Home » Daxin Gujarat » Latest News » Surat City » hazira bad behavior with three year old child, five caught by police in surat

સુરત પોલીસે બાળકી પર બદકામ કેસમાં 1 સગીર સહિત ચાર શકમંદને પકડ્યા, મેડિકલ ચેકઅપ કરાયું

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 01:15 PM

  • hazira bad behavior with three year old child, five caught by police in surat
    માસૂમની મોડીરાત સુધી સર્જરી ચાલી
    સુરતઃ હજીરા ગામમાં નવીન મોહનની ચાલમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની ત્રણ વર્ષની બાળકી ગતરોજ(ગુરૂવારે) બપોરે ત્રણ વાગ્યે ગુમ થયા બાદ સાંજના સાડા પાંચ વાગ્યે આ બાળકીને 19 વર્ષીય યુવાનના ઘરે ઈજાગ્રસ્ત હાલતમાં અન્ય એક છોકરો મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકીને ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોય તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીના શરીર ઉપરથી વીર્યના ડાઘા પણ મળી આવતાં દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ થતા હજીરા પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે મોડી રાત્રે શંકાના આધારે એક સગીર સહિત ચારને પકડ્યા હતા. અને રાત્રે જ ચારેયનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

ગુનો ઉકેલાય જાય તેવી શક્યતાઓ

  • 1.હજીરામાં ત્રણ વર્ષની બાળકી ઝાડીઓમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા બાદ પાડોશી યુવકના ઘરે અન્ય યુવકો બાળકી મૂકીને જતા રહ્યા હતા. આ અંગે પોલીસે પણ પાડોશી યુવકની પૂછપરછ કરી હતી. જોકે, તેણે ઘટનાનું જે રીતે વર્ણન કર્યું તે જોઈને પોલીસને તેના પર શંકા લાગી રહી છે. દરમિયાન મોડી રાત્રે વધુ એક સગીર સહિત બે શંકમદોને પોલીસ લઈ આવી હતી અને મેડિકલ ચેક અપ કરાવ્યું હતું. ગુનો ઉકેલાય જાય તેવી શક્યતાઓ પ્રબળ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુરતમાં છેલ્લા ત્રણ મહિનામાં  માસુમ બાળકીઓ પર દુષ્કર્મની પાંચથી વધુ ઘટનાઓ બની છે.
  • લાલ શર્ટવાળો છોકરો બાળકીને લાવ્યો હતો
    2.મકાન માલિક નીમીત પટેલે જણાવ્યું હતું કે, મારા પર બાળકીની માતાનો કોલ આવ્યો હતો. જેથી હું તેના ઘરેથી દોડી ગયો હતો.બાળકીને લોહીલુહાણ જોઈને 108 અને પોલીસને જાણ કરી હતી. ખોલી નં-1માં રહેતા યુવકે મને વાત કરી કે 10થી 12 વર્ષના છોકરો લોહીલુહાણ હાલતમાં બાળકીને ઊંચકીને લઈ આવ્યો હતો. જેણે લાલ કલરનું શર્ટ અને ચડ્ડો પહેર્યો હતો. યુવકે મકાનમાલિકને વાત કરી કે તે છોકરાને મેં પૂછ્યું હતું કે, તેરે કો કહાં સે મિલી, તો તેણે કહ્યું કે ઝાડીમાંથી મળી. યુવક બાળકીને તેની માતાને આપવા ગયો તે સમયે યુવકની ખોલી પાસેથી છોકરો ગાયબ થઈ ગયો હતો.
  • માસૂમની મોડીરાત સુધી સર્જરી ચાલી
    3.ત્રણ વર્ષની બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ મંડલે તપાસ શરૂ કરી હતી. બાળકીને પેટમાં દુઃખતું હોવાથી પેટ દબાવીને તપાસ કરી તો મોટેથી રડવા લાગી હતી તેમ આરએમઓ મંડલે કહ્યું હતું. બાળકીની મોડીરાત સુધી સર્જરી ચાલી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