ઐય્યરના અપશબ્દો પર બોલ્યા PM, મને નીચ કહ્યો,આ ગુજરાતનું અપમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદીએ લિંબાયતની સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. - Divya Bhaskar
નરેન્દ્ર મોદીએ લિંબાયતની સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

સુરત-નવી દિલ્હી :લાગે છે કે કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યર પોતાના પક્ષને જ નુકસાન પહોંચાડવા ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુવારે તેમણે મોદીને નીચ માણસ કહ્યો. મોદીએ સુરતની એક સભામાં ઐય્યર અને કોંગ્રેસને આડે હાથે લીધા તો બીજી બાજુ બંને પક્ષોએ પ્રેસ કોન્ફરન્સ કરીને એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા. ભાજપે તેને દરબારી માનસિકતા ગણાવી છે, બીજી બાજુ કોંગ્રેસે ભાજપને દલિત વિરોધી ગણાવી દીધાે. રાહુલે ટ્વીટ કરી ઐય્યરને માફી માગવા કહ્યું તો ઐય્યરે કહ્યું મને હિન્દી નથી આવડતું. હું LOWને નીચ શબ્દ સમજી બેઠો. રાત્રે કોંગ્રેસે ઐય્યરને તેના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા.


 

મોદીઅે કહ્યું- હું નીચ જાતિનો છું પણ નીચ કામ નથી કર્યું, આ કૉંગ્રેસની મોગલ માનસિકતા 
 
સારી સંસ્થાઓમાં ભણેલા એક કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યર, જેઓ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, તેઓ મને ‘નીચ’ કહી રહ્યા છે. આ મુગલ માનસિકતા છે.’ ઐયરે સમગ્ર ગુજરાતનું અપમાન કર્યુ છેે. શું હું નીચ કામ કરુ છું? શું હું ઊંચ નીચનો ભેદ કરું છુંω? ભલે મને નીચ કહે પણ હું ગાંધીજીના વિચારોને અનુરૂપ કામ કરું છું. માન-મર્યાદા ભાજપના સંસ્કાર છે. ઐય્યર છાશવારે મને નીચ કહે છે. કોંગ્રેસ મારું અપમાન કરતી રહી છે. જેલમાં મોકલવાનું કાવતરૂ રચાયુ હતું. મોતનો સોદાગર કહેવાયો હતો. હવે જનતા તમને જવાબ આપશે. હું તમામ લોકોને કહેવા માગુ છું કે કોઇપણ કોંગ્રેસ નેતા માટે
અપશબ્દો નહીં કહે. અમારા સંસ્કાર શિસ્ત શીખવે છે.  
 

સવારે- ઐય્યરે કહ્યું હતું - મને એવું લાગે છે કે આ માણસ બહુ નીચ કક્ષાનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી. આવા સમયે આ પ્રકારના ગંદા રાજકારણની શું જરૂર છે?

મોડી સાંજે: ઐય્યરે કહ્યું- મને હિન્દી નથી આવડતું. હું LOWને નીચ શબ્દ સમજી બેઠો, માફ કરી દો 

રાત્રે: ઐય્યર સસ્પેન્ડ- સસ્પેન્ડ કર્યા પછી સુરજેવાલાએ કહ્યું - આ જ છે કૉંગ્રેસનું ગાંધીવાદી નેતૃત્વ અને વિરોધી પ્રતિ સન્માનની ભાવના. શું મોદીજી ક્યારેય આવું સાહસ બતાવશે?
 

કૉંગ્રેસનો નંગ મણિ
 
- 1998માં મણિશંકરે વાજપેયીને નાલાયક વડાપ્રધાન કહ્યા
- 2014માં ચાવાળો કહી કીટલી માટે જગ્યા શોધી આપવા કહ્યું
- 2015માં પાક.માં કહ્યું કે જો સંબંધ સુધારવા હોય તો મોદીને હટાવો
- 2017માં રાહુલની તાજપોશી સમયે મોગલ શાસનનો ઉલ્લેખ કર્યો
 

સૌથી ઝડપી રિએક્શન મોદીએ કહ્યું - કોઈ વિરોધમાં ટ્વિટ ના કરતા પણ 2 કલાકમાં 30,000 ટ્વિટ, 14 મંત્રી, 6 સીએમ, અમિત શાહના ટ્વિટ. સમગ્ર ચૂંટણીમાં સૌથી ઝડપી રિએક્શન આ મુદ્દામાં.
 

