વિરોધ / કેમિકલ વેસ્ટ ઠાલવતી કંપનીને બંધ કરવા ઓલપાડના લોકોની માંગ

DivyaBhaskar.com

Mar 15, 2019, 01:43 PM IST
ત્રણ ટ્રક કેમિકલ વેસ્ટ ઠાલવતા ઝડપાઈ ગયા હતા
ત્રણ ટ્રક કેમિકલ વેસ્ટ ઠાલવતા ઝડપાઈ ગયા હતા
X
ત્રણ ટ્રક કેમિકલ વેસ્ટ ઠાલવતા ઝડપાઈ ગયા હતાત્રણ ટ્રક કેમિકલ વેસ્ટ ઠાલવતા ઝડપાઈ ગયા હતા

  • ખેડૂત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
  • ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

સુરતઃ ઓલપાડના 20 હજાર લોકોના માથે મોતના રૂપમાં ભમતી હિન્દુસ્તાન કેમિકલ્સ કંપનીને કાયમી ધોરણે બંધ કરાવવાની માંગણી સાથે ખેડૂત સમાજ-ગુજરાતના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કરી છે. જેમાં સમગ્ર ઘટનાની તપાસ ઊંડાણપૂર્વક થાય, જવાબદાર તમામ સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.
કલમ 307 -120 મુજબ કાર્યવાહીની માંગ
1.ખેડૂત સમાજ-ગુજરાતના આગેવાન જયેશ પટેલે કહ્યું હતું કે, આ કંપનીનો ઝેરી રાસાયણિક સાઇનાઇડયુક્ત કચરાનો નિકાલ કરાતો હોવાનો પર્દાફાશ થયો છે. આ અંગે ભરૂચ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે જવાબદાર તમામ સામે આઇપીસીની કલમ 307 તેમજ 120 મુજબ કામગીરી કરવામાં આવે તેવી ખેડૂત સમાજની માંગણી છે.
સરકારની સૂચનાને સંચાલકો ઘોળી પી ગયા
2.વધુમાં કહ્યું હતું કે, આ મામલે નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલમાં પણ લડત આપવામાં આવી હતી અને તે વખતે કંપનીનું ઈસી એટલે કે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ રદ્દ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ જે તે વખતે રાજ્ય સરકારે એક્શન પ્લાનનું પાલન ચૂસ્તપણે થાય તે માટે એક કમિટીની રચના પણ કરી હતી. આમ છતાં કાયદાને તેમજ સરકારની સૂચનાને આ કંપનીના સંચાલકો ઘોળીને પી ગયા છે. તેની સામે કોઈ કડક હાથે કામ લેવાતું નથી! 
સામૂહિક રીતે ઠરાવ કરી કંપની બંધ કરાવા માંગ
3.આવેદનપત્રમાં જણાવ્યું છે કે, લોકોના માથે મોત ભમતું હોવાની વાતને ધ્યાને લઈ 41 ગ્રામ પંચાયતના સરપંચોએ સામૂહિક રીતે ઠરાવ કરી આ કંપની બંધ કરાવવાની માંગણી કરી હતી. આ કંપનીના ઝેરી કમિ કલના કચરાના કારણે કેન્સર જેવી બિમારી થતી હોવાની રજૂઆત પણ આ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
સીસીટીવીમાં કેમિકલ વેસ્ટ નાખતા ઝડપાયા
4.ઓલપાડ ટાઉનના પરાવિસ્તારમાં કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ કંપની ઝેરી કેમિકલ બનાવે છે. કંપની વિરુદ્ધ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા વિરોધ કરવાની સાથે અગાઉ નજીકની તેના ખાડીમાં કેમિકલ યુક્ત પાણી જાહેરમાં છોડવાની વાતે કંપની પકડાઈ હતી. બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક રૂખ અપનાવતા કંપનીમાંથી નીકળતો ઝેરી જોખમી રાસાયણિક કચરાનો દૂર નિકાલ કરવાની વાતે હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાંથી ત્રણ ટ્રક કેમિકલ યુક્ત ઝેરી કચરો ભરૂચ જિલ્લાના ઉમલ્લા તાલુકાના વણખુંટા ગામે ઠાલવવા જતા ગ્રામજનોએ ટ્રકને આબાદ ઝડપી પાડી હતી. આ બાબતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરતા તેમણે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હિન્દુસ્તાન કેમિકલ કંપની ખાતે આવી અહીં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી પકડાયેલી ત્રણે ટ્રકના નંબર સાથે મેળવી અને કચરો કંપનીનો હોવાનું પકડી પાડ્યું હતું. 
કંપની વિરુદ્ધ કડક ગુનો નોંધાઈ તેવી રજુઆત કરાશે
5.પર્યાવરણવાદી એમ.એચ.એસ.શેખે જણાવ્યું હતું કે, જાહેરમાં ઝેરી કેમિકલવાળો કચરો ઠાલવામાં હિન્દુસ્તાન કેમિકલ કંપનીની ત્રણ ટ્રક પકડાઈ છે. ત્યાર પોલીસમાં સેકન્ડ પાર્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગંભીર બાબત છે. જ્યારે કંપની વિરુદ્ધ ગંભીર ગુનો નોંધાઈ તે બાબતે રજુઆત કરાશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી