સુરતઃ દાળિયા શેરીમાં 80 હજાર ડાયમંડ અને 15 કિલો સોનાના ગણેશ, બન્યા આકર્ષણનું કેન્દ્ર

ગણપતિની પ્રતિમાનું તો જબરદસ્ત આકર્ષણ છે જ પણ દાળિયા શેરીમાં જે મંડપ બનાવવામાં આવ્યો છે તે પણ એટલો જ ભવ્ય છે

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 12:58 PM
ગણેશની પ્રતિમા માટે ડાયમંડ અને સોનું ઓસ્ટ્રેલિયાના એક ભક્તએ દાન કર્યું
ગણેશની પ્રતિમા માટે ડાયમંડ અને સોનું ઓસ્ટ્રેલિયાના એક ભક્તએ દાન કર્યું

સુરતઃ મહિધરપરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં 80 હજાર ડાયમંડ જડિત અને 15 કિલો સોના અને ચાંદીના ગણેશજીની પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. શ્રીજીની નાની પ્રતિમા પણ ડાયમંડ જડિત છે અને ગણપતિ બાપ્પાના વાહન મૂસકને પણ ચાંદીથી જડિત કરાયો છે.ગણેશની પ્રતિમા માટે ડાયમંડ અને સોનું ઓસ્ટ્રેલિયાના એક ભક્તએ દાન કર્યું હોવાનું જાણવા આયોજકોએ જણાવ્યું હતું. ગોલ્ડન ટેમ્પલ અને ફિલ્મ બાહુબલીની થીમ પર આખો મંડપ બનાવવામાં આવ્યો છે.ગણપતિ બાપ્પાના કાન, પગ અને હાથમાં ડાયમંડ, સોનું અને ચાંદી જડવામાં આવ્યા

દાળિયા શેરીનું યુવક મંડળ દર વર્ષે નોખા અનોખા ગણપતિની સ્થાપના કરવા અને અતિભવ્ય મંડપ બનાવવા માટે જણીતો છે. આ વખતે શ્રીજીને 80000 જેટલા ઓસ્ટ્રેલિયન અને અમેરિકન ડાયમંડ જડવામાં આવ્યા છે. ગણપતિ બાપ્પાના કાન , પગ અને હાથમાં ડાયમંડ, સોનું અને ચાંદી જડવામાં આવ્યા છે. શ્રીજીની નાની પ્રતિમાને પણ ડાયમંડ અને સિલ્વરથી સુશોભિત કરવામાં આવે છે. દાળિયા શેરીમાં દર વર્ષે 10 દિવસમાં 4 લાખથી વધુ લોકો શ્રીજીના દર્શન કરવા આવે છે.

શણગાર ઘરેણાંથી કરાય છે

આયોજકોએ જણાવ્યું હતું કે, આખી પ્રતિમાને ઘરેણાથી શણગારવામાં આવી છે આગમન યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યારે યાત્રા નિકળે છે ત્યારે એવું લાગે છે કે કોઈ જુલૂસ નિકળ્યો છે. લોકો ઢોલ, તાસા, નૃત્ય અને ભગવાનના જયકારા સાથે ગણેશ ભગવાનનું સ્વાગત કરે છે. વિસર્જન યાત્રામાં પણ એ રીતનો જ માહોલ જામે છે. લોકો મહિધરપુરાથી ડુમસ સુધી ઉઘાડા પગે ચાલીને જાય છે. અહીં આવનારા લોકોની સેફ્ટી વિશે પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પોલીસ પ્રોટેક્શન સિવાય સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ વર્ષે અમે ફ્રી ઓટો પિક એન્ડ ડ્રોપ ફેસિલિટી આપીશુ, જે માટે ઓટો એજન્સી સાથે વાત ચાલી રહી છે. આ સેવા અંતર્ગત 5 કિલોમીટર સુધીના ભક્તોને મફતમાં પિક અને ડ્રોપ કરવામાં આવે છે.

ડ્રેસકોડ નથી, ભગવાન બધાંના છે

સમિતિના સભ્ય વિજય જરીવાલાએ જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા 1972 થી ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે. લાખો લોકો દર્શન કરવા આવે છે. આ વર્ષે અમે સિંહાસન સાથે 11 ફુટની મૂર્તિ સ્થાપિત કરીશું. અમે કોઇ દિવસ ડ્રેસ કોડ નથી રાખતા કેમ કે ભગવાન તો બધાના છે અલગ દેખાવવાની જરૂર નથી.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો

શ્રીજીની નાની પ્રતિમા  પણ ડાયમંડ જડિત છે
શ્રીજીની નાની પ્રતિમા પણ ડાયમંડ જડિત છે
ગોલ્ડન ટેમ્પલ અને ફિલ્મ બાહુબલીની થીમ પર આખો મંડપ બનાવવામાં આવ્યો છે
ગોલ્ડન ટેમ્પલ અને ફિલ્મ બાહુબલીની થીમ પર આખો મંડપ બનાવવામાં આવ્યો છે
X
ગણેશની પ્રતિમા માટે ડાયમંડ અને સોનું ઓસ્ટ્રેલિયાના એક ભક્તએ દાન કર્યુંગણેશની પ્રતિમા માટે ડાયમંડ અને સોનું ઓસ્ટ્રેલિયાના એક ભક્તએ દાન કર્યું
શ્રીજીની નાની પ્રતિમા  પણ ડાયમંડ જડિત છેશ્રીજીની નાની પ્રતિમા પણ ડાયમંડ જડિત છે
ગોલ્ડન ટેમ્પલ અને ફિલ્મ બાહુબલીની થીમ પર આખો મંડપ બનાવવામાં આવ્યો છેગોલ્ડન ટેમ્પલ અને ફિલ્મ બાહુબલીની થીમ પર આખો મંડપ બનાવવામાં આવ્યો છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App