બીજીવાર ‘નીચ’ મુદ્દો - 2014માં લોકસભા ચૂંટણી સમયે પ્રિયંકાએ અમેઠીમાં કહ્યું હતું, મોદી નીચ રાજનીતિ કરી રહ્યા છે. ત્યાર બાદ મોદીએ કહ્યું - મને ફાંસી આપી દો, મારું જેટલું અપમાન કરવું હોય એટલું કરો પણ મારી જાતિનું અપમાન ના કરો. ત્યાર બાદ મોદી માટે OBC એક થઈ ગયા.
 
 

નીચનો જવાબ ઈવીએમના બટન દબાવી આપજોઃ મોદી
 
મોદીએ મણીશંકર ઐય્યરના નીચના નિવેદન સામે કહ્યું કે, મેં એક પણ એવું કામ એવું નથી કર્યું. છતાં કોંગ્રેસના હતાશ લોકો આપણને નીચ જાતિના કહી રહ્યાં છે તેનો જવાબ કોઈ પણ નિવેદન, ટ્વિટર કે કોઈપણ રીતે ન આપતાં. આપ સૌને વિનંતી છે કે ગુજરાતીઓનું અપમાન કરનારા આ લોકોને આપ સૌ નવમી અને ચૌદમી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને રોષ વ્યક્ત કરજો અને સાબિત કરી આપજો કે ગુજરાતીઓને ગાળો આપનારાના કેવા હાલ થાય છે. અમને તમે મોતના સૌદાગર કહ્યાં અને હવે નીચ જાતિના કહ્યાં તેનો ગુજરાતીઓ બરાબર જવાબ આપશે.
 

કોંગ્રેસના અટકાના, લટકાના ભટકાના સામે અમારી સ્કિલ,સ્કેલ સ્પીડનો મંત્ર
 
 

