પહેલ / રાજ્યના આરોગ્ય કમિશનરે કહ્યું, દેશમાં સૌથી પહેલા સુરત સિવિલમાં મીડવાઈફરી પ્રોજેક્ટ શરૂ થશે

DivyaBhaskar.com | Updated - Jan 12, 2019, 03:13 PM
Gujarat Health Officer Dr Jayanti Ravi Visit Surat Civil Hospital
X
Gujarat Health Officer Dr Jayanti Ravi Visit Surat Civil Hospital

  • ગાયનેક વિભાગના લક્ષ પ્રોગ્રામ અંતર્ગત મુલાકાત
  • સિવિલ હોસ્પિટલના વિવિધ પ્રશ્નો રજૂ ન કરાયા

સુરતઃ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના લક્ષ પ્રોગ્રામની સમિક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય કમિશનર ડો. જયંતિ રવિ આવ્યાં છે. આ તબક્કે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા મુખ્ય અને પાયાની રજૂઆતો જ ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સિવિલના કેમ્પસની મુલાકાત લીધા બાદ જયંતિ રવિએ દેશનો પ્રથમ પાયલટ પ્રોજેક્ટ સુરત સિવિલથી શરૂ કરવાની વાત કરી હતી. 

મીડવાઈફરી પ્રોજેક્ટ રોલ આઉટ કરાશે
1.ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, મીડવાઈફરી પ્રોજેક્ટનું રોલઆઉટ કરવા જઈ રહ્યાં છીએ જેનો પાયલટ પ્રોજેક્ટ દેશભરમાં સૌ પ્રથમ સુરત સિવિલમાં કરાશે. સારી ટ્રીટમેન્ટ મળી રહે તે દિશામાં તેઓ કામ કરી રહ્યાં છે. બાળકના જન્મ બાદ સૌ પ્રથમ માતાનું સ્તનપાન બાળકને કરાવવામાં આવે તે જરૂરી હોવા સાથે માતાના દૂધને બાળક માટે સૌ પ્રથમ રસી હોવાનું ગણાવ્યું હતું.
પાર્કિંગની સમસ્યા
2.સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાર્કિંગની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે. સાથે જ 108 જેવા ઈમર્જન્સી વાહનો માટે પાર્કિંગની કોઈ પોલિસી નથી. પીએમ રૂમ બહાર ખાનગી સબ વાહીનીઓના પાર્કિંગ બીજા વાહનોની અવર જવર માટે અડચણ રૂપ છે. સાથે જ સામાન્ય દવાઓની પણ અછત અવારનવાર સર્જાતી હોવા છતાં આ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી નથી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટેના સાધનોની અછતની પણ કોઈ રજૂઆત ન કરાઈ હોવાનું સામે આવ્યું છે. 
મિડવાઈફરી યોજના શું થશે ?
3.આ યોજના ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સુરતમાં શરૂ થઈ રહી છે. આખા ભારતમાં ગુજરાતની કામગીરી સૌથી સારી હોવાનું રાજ્યના કમિશનરે જણાવ્યું છે. જેમાં પણ સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં થતી પ્રસુતિની કામગીરી અને પીડિયાટ્રીક વિભાગમાં થતી બાળકોની સારવારને પ્રશંસનીય ગણાવી છે. સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં રેફરન્સ સેન્ટર ઉભું કરાશે અને હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો દ્વારા સારવાર કરાઈ એવું આયોજન સાથે કામ ચાલી રહ્યું છે. તેમજ સગર્ભાને નજીકના સેન્ટર પર પ્રસુતિ સુવિધા મળી રહે અને આગામી દિવસોમાં ઘર બેઠા પ્રસુતિ કરાવાઈ એવા આયોજન સાથે સરકાર કામ કરી રહી હોવાનું કમિશનર જ્યંતી રવીએ જણાવ્યું છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App