Home » NRG » USA » Ganesh Visarjan In America Dalas area With Wear Of Gujarat Map By Gujarati Peopel

અમેરિકાના ડલાસમાં ગુજરાતના નકશાની ટીશર્ટ પહેરી લોકો જોડાયા શ્રીજીની વિસર્જનયાત્રામાં

Divyabhaskar.com | Updated - Sep 26, 2018, 08:14 PM

ભારતીય પરંપરાને જાળવી રાખવા યુએસમાં યોજાયેલી શ્રીજીની વિસર્જનયાત્રામાં 2000 જેટલા લોકો જોડાયા

  • ભારતીય પરંપરાને જાળવી રાખવા યુએસમાં યોજાયેલી શ્રીજીની વિસર્જનયાત્રામાં 2000 જેટલા લોકો જોડાયા

    સુરતઃ લેઉવા પાટીદાર સમાજ દુનિયાના વિવિધ દેશોમાં સ્થાયી થયા છે જે પૈકી અમેરિકાના ડલાસ ખાતે છેલ્લા 30 વર્ષથી સ્થાય થયેલા સમાજ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવને ધૂમધામથી ઉજવ્યો હતો. અને શ્રીજીની પ્રતિમાનું ઉત્સાહ અને ઉમંગભેર વિસર્જન કર્યુ હતું. આ વિસર્જના યાત્રામાં 2000 જેટલા લોકો ગુજરાતના નકશા વાળી ટીશર્ટ સાથે જોડાયા હતા. ડીજે, ગુલાલની છળો તેમજ ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

    ઉત્સાહ, ઉમંગ સાથે ગણેશોત્સવની ઉજવણી

    અમેરિકાના ડલાસ ખાતે લેઉવા સમાજના 1000 પરિવાર રહે છે. જેઓ સંગઠીત થઈને તમામ તહેવારો આનંદ ઉત્સાહથી ઉજવતા હોય છે. તેમણે ભારતીય સંસ્કૃતિને અને પરંપરાને જાળવી રાખવા તેમજ આવનારી પેઢીને સંસ્કૃતિથી અવગત કરવા માટે ભારતીય તહેવારોની ભારે ઉત્સાહ, ઉમંગ અને આધ્યાત્મિકતાથી ઉજવણી કરવામાં આવે છે. ગત દિવસોમાં ગણેશ મહોત્સવની સમાજ દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી.

    ડીજે, ગુલાલની છોળો વચ્ચે નીકળી યાત્રા

    દશ દિવસ દરમિયાન ભક્તિભાવ પૂર્ણ આરાધના કરી હતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરેલ હતું. વિસર્જનના દિવસે શ્રીજીની યાત્રામાં 2000 જેટલા ગુજરાતીઓ જોડાયા હતાં. જે વિસર્જન યાત્રા ડીજે સાથે અને ગુલાલની છોળો તેમજ ગગનભેદી નાળા સાથે નીકળી હતી. સ્થાપના સ્થળેથી 1 કિમી જેટલા દૂર આવેલા એકતા મંદિરે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

    આવી વિસર્જનયાત્રા પહેલી વખત નીકળી

    ડલાસ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ ના જણાવ્યા અનુસાર આવી વિસર્જનયાત્રા પહેલી વાર નીકળી છે. સરકાર પાસે પરમીશન લીધી અને સરકાર દ્વારા પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા ડીજે, ગુલલાની છળો, ઢોલ નગારા સાથે નીકળી હતી. રસ્તા પરથી પસાર થતી યાત્રાને જોવા સ્થાનિક લોકો જોવા ઊભા રહી ગયા હતાં. વિસર્જનમાં જોડાયેલા ભક્તો માટે ગુજરાતના નકશાવાળી ટીર્શ બનાવવામાં આવી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખવી અને યુવા પેઢી ધાર્મિક સંસ્કૃતિથી અવગત થાય.-દિનેશભાઈ આર. પટેલ, પ્રમુખ, પાટીદાર સમાજ, ડલાસ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending