Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » gujarat CM vijay rupani birthday celebration in civil hospital at surat

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિવસની સુરત સિવિલ હોસ્પિટલમાં ઉજવણી કરાઈ

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 03:53 PM

સુરત સિવિલ હોસ્પિટલમાં હિમોફેલીયા વિભાગમાં સીએમના બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું

  • gujarat CM vijay rupani birthday celebration in civil hospital at surat
    મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો
    સુરતઃ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મ દિવસ છે. જેને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં હિમોફેલીયા વિભાગમાં સીએમના બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

    મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો

    ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિવસને લઈને સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સિવિલમાં પણ સીએમના બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સિંગ એસોશિએશન પ્રમુખ ઈકબાલ કડિવાલા, મેડિકલ ફેકલ્ટી ડીન મહેન્દ્રભાઈ, આરએમઓ કેતન નાયક સહિત માટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો હતો. જ્યારે એસએમસી સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાણી અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અને હિમોફેલીયા વિભાગના દર્દીઓ દ્વારા કેક કાપવામાં આવી હતી. દર્દીઓને સાઈકલ વિતરણ કરવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending