જિલ્લામાં એક મોડલ વિલેજ તૈયાર કરવામાં આવ્યું છે. સુરતથી 50 કિલોમીટર અને હાઈવેથી 15 કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલ પિપરીયા ગામને સરકારની વિવિધ યોજનાઓથી આદર્શ ગામ તૈયાર કરવામાં આવ્યુંછે. જેમાં શહેરને ટક્કર મારે તેવી એકથી એક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

તમામ સુવિધાઓ છે ગામમાં

હાઈ વેથી 15 કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલા પિપરીયા ગામમાં શાળા, પાકા રસ્તા, પેવર બ્લોક, રોજગારીની સુવિધા, દરેક ઘરમાં શૌચાલય, શુદ્ધ પિવાનું પાણી, સાતત્યપૂર્વણ વિજ પુરવઠો, ટેલિફોન ઈન્ટરનેટની સુવિધા, સોલીડ અને લીક્વીડ કચરાના નીકાલ માટે અલાયદી સુવિધા, દરેક ઘરમાં બેંક એકાઉન્ટ ખાતું છે. સાથે જ રોજગારીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


સરકારી યોજનાઓનો કરાયો સમન્વય

જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ જેવી કે, મનરેગા, પ્રધાનમંત્રી ઉજ્જ્લા યોજના, પ્રધાનમંત્રી ઉજાલા યોજના, પ્રધાનમંત્રી વીમા, પ્રધાનમંત્રી આવાસ, અંત્યોદય સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો સુભગ સમન્વય કરીને ગામને વિકસીત કરવામાં આવ્યું છે. જેના માટે ગામ લોકોએ પણ અથાક પરિશ્રમની સાથે સરકારી કર્મચારીઓ દ્વારા ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવ્યો હોવાનું કે. રાજેશએ વધુમાં ઉમેર્યું હતું.

ચાર મહિનામાં થયું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ

પિપરિયા ગામમાં 180 કુટુંબો રહે છે. જેમાં મોટાભાગની વસતી આદિવાસી સમાજની છે. આ ગામને વિકાસ માટે પસંદ કરનાર કે. રાજેશએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને ઉત્તરપ્રદેશના જયાપુરમાં ગામડાઓના વિકાસની વાત કરી હતી. જેના પરથી પ્રેરણા મેળવીને તેમણે પિપરિયા ગામ પસંદ કર્યું હતું. ગામમાં સૌ પ્રથમ 4 મહિના મનરેગા અંતર્ગત 100 દિવસની રોજગારી અપાવીને તળાવ, સ્ટ્રીટ લાઈટ, સ્કૂલ, આંગણવાડી, નવી સ્કૂલ વગેરે સરકારી યોજનાઓના રૂપિયાથી કરવામાં આવ્યું હતું.

માળખાગત સુવિધા સાથે લોકોમાં આવ્યું પરિવર્તન

ગામના રહેવાસી રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં માળખાકીય સુવિધાઓની સાથે સાથે લોકોને રોજગારી પણ મળવા લાગી હતી. ગામમાં 180 કુટુંબમાંથી 160 કુટુંબને 16 હજારદિવસની રોજગારી મળી હતી. સુમુલે પશુ માટે વગર વ્યાજે લોન આપતાં ગામમાં હવે પશુપાલન કરીને રોજગારી મેળવતાં લોકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.

લોકો જોડાયા મુખ્ય પ્રવાહ સાથે

જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશએ જણાવ્યું હતું કે, ગામમાં આઠેક મહિલા સુધી મિટિંગો અને સમજાવતા સમજાવતાં બિહેવિયરલ ચેન્જ અને સોશિયલી પરિવર્તન થયું છે. મેન્ટલી લોકો હવે ચેન્જ થયા છે. શૌચાલયના ઉપયોગથી લઈને પર્યાવરણ જાળવણી, શિક્ષણનું મહત્વ વધ્યું છે. જેથી અત્યારે ગામમાં એકથી 12 ધોરણ સુધીમાં જીરો ટકા ડ્રોપ આઉટ રેશિયો જોવા મળી રહ્યો છે. હવે સરકારના દરેક કાર્યક્રમોને ઉત્સાહની સાથે આવકારવામાં આવે છે. ગામમાં યોગ દિવસની ઉજવણીથી લઈને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થતી સફાઈ પણ લોકો કરી રહ્યાં છે.

X
શહેરને ટક્કર મારે તેવી છે સુવિધા સુરત જિલ્લાના ગામમાંશહેરને ટક્કર મારે તેવી છે સુવિધા સુરત જિલ્લાના ગામમાં
ચાર મહિનામાં થયું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જચાર મહિનામાં થયું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ
સરકારી યોજનાઓનો કરાયો સમન્વયસરકારી યોજનાઓનો કરાયો સમન્વય
માળખાગત સુવિધા સાથે લોકોમાં આવ્યું પરિવર્તનમાળખાગત સુવિધા સાથે લોકોમાં આવ્યું પરિવર્તન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી