સુરતઃ તાપી નદીને બચાવવા પ્રતિબંધ છતાં ગણેશજીની મૂર્તિઓ કરાઇ રહી છે વિસર્જિત

કૃત્રિમ તળાવમાં લઇ જવાત તો દુર્દશા ન થાત, તાપીને બચાવવી એ આપણા સૌની જવાબદારી

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 01:40 PM
ganesh visarjan in tapi river after ban visarjan in tapi river for saved tapi river

સુરતઃ મગદલ્લા ઓવારા પાસે તાપી નદીમાં દોઢ દિવસના ગૌરી ગણેશ મૂર્તિઓનું વિસર્જન થતાં વિવાદ ઉઠ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે નદીમાં વિસર્જન પર પ્રતિબંધ જાહેર કર્યો છે અને તમામ ઓવારાઓને કોર્ડન કરવાની પણ શરૂઆત કરાઇ છે. નદીમાં વિસર્જન ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત મુકવાની તૈયારી દર્શાવાઈ છે. પાલિકાએ 22 કૃત્રિમ તળાવો ઉભા કર્યાં છે. તંત્રની તૈયારી છતાં મગદલ્લા ખાતે તાપી નદીમાં ગૌરી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાતાં હાલમાં પાલિકાના કૃત્રિમ તળાવની વ્યવસ્થા જેમની તેમ છે તેમજ પોલીસ કમિશનરના પ્રતિબંધ છતાં વિસર્જન કરાયું હતું.ખંડિત મૂર્તિઓ લઈ આવતા ભગાડ્યા

ખંડિત મૂર્તિઓને લઈને ડુમસ ખાતે ગત સાંજે એક ટેમ્પો લઈને કેટલાંક લોકો આવ્યા હતાં. લોકોએ ટેમ્પોવાળાને અટકાવી પોલીસની ધમકી આપતાં તેઓ ચાલી ગયાં હોવાનું નાવિક ક્લબના ભરતભાઈ ઘંટીવાલાએ જણાવ્યું હતું.

વિસર્જન થયું હોવાનું જણાતું નથી: પોલીસ

મગદલ્લા ખાતે તાપીમાં ગૌરી ગણેશનું વિસર્જન થયું હોવાની જાણ થતાં ડુમસ પોલીસ મથકના પીઆઈ આર.આર.આહીરને જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈ મૂર્તિઓ જણાતી નથી તેથી વોટ્સએપના ફોટાઓ અને વીડિયો તેમને મોકલવામાં આવ્યાં હતાં. તેમ છતાં તેમણે કહ્યું હતું કે, વિસર્જન તો કંઈ થયું હોવાનું જણાતું નથી.

અગાઉથી પોલીસને જાણ કરાઈ છે

મગદલ્લા ઓવારા પાસે મૂર્તિઓ જણાઈ છે, તાપીમાં વિસર્જન પ્રતિબંધિત હોય લોકોએ જાગૃતિ દાખવવી જોઈએ.અગાઉથી પોલીસને જાણ કરાઈ હોય તે માટે તેઓએ જોવાનું છે.
- અનિલ બિસ્કીટવાલા, ગણેશ ઉત્સવ સમિતિ

ઘરઆંગણે વિસર્જન કરનાર આયોજકને મનપા સન્માનિત કરશે

પાલિકાએ ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન અભિયાન શરૂ કર્યું છે. જેમાં ઘર આંગણે ગણેશ વિસર્જન કરનારને પાલિકા પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરશે. આ માટે આયોજકો પાલિકાની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને ફોટાગ્રાફ આપવાના રહેશે.

X
ganesh visarjan in tapi river after ban visarjan in tapi river for saved tapi river
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App