Home » Daxin Gujarat » Latest News » Surat City » hardik patel arati at patidar ganeshotsav in yogi chowk of surat

સુરતમાં પાટીદારોએ બેસાડેલા ગણેશજીની હાર્દિક પટેલે ઉતારી આરતી, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 02:11 PM

હાર્દિક પટેલે ગણેશજીની આરતી ઉતારી સરકાર સામે જોશપૂર્વક વધુ તાકાતથી લડી લેવા શંખનાદ કર્યો

  • પાટીદારો દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાર્દિક પટેલે હાજરી આપી હતી

    સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત દ્વારા હાર્દિકને સમર્થન, અલ્પેશ કથીરિયા તેમજ સુરતના 7 પાટીદાર યુવાનોની વહેલી તકે જેલમુક્તિ થાય તથા પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતો નું દેવું માફ થાય એવા હેતુથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત રોજ હાર્દિક પટેલે હાજરી આપી હતી અને આરતી ઉતારી હતી. અને સરકાર સામે જોશ પૂર્વક વધુ તાકાતથી લડી લેવા શંખનાદ કર્યો હતો. હાર્દિક પટેલ હાજર રહ્યો હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.

    મુખ્ય માંગો યથાવત

    પાટીદાર સમાજના 7 યુવકોને જેલમાં સરકાર દ્વારા પુરી દેવામાં આવ્યાં છે. જેમાં સુરત પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં બંધ કરી દેવામાં આવ્યો છે.ત્યારે અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ, ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માંગો યથાવત હોવાનું સુરત પાસના કન્વીનરે જણાવ્યું હતું.

    ભક્તિ દ્વારા પાટીદારોની એકતાની શક્તિ

    ગણેશજીની ભક્તિ દ્વારા પાટીદારોની એક્તાની શક્તિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારને સદબુદ્ધી મળે તે માટે રોજે રોજ યુવકો દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. સરકારના કાન ખુલે અને પાટીદારોમાં એકતા જળવાઈ રહે તે માટે ગાંધીજીના ગુરૂ લોક માન્ય ટીળક દ્વારા જે રીતે ગણેશોત્સવ કરવામાં આવ્યો હતો. તે જ રીતે પાટીદારો દ્વારા પણ એકતા દર્શાવતો કાર્યક્રમ કરાયો છે. જેમાં હાર્દિક પટેલ હાજર રહેતા મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.

    ધૂન સહિતના રોજે રોજ કાર્યક્રમો

    કિરણ ચોકમાં બેસાડેલા ગણેશજી પાસે પાટીદારો દ્વારા રોજ રોજ મોટી સંખ્યામાં એકઠાં થઈને વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. જેમાં ધૂન, ભજન સહિત એકતા માટેના કાર્યક્રમો અને સાંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

    વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો

  • hardik patel arati at patidar ganeshotsav in yogi chowk of surat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હાર્દિક પટેલ હાજર રહ્યો હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા
  • hardik patel arati at patidar ganeshotsav in yogi chowk of surat
    ભક્તિ દ્વારા પાટીદારોની એકતાની શક્તિ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