દક્ષિણ ગુજરાતની તમામ 28 બેઠકોનું એનાલિસિસઃ જાણવા માંગો છો તે બધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની 28 બેઠકો પર આગામી 9મીએ મતદાન થવાનું છે. દક્ષિણ ગુજરાતમાં પાટીદાર અને આદિવાસી બહુધા બેઠકો પર ખરાખરીનો જંગ ખેલાશે. આ બેઠકો બચાવવી કે જીતવી કોંગ્રેસ માટે પણ એટલી સરળ નથી, જેટલું તે માની રહી છે. પાટીદારોમાં સ્પષ્ટપપણે બે ફાડચાં થઈ ગયાં છે. બેરોજગારો અને ખેડૂતો પાસની સાથે છે, તો બિઝનેસ સાથે જોડાયેલો વર્ગ ભાજપની સાથે છે. આ સિવાય ઘણી પાટીદાર બહુધા બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપને 12થી 53 ટકા સુધીની લીડ મળી હતી. જો કે, આ લીડ ટકાવવામાં ભાજપને અને તોડવામાં કોંગ્રેસને ભરશિયાળે પરસેવો છૂટી જશે. 
 
દક્ષિણ ગુજરાતની 28 બેઠકોમાંથી 22 ભાજપ પાસે અને 6 કોંગ્રેસ પાસે
 
નાના વેપારીઓ જીએસટીને લઈ ભાજપથી નારાજ છે, આદિવાસી પટ્ટામાં ભાજપા કોંગ્રેસની પરંપરાગત બેઠકો તોડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે ત્યાં ભીલીસ્તાન મુદ્દો ભડકાવીને કોંગ્રેસ મત મેળવવા મથામણ કરી રહી છે. આ સિવાય ભાજપની પરંપરાગત ગણાતી શહેરી બેઠકો પર લીડ ઘટવાની શક્યતા છે. નોંધનીય છે કે અત્યારે દક્ષિણ ગુજરાતની 28 બેઠકોમાંથી 22 ભાજપ પાસે અને 6 કોંગ્રેસ પાસે છે.
 
દક્ષિણ ગુજરાતની 28 બેઠકો પરનું ચૂંટણી ચિત્ર, થશે ખરાખરીનો જંગ

અન્ય સમાચારો પણ છે...