• Gujarati News
  • National
  • Gujarat Election 2017: Ahemad Patel Poster Stitch In Udhana Area For Cm Of Gujrat Ahemad Patel

સુરતમાં અહેમદ પટેલના લાગ્યાં પોસ્ટર,કોંગ્રેસે કહ્યું ભાજપનું કૃત્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી અને અહેમદ પટેલના ફોટો સાથે લાગ્યા બેનર - Divya Bhaskar
રાહુલ ગાંધી અને અહેમદ પટેલના ફોટો સાથે લાગ્યા બેનર

સુરતઃ ઉધના વિસ્તારમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરમાં અહેમદ પટેલને મુખ્યપ્રધાન બનાવવા માટેની માંગ કરાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં અહેમદ પટેલના પોસ્ટર લાગ્યા છે. જેના જવાબમાં અહેમદ પટેલે કહ્યું હતું કે, હું સીએમ પદની રેસમાં નથી તેમ રહીશ પણ નહી. અહેમદ પટેલે ટ્વિટ કરતાં ઉમેર્યુ કે, ભાજપ હાર ભાળી જતાં નિરાશામાં આ પ્રકારની અફવાઓ ફેલાવી રહી છે.

પોસ્ટર ઉતારી લેવાયા છેઃ અસલમ સાયકલવાલા
 
કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, આ કોઈ અસામાજિક તત્વોએ પોસ્ટર લગાવ્યા હોય શકે છે. આ પોસ્ટરને ઉતારી લેવામાં આવ્યાં છે. અને પોસ્ટર લગાવનાર વિરુધ્ધ કાયદેસરના પગલાં ભરવા માટેની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે.
 

અગાઉ લાગ્યાં હતાં બાપુના બેનર
 
કોંગ્રેસની તરફેણમાં મત આપવા અનુરોધ કરાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં લાગ્યા અહેમદ પટેલના પોસ્ટર જેમાં તેમને વજીર-એ-આલમ બનાવવાની માંગ કરાઈ છે. તેમજ મુસ્લિમોને એકતા જાળવવા અપીલ કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે, શંકરસિંહ વાઘેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમના પણ આ રીતના બેનર સુરતમાં લાગ્યાં હતાં. 
 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર

અન્ય સમાચારો પણ છે...