મોદીની સભાની સાથે સાથે
 
- સુરત માં આજે બીજો રોડ શો થઇ ગયો
- સુરત એરપોર્ટથી લઇ લિંબાયત પહોંચે ત્યાં સુધી જનતાનો આશીર્વાદ મળ્યો
- મારી ગઈકાલે સભા હતી એ સ્થગિત કરી વાવાઝોડામાં કાર્યરત થયા
- સુરત લહેરી લાલાઓનું ગામ
- વર્કિંગ ડે ચાલુ દિવસમાં પણ માનવા મહેરામણ ઉમટ્યું
- સુરતવાળાને તકલીફ પડે એ મને દિલ્હીમાં પણ ખબર પડે
- 4 દિવસથી ચોખી આવે છે કરતા હતા. 
આવે છે આવે છે પણ કંઈ  આવતું નથી
- વિકાસના મુદ્દે ગુજરાતની ચર્ચા અવશ્ય થાય
- આ દેશ માં બધાએ સ્વીકાર્યું કે ગુજરાતમાં વિકાસ થયો છે
- પાછીપાની કરે એ ગુજરાતનો વીરલો ના કહેવાય
- અમે આફતોને અવસરમાં પલટાવનારા લોકો છીએ
- ભાજપ સત્તા પર આવ્યું ત્યારે ગુજરાતનું 10 હજાર કરોડનું બજેટ હતું
- ભાજપની ગુજરાત સરકારનું 1 લાખ 71 હજાર કરોડ થયું
- કોંગ્રેસને વિકાસનો વ  પણ આવડતો નથી
- સુરત હીરાની જેમ દેશ-દુનિયામાં ચમકી રહ્યું છે
- સુરતને એરપોર્ટ માટે લડાઈ કરવી પડતી હતી 
- આજે 18  ફ્લાઇટ સુરત એરપોર્ટ પરથી ઉડે છે
- ગુજરાતના નાના શહેરોમાં પણ પ્લેન ઉડે તેવી વ્યવસ્થા કરવાના છીએ
- જે હવાઈ ચપ્પલ પહેરતો હોય તે પણ હવાઈ યાત્રા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે
- વિજય રૂપાણીની સરકારે 10 રૂપિયામાં ભોજનની વ્યવસ્થા કરી
- મને પેંશન વધારવા માટે પત્રો આવે છે 
- કોંગ્રેસના રાજમાં 7 રૂપિયા-15 રૂપિયા પેંશન આપવામાં આવતું હતું
- ભારત સરકારે ૧ મહિનામાં માત્ર 90 પૈસામાં વીમો ઉતાર્યો
- 1800 કરોડ રૂપિયા વીમા રૂપે ચૂકવાયા છે
- રશિયાના પ્રેસિડન્ટ આવ્યા ત્યારે હીરા ઉદ્યોગપતિઓની મુલાકાત કરાવી અને હવે સીધા રફ હીરા સુરત આવતા થઇ ગયા
- વર મરો કન્યા મરે પણ કોંગ્રેસ નું તરભાણું ભરો
- કોંગ્રેસ એટલે અટકાના, લટકાના અને ભટકાના
- જીએસટીને પણ 7 વર્ષ લટકાવી રાખ્યું અને લોકોને ભટકાવે છે
- યુપીમાં શૌચાલય બનાવ્યા જેને ઇજ્જત ઘર નામ આપવામાં આવ્યું
- ભાજપ સરકાર સ્કિલ સ્કેલ અને સ્પિડમાં માને છે
- કોંગ્રેસ હતાશ, નિરાશ અને સાફ થઇ ગઈ છે
- ભારત દેશના નકશામાં સુષ્મદર્શક યંત્ર વડે પણ જુઓ ત્યાં કોંગ્રેસ જોવા મળતું નથી
- માન મર્યાદા છોડી કોંગ્રેસના નેતાઓ નિવેદન કરે છે
- શ્રીમાન મણિશંકર ઐય્યરે કહ્યું કે, મોદી નીચ જાતિનો છે
- આ અપમાન મોદીનું નહીં પણ ગુજરાત અને દેશનું અપમાન છે
- આ મોગલાઈ સંસ્કાર છે
- કોંગ્રેસે ગુજરાતના લોકોને ગધેડા,ગંદી નાળીનો કીડો, નીચ જાતિના કહે છે એનો જવાબ 18 તારીખે ખબર પડશે
-  ગુજરાતની જનતા હદલો લેશે
- મને ગર્વ છે કે હું નીચ જાતિનો છું પણ હું ઊંચા કામો કરવાનો છું
- મેં એવું કોઈ કામ કર્યું નથી કે ગુજરાતના લોકોને નીચું જોવું પડે
- જેમણે મારા માટે પ્રધાનમંત્રી અને ગુજરાતના દીકરાને નીચ જાતિના કહ્યા છે પરંતુ આપણે કોઈ ટ્વિટ કે જવાબ આપવાનો નથી
- આપણે 9 અને 14 તારીખે જવાબ આપીએ
- ગુજરાતે ઘણા અપમાન સહન કર્યા છે
- મોતના સૌદાગર કહ્યા અમને જેલમાં નાખવાની હિલચાલ હતી
- કોંગ્રેસને નોટબંધી ના ગમે, કોંગ્રેસને સર્જીકલ સ્ટ્રાઇક ન ગમે, કોંગ્રેસને વન રેન્ક વન પેંશન ગમતું નથી
- નોટબંધી બોલી કોંગ્રેસના લોકો રડે છે, પરંતુ આમ જનતાનું કંઈ લૂંટાયું નથી, જેમનું ગયું એ રડે છે
- નોટબંધીના કારણે અઢી લાખ ફર્જી કંપની બંધ થઇ
 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, અમે પડકારને પડકારના લોકોઃ મોદી

અન્ય સમાચારો પણ છે...