રહસ્ય / સુરતમાં મઢી કેનાલમાંથી કાર મળી, 17 દિવસથી ગુમ પરિવારના પાંચના મોત

DivyaBhaskar.com

Mar 18, 2019, 11:03 AM IST
ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી અને ઈનસેટમાં મૃતક પરિવારની ફાઈલ તસવીર
ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી અને ઈનસેટમાં મૃતક પરિવારની ફાઈલ તસવીર
X
ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી અને ઈનસેટમાં મૃતક પરિવારની ફાઈલ તસવીરક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી અને ઈનસેટમાં મૃતક પરિવારની ફાઈલ તસવીર

  • એક જ પરિવારના પાંચના મોત
  • અકસ્માત કે આત્મહત્યાને લઈને તપાસ

સુરતઃ બારડોલી નજીક મઢી કેનાલમાંથી એક ઈકો કાર મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઈકો કારને કેનાલમાંથી ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ઈકો કાર કેનાલમાં ખાબકતા પાંચ લોકોની લાશ મળી આવી હતી. અને વ્યારાના કપુરા ગામના પરિવારની હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વ્યારાના કપુરાનો પરિવાર ગુમ હોવાની ફરિયાદ 28 ફેબ્રુઆરીના રોજ નોંધાઈ હતી. જેથી મોતના પગલે રહસ્ય સર્જાયું છે.
મોબાઇલ પણ સ્વીચઓફ હતા
1.વ્યારા એપીએમસીના શાકભાજીનો વેપારી તેના પરિવાર સાથે રહસ્યમય રીતે છેલ્લા 17 દિવસથી ગુમ હતા. વેપારીની પત્ની-પુત્રી અને માતા પિતા સાથે  પાંચ સભ્યો ઇકો કારમાં નીકળી બાદ પરત ફર્યા નહતા. તેમના મોબાઇલ પણ સ્વીચઓફ આવતા હતા. વેપારીના સસરાએ ઘણી તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન 28 ફેબ્રુઆરીના રોજ વ્યારા પોલીસમાં 5 સભ્યો ગુમ થયાની જાણવાજોગ નોંધ કરાવી હતા. પોલીસ પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પરિવારની હિસ્ટ્રી મેળવી તપાસ શરૂ કરી હતી. 
મંદિરે દર્શને ગયા બાદ પરત જ ન ફર્યા
2.મળતી માહિતી પ્રમાણે, વ્યારા તાલુકાના કપુરા ગામના ધર્મેશભાઈ જીવનભાઈ ગામીતના પરિવારમાં પત્ની સુનીતાબેન, પુત્રી ઉર્વી અને પિતા જીવણભાઈ ગેમાભાઈ ગામીત તેમજ માતા શર્મીલાબેન ગામીત સાથે રહેતા હતા. યુવાન વ્યારા નગરની એપીએમસી માર્કેટમાં શાકભાજીનો વેપારી હતો. એપીએમસીમાં ખેડૂતોની શાકભાજી ખરીદી કરી માર્કેટમાં વેચાણ કરતો હતો. ધર્મેશભાઇ ગામીત 28મી ફેબ્રુઆરીના રોજ  સાંજના સમયે તેમના પરિવારના ચાર સભ્યો પિતા,માતા, પત્ની અને પુત્રી સાથે મારૂતિ ઇકો કાર ( જીજે 26 એ 8443) લઇને ઘરેથી બારડોલીના કડોદ ખાતે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ પરત ઘરે ફર્યા ન હતા. ધર્મેશભાઈના પત્ની સુનિતાબેને છેલ્લે તેની બહેન સાથે 28મી તારીખે વાત કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોના મોબાઈલ ફોન બંધ થઇ ગયા હતાં. 
15થી વધુના નિવેદન લેવાયા હતા
3.પરિવારના તમામ મોબાઈલ ફોન બંધ આવતા સસરા દ્વારા કપુરા ખાતે આવી તપાસ હાથ ધરી હતી. અને ઘરે તાળું મારેલું જોવા મળતા વ્યારા પોલીસમાં ફરિયાદ કરી હતી. જે પ્રકરણની વ્યારા પોસઈ એસ જી.પરમારે હાથ ધરી હતી. ત્રણ બંધ મોબાઈલમાં ટાવર લોકેશન સહીત કોલ ડીટેલની માહિતી કંપનીમાંથી મંગાવી હતી. વ્યારા પોલીસ દ્વારા પરિવારના સંબંધી અને આડોશ પડોશ મળી અંદાજિત 15થી વધુ લોકોના નિવેદન નોંધ્યા હતા.  
કારમાંથી પાંચ લાશ મળી
4.વેપારીના મોબાઇલ લોકેશન ટ્રેસ કરતા ગત 2 માર્ચે થોડીવાર માટે વેપારીનો મોબાઈલ ફોન ચાલું થયો હતો. દરમિયાન ડોલવાણના વેપારી પર ફોન આવ્યો હતો. જોકે, ડોલવાણના વેપારી ફોન ઊંચકે તે પહેલાં ફોન કટ થયો હતો. બીજી તરફ થોડીવારમાં ફરી વેપારી ધર્મેશનો મોબાઈલ ફોન બંધ થયો હતો. દરમિયાન આજે તેમની કાર બારડોલી નજીર મઢી કેનાલમાંથી મળી આવી હતી. પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી. જેમાંથી ગામીત પરિવારના પાંચેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ પોલીસ અકસ્માત કે આત્મહત્યાને લઈને તપાસ હાથ ધરી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી