કાર્યવાહી / સુરતના 1500 વેપારીએ માસિક-ત્રિમાસિક રિટર્ન ન ભર્યાં શિક્ષાત્મક પગલાં રૂપે GST નંબર રદ

જીસએટીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો
જીસએટીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો
X
જીસએટીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યોજીસએટીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો

  • જીએટીઆર-1 ફાઇલ કરી જીએસટીઆર-3 નહીં ભરનારા વેપારીઓના રજિસ્ટ્રેશન રદ
  • હવે આ વેપારીઓ જીએસટીના સર્વરમાં લોગ ઈન જ નહીં કરી શકે
  • ઈ-વે બિલ જનરેટ નહીં થતા વેપારીઓ માટે વ્યાપક સમસ્યા સર્જાશે

DivyaBhaskar.com

Jan 02, 2019, 12:27 PM IST
સુરતઃ જીએસટી વિભાગે ફરી એકવાર રિટર્ન ફાઇલ નહીં કરી ધંધો ચાલુ રાખતા વેપારીઓ સામે કડકાઈ બતાવી છે. જીએટીઆર-1 ફાઇલ કરી જીએસટીઆર-3 નહીં ભરતા સાઉથ ગુજરાતના 1500 જેટલાં વેપારીઓના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જ્યારે હવે જીએસટીના નિયમોમાં સુધારો કરવાની સાથે સતત બે રિટર્ન નહીં ભરનાર જીએસટીની સાઈટ પર લોગ ઈન જ કરી શકશે નહીં.

દક્ષિણ ગુજરાતના 6000 વેપારીઓને રિટર્ન માટે નોટિસ આપી હતી

1. 4500 વેપારીએ રિટર્ન ફાઈલ કરી દેતાં બચી ગયાં
જીએસટી નંબર લીધા બાદ રિટર્ન નહીં ભરનારા દક્ષિણ ગુજરાતના 6 હજાર વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. અને જીએસટી નંબર રદ કરી દેવા સુધીની તૈયારી કરવામાં આવી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કર્યો હતો. જેથી 4500 જેટલા વેપારીઓએ રિટર્ન ભરી દીધા હતા. જ્યારે 1500 વેપારીઓએ રિટર્ન નહીં ભરતા તેઓના જીએસટી નંબર રદ કરી દેવામાં આવ્યા હતા.
2. માસિક-ત્રિમાસિક રિટર્ન નહીં ભરનાર લોગિન નહીં થઈ શકે
હવે જીસએટીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં માસિક અને ત્રિમાસિક રિટર્ન નહીં ભરનાર હવે જીએસટીની સાઈટ પર લોગિન નહીં કરી શકે. તેના લીધે વેપારી ઈ-વેબિલ પણ બનાવી નહીં શકે તે પ્રમાણે નવો સુધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.
3. લોગિન ન થનાર વેપારીને માલ વેચાણ કરવામાં સમસ્યા સર્જાશે
વેપારીઓએ જણાવ્યું હતું કે, વેપારીને કોઈ પણ માલનું વેચાણ કરે અને તેની ડિલિવરી માટે ઈવેબિલ બનાવવું જરૂરી છે. કારણ કે ઈ-વે બિલ વિના માલ મોકલવામાં આવે તો સૌથા પહેલાં ટ્રાન્સપોર્ટર માલ જ સ્વીકારતા નથી. જેથી વેપારીને માલ વેચાણ કરવામાં સૌથી વધુ સમસ્યા થશે. આ ઉપરાંત ઈ-વે બિલ વિનાનો માલ પકડાય તો તેના પર 100 ટકા પેનલ્ટી વસૂલ કરાય છે. જેથી વેપારી ફરજિયાત રિટર્ન ભરતા થાય.
4. GSTની ચોરી માટે બોગસ બિલિંગ અને ઈ-વે બિલ પર અંકુશ મૂકાશે
કેટલાક વેપારી જીએસટી ચોરી કરવા માટે બોગસ બિલ બનાવે છે. આવા જ બિલિંગના મોટા કૌભાંડ પણ જીએસટી વિભાગ ઝડપી પાડે છે. આ કારણે પણ રિટર્ન ભરનારાઓ જ જીએસટી લોગ ઈનનો વપરાશ કરી શકે તેવો સુધારો સિસ્ટમમાં કરવામાં આવ્યો છે. કારણ કે વેપારીઓ જીએસટી નંબર લઈ લેતા હતા પરંતુ રિટર્ન ફાઈલ કરતા નહોતા અને જીએસટીની સાઈટ પર લોગ ઈન થઈ જતા હતા. આ નિયમમાં સુધારાના કારણે જીએસટી ન ભરનારા વેપારીઓ પર તવાઈ આવશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી